વડનગરા ભાવનગરા નિવાસી સ્વ.રતિશંકર મહેતાને ત્યાં નાગર પરિવારમાં ત્રણ પુત્રરત્નો થયા. મોટાનું નામ પડ્યુ કીર્તીવદન, વચલા પુત્રનું નામ પડયુ હર્ષવદન અને નાના પુત્રનું નામ પડ્યે શશીવદન. ટૂંકમાં વદન પદધારી વ્યામો પરિવારની વિશેષતા થઈ.
આ ત્રણ પુત્રો પૈકી બે પુત્રોની આંખની દ્રષ્ટી છીનવાઈ ગઈ. આથી શિક્ષણના દરવાજા બંધ થયાનો આભાસ થયો. નાગર માતા પિતાના પ્રયત્નો અને ભારતની શ્રુતી પ્રણાલી પ્રમાણે અંધ પુત્રો હર્ષવદન અને શશીવદન શિક્ષણ મેળવતા થયા. એસ.એસ.સી. શશીવદન થયા. અંધજનોના શિક્ષણનો ડીપ્લોમા પણ શશીભાઈએ લીધો. નાગર વ્યકિતઓ તરીકે વાકચાતુર્ય જન્મજાત હતું. તમામ વિષયોનું સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ અનૌપચારિક રીતે વાચન દ્વારા મેળવી વ્યવસાયના બારણા જાણે અંધજનો માટે બંધ હતા તે બેસવાનું શુભકાર્ય ભાઈ સ્વ.શશીવદનને સોંપાયું. બૃહદ મુંબઈ રાજય અને ગુજરાત રાજયના શિક્ષણ પ્રધાનોને, અધિકારીઓને શશીભાઈ શિક્ષિત અંધજનોને નોકરીમાં સમાવવા રજુઆત કરતા રહ્યા. ભલે તેમને કંઈ ના પ્રાપ્ત થયુ પણ આજે રાજયમાં પૂર્વ પ્રાથમિકથી અનુસ્નાતક કક્ષા સુધી જે હજારો દ્રષ્ટિ બાધીત મિત્રો કામ કરે છે તેના પાયામાં તો સ્વ. શશીભાઈનું પુરૂષાર્થબીજ છે.
મોટાભાઈ સ્વ.કિર્તીવદન પ્રાંતિજની હાઈસ્કૂલમાં અધ્યાપક હતા. સ્વરોજગારનું પુરૂષાર્થથી ૪ સ્વ. શશીભાઈ અને સ્વ. હર્ષવદન ઉર્ફે નાનકા ભાઈએ વાવવાનુ શરૂ કર્યું. ગરીબ ગામડાના જરૂરીયાતમંદ નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લગભગ મફત કહી શકાય તેવા દરેક અંદાજે છ દાયકા સુધી આ બંને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, અંગ્રેજી વગેરે વિષયોનું મુખપાડી નિયમીત અને દંઢ શિક્ષણ સૌને આપી સૌના દિલ જીતી પ્રતિષ્ઠા પુરૂષનું નિર્માણ કર્યું. અનેક અધિકારીઓ વડીલો અને તબીબોના સર્જનમાં બીજા અર્થમાં કહો ઉપયોગી માનવ સર્જનના બે પ્રજ્ઞાચક્ષુ સ્તંભ એટલે સ્વ.શશીભાઈ અને હર્ષવદન ભાઈ.
વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ ઓછી ફી સાથે બહારના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઓછા ખર્ચ અને ગુણવત્તા વાળી નિવાસ અને ભોજનની જવાબદારી પણ નિષ્કામ ભાવે અને સ્વેચ્છાએ ઉપાડતા સ્વ.શશીભાઈ અને નાનકાભાઈ પ્રાંતિજ માં પૂજય બન્યા. અને આથી તો તેમની સમગ્ર નિવાસ ભોજન માંદગીની સારવાર વગેરેનો ભાર સૌએ હસતે મોંએ અને બંને ભાઈઓના સ્વમાનને ઠેસ પહોંચાડ્યા સિવાય ઉપાડી લીધો.
તેમનું અંધત્વ ભત્રીજી કૃપાના વિકાસમાં કે ચાર ભાણીઓની વિકાસમાં વચ્ચે ન આવ્યુ. કુટુંબના વ્યવહારો માટેની અવરજવર તેનો આર્થિક ભાર આ બે ભાઈઓ આનંદથી ઉપાડતા. આધ્યાત્મીકતા ક્ષેત્રે પેઢી દર પેઢીથી ચાલ્યુ આવતું માં અંબાનું સ્થાપન અને નવરાત્રીનું અનુષ્ઠાન,
કામનો બોજ, અંધત્વ ઘરમાં મહિલા પાત્રની ગેરહાજરી વગેરે મુસીબતો છતાં એટલે શ્રધ્ધાથી તેઓને સુપેરે પાર પાડ્યું. તેમાંજ તેમના નાગરત્વનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય.
કલા જગતમાં પણ આ બે પ્રજ્ઞાચક્ષુ બંધુઓએ સંગીત દ્વારા હવેલી હોય, તહેવારોના ઉત્સવ હોય સૌને તૈયારી કરાવી પોતાનું યોગદાન આપી રાજીના રેડ કરી મુકયા સૌ તેમને આદર સાથે બોલાવે. તેમનો લાભ લે અને તેમની તથા તેમની શ્રેષ્ઠ માનદ કલાની પ્રસંશા કરતાં થાકે નહીં.
તબીબી ક્ષેત્ર હોય કે લાયન ક્ષેત્ર હોય જાહેર પ્રવૃત્તિઓનું પ્રાંતિજનગરમાં પ્રારંભ હોય વધે પ્રજ્ઞાચક્ષુ બંધુઓ મોખરે રહે. આપણે અશ્વિનય ની વાત વેદમાં વાંચી, રામ - લક્ષ્મણની વાત રામાયણમાં વાંચી પણ તેની પ્રત્યક્ષ અનુભુતી સ્વ.શશીભાઈ અને સ્વ.હર્ષવદનભાઈના ભાતૃપ્રેભમાં આપણને થઈ. ખાનગી કે અગત્યની વાત ભાગના લોકો ન સમજે તેવી અંગ્રેજી ભાષામાં કરી તેમણે પોતાના અંધત્વને છતું ન થવા દઈ ગુપ્તતાનું પણ જતન કર્યાનો મને ખ્યાલ છે. જન્મ, મરણ અને પરણ ત્રણ કુદરત નક્કી કરે તેમ થાય. આ બંને ભાઈઓ જીવનભર અપરણિત રહ્યા. કારણ જાણે કે તેઓ શિક્ષણ અને સેવા સાથે પરણ્યા હોઈ તેમને આવી જરૂરત જણાઈ નહી. અને કયારેક જણાઈ તો પણ તેમની આ દિશામાં ઓછી હિંમત કે સમાજના પ્રજ્ઞાચક્ષુઓના લગ્ન માટેના પૂર્વગ્રહને કારણે પૂરી થઈ શકી નહીં. આ સમગ્ર પરિસ્થિતિનો સામનો તેમણે હસતાં હસતાં અને ફરીયાદ કર્યા વિના કર્યો. તેમાંજ તેમની મહાનતા છૂપાયેલી છે.
તત્કાલીન સાબરકાંઠા જીલ્લામાં અંધજન પૂનર્વચનની પ્રવૃત્તિ જેવી આરંભાઈ કે તરત જ સ્વ.શશીભાઈ રાષ્ટ્રીય અંધજન મંડળ સા.જી.શાખાના ઈડરના ટ્રસ્ટી થયા. સ્વ.હર્ષવદનભાઈ સંસ્થાના કારોબારી સભ્ય અને ઉપપ્રમુખ બન્યા. આરંભથી તે બંને મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેઓ સંસ્થા સાથે તન, મન, ધનથી જોડાયેલા રહ્યા. સંસ્થાના શિક્ષણ શિબિરો, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી રહેતી. સ્વ.હર્ષવદન ભાઈએ તો પાંસઠ વર્ષ પછી પ્રજ્ઞાચક્ષુ રકતદાન શિબિરમાં રકતદાન કરી એક અનોખો વિક્રમ સજર્યો.
અંધત્વ છતાં અમરેલી ના કવિ સ્વ.હંસને આંબી જાય તેવી કવિતાઓના સર્જનમાં પણ સ્વ.હર્ષવદન ભાઈનું પ્રભુત્વ તેની પરાકાષ્ઠાએ કવિ સંમેલનોમાં પહોંચ્યાનો આહલાદક અનુભવ તેમણે અને અમે સાથે કર્યો છે. અને તે પણ લહેરી સુરતી લાલાના નગરમાં.
પરિસ્થિતિ વિપરીત હોય તો પણ શુભેચ્છક વર્ગ પાસેથી કંઈ પ્રાપ્ત થાય તો તેનો સ્વમાન રક્ષણ માટે વિરોધ એ સ્વ.હર્ષવદનભાઈની એક વિશેષતા હતી. શુભેચ્છા આ જાણતા હતા અને તેથી જ તેમને ખબર પાડયા સિવાય વસો, દવા, ફળફળાદી, મનોરંજનના સાધનો તેમની પાસે પહોંચી જતા. આવેલ અતિથિનો સત્કાર જો તેઓ કરી ના શકે કે કરાવી ન શકે તો તેમને તેમાં ઊંડુ દુઃખ રહેવા સાથે જો આવનાર વ્યક્તિ અતિથ્યનો ઈનકાર કરે તો તેઓ દુભાવેલા પણ જોવા મળ્યા છે. સૌને મફત શિક્ષણનો દંભ કરતી સરકારને જો આનો સફળ અને જવલંત પુરાવો જોઈતા હોય તો
તેમણે મહેતા ટ્યુશન કલાસીસ , લાલ દરવાજા પ્રાંતિજ નો ઈતિહાસ અચૂક જોવો રહ્યો .હા , એ વાત સાચી કે કયારેક કયારેક શિખો ના ‘ હ ' જેવા નાગરોના પાંચ ‘ પ ’ પૈકી પંચાલનો ‘ ૫ ' ક્યારેક જોરદાર કુદકો માર , ત્યારે પાછળથી તેમને થતા પસ્તાવાનો ‘ પ ’ કૂદકાના રીમોટનું કામ કરે . અકળાયેલા સ્વ.હર્ષવદન ભાઈ કયારેક કટાક્ષથી કે કયારેક કોંપ મારફતે પોતાની અકળામણ માત્ર અભિવ્યકત કરે પરંતુ સત્ય સમજાતા સ્વ.મહેતા સાહેબ ઠેરના ઠેર .
કેન્સરનો વ્યાધિ થવા સાથે સારવાર છતાં સૌના સહકાર છતાં શશીભાઈને છીનવી જતા સ્વ . હર્ષવદન એકાંકી બન્યા . ઓછામાં પુરૂ હોય તેમ અથવા દુકાળમાં અધિક પથારીવશ થયા . સૌના પ્રયત્ને સ્વચ્છતા જળવાઈ પણ સૂતા સૂતા ભોજન લેતા હર્ષવદન ભાઈ સૌના ગુસ્સાનું કારણ પણ બનતા . આરંભમાં ઉપાધ્યાય પરિવાર અને ત્યારબાદ સ્નેહી રામીસાહેબ અને મંજુબેને આપેલી સતત સંવેદનશીલ સેવાઓ સૌનું ધ્યાન ખેંચે તેવી અને બંને સ્વ.મહેતા બંધુઓના આપત્તી સાથેના આહલાદક જીવનની પ્રસન્નતાની પળો હતી . સ્વ.મહેતા બંધુઓએ નિષ્કામ ભાવે સૌની થતી તમામ સેવા કરી તો સામે ઋણ સ્વીકાર માટે સૌએ તેમની સાભાર સેવા કરી . “ રામ રાખે તેને કોણ ચાખે ” તે કહેવત મા , ભાભી ના સ્વર્ગે જતાં ભત્રીજી અને ભાણીઓ પરણી સાસરે જતાં સ્વ.મહેતા સાહેબોની જીવન નૌકા કિનારે પહોંચી અને આ બંને મહાનુભાવોના અંતિમ સંસ્કાર અને પ્રાર્થના સભામાં ઉભરાયેલી ભાવસભર મેદનીની હાજરીમાં આપણને સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે .
વારસો અને વાતાવરણ વિશ્વની બે બાબતો લોહીના સંબંધમાં જેમ જળવાય તેમ લાગણીના સંબંધમાં પણ જળવાતી જ હશે એનો અનુભવ જયારે બે ગાડીયોમાં સ્વ.શશીભાઈ અને સ્વ.હર્ષવદન ભાઈની ભત્રીજી ગં.કૃપા સાથે જયારે પંદર સત્તર સ્નેહીઓનો કાફલો પ્રાંતિજથી ભારે હૃદયે નીકળી બહુચરાજી પહુચી પંચોત્તેર વર્ષ જૂના છતાં તેવાને તેવા રહેલ ચોખા અને ગરબો બહુચર માં ના ચરણમાં રમતો કર્યો ત્યારે એમ લાગ્યું કે સ્વ . શશીવદન અને સ્વ.હર્ષવદન આત્મસ્વરૂપે તો જીવે જ છે . અને કૃપા બેને જયારે ખર્ચની દરખાસ્ત મૂકી ત્યારે સૌએ કહ્યું બેન , મહેતા સાહેબ તમારા એકના સ્વજન નહી અમારા સ્વજન પણ હતા અને ખર્ચ તો બહુચરમાં એ આપ્યું . આજ સ્વ.મહેતા બંધુઓના જીવનના સારૂલ્યનું ખુલ્લુ રહસ્ય રહ્યું .
મહેતા કુલ રીત સદાચલી આઈ સ્વામી હોય પણ નવરાત્રી ન હોય કાવ્ય મુજબ ભત્રીજી કૃપાએ લગ્ન વખતે સ્વ.મહેતા સાહેબોના ગરબામાં તે રહે ત્યાં સુધી હાજર રહેવા માટેની સંમતી માગી સ્વ . વિરાટભાઈએ (પતિ) તે આપી અને ચિ . કૃપાએ તે પાળી .
સંસ્થાના સૌ સ્વ . મહેતા સાહેબનો આદર કરે . પણ તેમની પ્રીતી તો શ્રી વિષ્ણુભાઈ કે સ્વામી શ્રી શૈલેષ રાવલ , મુશેકભાઈ સથવારા પર ખાસ રહેતી તેઓ તેમના હાથે ભણ્યા તે મિત્રોને
સંસ્થામાં રોજગાર મળે તેવું ઈચ્છતા અને શકય ત્યાં સુધી સૌ દ્રષ્ટીએ તેમની આ ઈચ્છા પુરી પણ કરતા.અખબારો, મીડીયામાં તેમના વિશેના તેમની હયાતી દરમિયાનના લેખો અને નિધન બાદના પ્રસિધ્ધ થયેલા તસ્વીર સમાચારો તેમની લોકપ્રિયતાના બોલતા પુરાવા છે. સૌરાષ્ટ્રના સપુતો એ તકલીફ છતાં ઉત્તર ગુજરાતમાં શિક્ષણ જયોતને જગવી. દ્રષ્ટિબાધિતની પુનર્વસનની ગંગા પ્રસરાવી જે કાઠું કાઢયુ તે તો વિરલાઓ જ કાઢી શકે અને આપણે સૌ ઉંચા સાદે બોલી ઉઠીએ. “ આવા વિરલા કોક ” સ્વ.શશીવદન ભાઈ અને હર્ષવદન ભાઈના નિષ્કામ શિક્ષણ યજ્ઞમાં આહુતિ અર્થી આપણે સૌ તેમને સાચી શ્રધ્ધાંજલી આપીએ તથા આપણે હસતા અને સાથે જોડાયેલા લોકોને હસાવતા રાખીએ તેવી શક્તિ પ્રભુ આપણને આપે તેવી પ્રાર્થના.
શ્રી શૈલેષભાઈ વાય. મહેતા
પ્ર. અધ્યાપક,
રા.અં.નં. સા.કાં. જિ. શાખા
ઈડર.
પ્રો.ભાસ્કરભાઈ વાય. મહેતા
માનદ્ સા.મંત્રીશ્રી,
રા.અં.મં. સા.કાં. જિ. શાખા
ઈડર.