શ્રદ્ધાંજલિ અંક

સ્વજન શ્રદ્ધા સુમન

અમારા નિધન પામેલ પ્રજ્ઞાચક્ષુ સ્વજનોની સ્મૃતિ અને તેમની પ્રેરણાદાયી જીવનયાત્રાઓને આદરપૂર્વક સમર્પિત શ્રદ્ધા સુમન.

01

સાબરકાંઠાના બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષણ જ્યોતિર્ધરો (સ્વ. હર્ષવદન આર. મહેતા અને સ્વ. શશીવદન આર. મહેતા)

પ્રાંતિજ નગરમાં લગભગ છ દાયકા સુધી ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, અંગ્રેજી વગેરે વિષયોનું નિષ્કામ શિક્ષણ આપી સૌના દિલ જીતનાર બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ.

👤 લેખક/સૌજન્ય: શ્રી શૈલેષભાઈ વાય. મહેતા / પ્રો. ભાસ્કરભાઈ વાય. મહેતા
02

સ્વ. વિશ્લેષા વાસુદેવ જાની (સંગીત, શિક્ષણ અને વાણીની ત્રિવેણી)

એમ.એ.બી.એડ્., સંગીત વિશારદ અને સરકારી શાળાના બાહોશ શિક્ષિકા જેમણે અપંગોના ઉત્થાન અને પુનર્વસન માટે રાષ્ટ્રીય સ્તરે ઉમદા સેવાઓ આપી.

👤 લેખક/સૌજન્ય: વાસુદેવ એમ. જાની / પ્રો. ભાસ્કર વાય. મહેતા / શ્રીમતી પ્રવિણા ભાસ્કર મહેતા / ડૉ. મૃદુલા પારીક
03

સ્વ. મગનભાઈ ભીમજીભાઈ પટેલ

ખંતિલા સેવાભાવી અને સંસ્થાના કારોબારી સભ્ય જેમણે પ્રજ્ઞાચક્ષુ બાળકોના ઉત્થાન માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ફાળો આપ્યો.

👤 લેખક/સૌજન્ય: શ્રી દિનેશકુમાર એસ. જાની / શ્રી જયંતીભાઈ ભીમજીભાઈ પટેલ
04

સ્વ. કાન્તીભાઈ ભીખાભાઈ રાવળ

પોતાની મર્યાદાઓને ઓળંગીને પ્રવાસી અધ્યાપક તરીકે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું જીવન અજવાળનાર સંસ્થાના એક સમર્પિત કાર્યકર.

👤 લેખક/સૌજન્ય: શ્રી દાનસિંહ વી. ડાભી / પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતા
05

સ્વ. અરુણભાઈ ચિમેનલાલ સુથાર

અંધજન ક્રિકેટ અને ચેસમાં રસ ધરાવનાર, મનોવિજ્ઞાન સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી ટ્યુશન દ્વારા પગભર થનાર તેજસ્વી યુવાન.

👤 લેખક/સૌજન્ય: શ્રી આશિષ જી. જોષી / સર્વાનંદ અશ્વિનકુમાર ભટ્ટ
06

સ્વ. મુન્નીબેન રમણભાઈ પ્રજાપતિ

અંધ મહિલા છાત્રાલયમાં રહી ગૃહવિજ્ઞાન અને શિક્ષણ મેળવનાર, શાંત અને મિલનસાર સ્વભાવની સંવેદનશીલ બહેન.

👤 લેખક/સૌજન્ય: શ્રી ભરતભાઈ બી. પંડયા / શ્રી વિષ્ણુભારથી કે. સ્વામી
07

સ્વ. બબુબેન બી. ઝાલા (કિશોરાવસ્થાએ ઓલવાયેલો જીવનદીપ)

બ્રેઈલ વાચન, સંગીત અને નાટ્ય કળામાં રાજ્યસ્તરે વિજેતા બનનાર અસાધારણ પ્રતિભા ધરાવતી પ્રજ્ઞાચક્ષુ દીકરી.

👤 લેખક/સૌજન્ય: શ્રી મુકેશભાઈ એલ. સથવારા / ડૉ. નિશા એમ. તાજપુરીઆ
08

સ્વ. સોમાભાઈ પુંજાભાઈ તરાર

ભિલોડાની આંતરિયાળ શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી સંસ્થાના કાર્યક્રમોમાં સંગીતની મધુરતા રેલાવનાર કલાકાર.

👤 લેખક/સૌજન્ય: શ્રી મનોજકુમાર જે. / શ્રીમતી પ્રવિણાબેન ભાસ્કર મહેતા
કોઈ મેળ ખાતા લેખ મળ્યા નથી.

કૃપા કરીને અન્ય નામ અથવા કીવર્ડ સાથે પ્રયત્ન કરો.