શ્રદ્ધા સુમન લેખ

સ્વ. વિશ્લેષા વાસુદેવ જાની (સંગીત, શિક્ષણ અને વાણીની ત્રિવેણી)

ધન્ય અમે અમારી દિકરીથી

કું. સ્વ. વિશ્લેષા અમારી ત્રીજા નંબરની પુત્રી. જન્મ સમયે ર્ડા.ની સામાન્ય ભૂલને કારણે પાર્શિયલી ત્યારબાદ સમય વિતતા ૯૮ થી ૯૯ ટકા અંધ ખૂબ જ ચપળ, હોશિયાર હતી. આંખે અંધ છતાં દુનિયામાં પોતાનું તેજ પ્રસરાવી જનાર મારી પુત્રી પોતાના આત્મ વિશ્વાસ તથા હિંમત અને. વાક્પટુતાને કારણે એમ.એ.બી.એડ્, અને વકિલાતના બે વર્ષ પૂરા કર્યા સાથે સાથે સંગી વિશારદ બની. અપંગો માટે પ્રોત્સાહન રૂપ વિશ્લેષાએ ઘણા અપંગોને સંગીતની તાલીમ આપી સંગીતના સ્ટેજ શો કરતાં શીખવ્યા. તેમે આત્મનિર્ભર બનાવ્યા.

અખૂટ જ્ઞાનનો ભંડાર, મિત્રોની મદદગાર, પ્રજ્ઞાચક્ષુની રાહબર સ્નેહની ઝળકતી જ્યોત સમી વિશ્લેષા તેના માતા - પિતા માટે એક પુત્ર સમાન હતી. કેન્દ્ર તેમજ રાષ્ટ્ર કક્ષાએ નેત્રહિન સમાજ માટે તેણે ઉમદા સેવા આપી છે. તેનો નેત્રહિનો પ્રત્યેની લાગણીઓ અને પ્રભાવશાળી વયક્તિત્વ હંમેશા યાદગાર બની રહેશે. તેની વિદાયથી ગામ બડોલીની સરકારી શાળામાં ૧૪ વર્ષથી શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી હતી. પૈસાની ખોટ ન હતી પણ અંધદિન નિમિત્તે ગામમાં દુકાને દુકાને ફરીને નેત્રહિનોની સેવા માટે ફાળો ઉઘરાવતી મમ્મી - પપ્પાને શરમ પણ આવતી છતાં તે કહેતી મમ્મી મારા માટે નહિ પણ હું નેત્રહિનો જે અસહાય છે તેમના માટે આ કાર્ય કરું છું. આવા વિશ્લેષાબેનને કદી ભૂલી શકાય તેમ નથી. રાષ્ટ્રીય કેન્દ્ર લેવલે અનેક એવોર્ડ જીતનાર વિશ્લેષાબેન છેલ્લે છેલ્લે હિંમતનગરમાં યોજાયેલ સંગીત હરિફાઈમાં જિલ્લા માં પ્રથમ ક્રમાંક લાવી ત્રણ હજાર ઈનામ પ્રાપ્ત કર્યા. દિલ્હી - બેગ્લોર અવાર નવાર રાષ્ટ્રીય અંધજનમંડળના કાર્યાર્થે તેમને જવું પડતું હતું. તેઓ કેન્દ્રલેવલે કારોબારીમાં સભ્ય તેમજ પોતાની ઈડરની અંધજન સંસ્થાના સેક્રેટરી હતા.

વિશ્લેષાબેનના મિત્રોની મનોવ્યથા તેમના જ શબ્દોમાં નીચે પ્રમાણે વર્ણવું છું.

૧. પૂજા પ્રકાશ પંડયા

હું વિકલાંગ છું. પરિણીત છું. વિશ્લેષાબેન મારા અંગત ઘણાં કામ આસાન કરી આપ્યા છે. મને બસ પાસની સુવિદ્યાની માહિતી તેમણે આપેલી પાસની બાબતથી હું અજાણ હતી.

૨. શાંતાબેન પરમાર

પોતે અંધ હોવા છતાં બે આંખવાળા ન કરે તે કરી જનાર વિશ્લેષાબેન અંધશિક્ષક નહિ પણ બે આંખે જોનાર શિક્ષક કરતાં પણ સુંદર કામગીરી બજાવતા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ વિકલાંગ કર્મચારી એવોર્ડ પ્રાપ્ત કરનાર વિશ્લેષાબેનને કદી ભૂલી શકાશે નહિ. હું જ્યારે ગાડી ડ્રાઈવ કરતી ત્યારે કહેતા મારે પણ શીખવી છે. તેમનું પોતાની ખામી ભૂલી જતા. અંધ હોવા છતાં દ્રઢ મનોબળ અમને ખૂબ પ્રેરણા આપે છે. વિશ્લેષા શિક્ષક આલમમાં ખુશ્બ ફેલાવી ગઈ મારા જીવનમાં વિશેષ ખાસિયતોનું મંડાણ કરનાર વિશ્લેષારૂપી તારલો વિખરાઈ ગયો.

૩. મનસુરી રસીદા

વિશ્લેષા માટે બતાવવા માટે મારી પાસે શબ્દો નથી. વિશ્લેષાનું જીવન જાણે બીજા માટે

હતું. આંખોથી નહિ પણ તે વ્યક્તિને દિલથી જોતી હતી. વહ ઐસા દિયા થા જો બુઝ કર ભી પ્રકાશિત હૈ મારા અંગત જીવનનાં ઘણા પ્રોબ્લેમ હતા તે સોલ કરાવવામાં તેની ખૂબ જ ફાળો હતો. તે માટે હું હંમેશા તેની ઋણી છું. મારા પિતાશ્રી મૃત્યુ પામ્યા પછી મેં ભણવાનું છોડવાનો નિર્ણય લીધો. ત્યારે વિશ્લેષાબેન મને ખૂબ જ સમજાવી અને મને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી તો અત્યારે હું એમ.એ.બી.એડ્. કરી માધ્યમિક શાળામાં શિક્ષિકાની ફરજ બજાવું છું. મારા ઘરે આવીને તેઓ મને ભણવા માટે સમજાવતા. મારા લગ્ન પછી મારા પતિ બી.એડ્. કરવાની તેમજ નોકરી કરવાની વિરુધ્ધમાં હતાં. વિશ્લેષાએ તેના પપ્પાને મારા ઘરે લાવીને બધાંને ખૂબ સમજાવ્યા અને મારા પતિ માન્યા. અત્યારે તેમના કારણે હું એમ. એ. બી.એડ્. કરીને માધ્યમિક શાળામાં નોકરી કરી રહી છું. વિશ્લેષા ભૂલાય તેવી છે જ નહિ.

૪. મનસુરી કાદર :

વિશ્લેષાબેન વિશે બોલવું મારા માટે ઘણું જ મુશ્કેલ છે. એ એવી વ્યક્તિ હતાં. જેમણે મને જીવનમાં સગાઈથી લઈને લગ્ન અને ઘરગૃહસ્થી સુધી દરેક બાબતમાં મદદ કરી છે. મારા જીવનમાં મળેલ સુંદર સ્વપ્ર તેમને આભારી છે. તેમનું ઋણ હું કેવી રીતે ચૂકવીશ? પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. વિશ્લેષાબેને કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે કેન્દ્ર સરકારમાંથી ૧૫ લાખ રૂપિયા અપંગો માટે અપાવ્યા કચ્છ - ભુજમાં જાતે જઈ તેમણે સર્વે કર્યો પોતાની સંસ્થાને પોતાના કાર્યો દ્વારા જતા જતા પાંચ લાખનું ઈનામ અપાવી ગયા.

વી. એમ. જાની પિતા : -

તા. ૧૭-૧૨-૭૫ જ્યારે ભારતની અંદર કેન્દ્ર માટેની ચૂંટણી ગુજરાત રાજ્યમાં થઈ રહી હતી ત્યારે મારી પી.આર.ઓ. (પ્રેસાઈડીંગ ઓફિસર) તરીકેને ફરજ ગામ બુઢીયા મધ્યે કરી. તે દિવસે મારા ઘરે બપો ૨ે ૧૦.૧૫ વાગે પુત્રી જન્મ થયો. જે જાણી મને બે પુત્રીઓ પછી ત્રીજી પુત્રી આવતા અસંતોષ થયો હતો. એક વર્ષ દરમિયાન આ ત્રીજી દિકરી ર્ડાકટરોને બતાવતાં અંધ હોવાનું માલુમ પડયું પરંતુ જેમ જેમ વર્ષો ગયા તેમ તેમ તેની બુધ્ધિમાં જબરદસ્ત વિકાસ મને જોવા મળતો હતો. ભલે તેને અંધત્વ હતું પરંતુ તેની બૌધ્ધિક તેમજ ગ્રહણશક્તિ ખૂબ જ તેજ હતી. જેના કારણે તેના વિકાસ પ્રગતિ માટે અમે માતા- પિતાએ યથાશક્તિ તન - મન - ધન અને સમયથી અમારૂ બળ પુરું પાડ્યું જેનું ફળ અમને એકધારું તેના તરફથી જોરશોરથી મળવા લાગ્યું. જેના કારણે અમારો ઉત્સાહ અને આનંદ વધતા ગયા. જેના કારણે તેની પ્રગતિ માટે અમે પાછું વાળીને જોયું નથી. તેના જીવનકાળ દરમિયાન તેણે જબરદસ્ત આગે કદમ રાખીને અમારા હૈયામાં અજવાળા પાથરતી રહી હતી. તેના કારણે તેનું અંધતવ અમને મહેસૂસ થતું જ ન હતું.

તેના પ્રાથમિક, માધયમિક, હાયર સેકન્ડરી શિક્ષણમા અમો (માતા - પિતાએ) તેના માર્ગમાં સરળતા કરતા રહ્યાં હતા. જેનો બદલો પણ તેણે અમને ઘણી જ સુંદર રીતે પુરો પાડયો હતો. તેના આ શૈક્ષણિક કાળ દરમિયાન તેની અકલ્પ્ય પ્રગતિ જોઈ જોઈને અમો બંને ખૂબ ઉત્સાહી બનતા હતાં. આ શૈક્ષણિક સમય દરમિયાન તેને મળતી સ્કોલરશીપ તેના વિકાસમાં ઘણી જ મદદરૂપ રહી હતી. અમારે તેના શિક્ષણના વિકાસ માટે અમારે ખર્ચ કરવાનો રહેતો ન હતો. આ બધું તેની બૌધ્ધિક શક્તિઓ દ્વારા પ્રાપ્ત થયું હતું. આ સમય દરમિયાન તેણે વિવિધક્ષેત્રે જેમ કે વકતૃત્વ સ્પર્ધા ગીત સંગીત સ્પર્ધા તથા નાટ્ય સ્પર્ધામાં અનેકવાર પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને ટ્રોફીઓ મેળવી અમારા ઘરના શોકેશને ટ્રોફીઓથી ભરપુર કરી

દીધું. જેના કારણે અમારા હૈયાનો આનંદ હિલો ચઢતો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દરમિયાન

તેણે સંગી વિશારદની પદવી પણ પ્રાપ્ત કરી લીધી હતી.

પ્રાથમિક, માધ્યમિક, હાયર સેકન્ડરીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેણે ઈડર કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે તેની માતાએ તેના અંધત્વને કારણે સતત પાંચ વર્ષ સુધી કોલેજનો પૂરેપૂરો સમય સાથે રહી તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન પુરુ કરાવડાવ્યું. ત્યારબાદ તેના બી.એડ્. ના શિક્ષણ માટે (દરામલી) અમો બંનેએ તેને ટેકો પુરો પાડયો. જેમાં પણ તે ભવ્ય રીતે પ્રગમ સોપાન પ્રાપ્ત કર્યું. તેણે એલ.એલ.બી. હિંમતનગરના બે વર્ષ પૂર્ણ કર્યા. ત્યારબાદ સરકારી સ્કૂલમાં વિદ્યાસહાયક તરીકે નોકરી મળતાં એલ.એલ.બી. ના ત્રીજા વર્ષ પૂર્ણ કરી શકી નહિ. જેનો અમને વસવસો છે.

તેની અકલ્પ્ય બુધ્ધિ ચાતુર્ય તેમજ વાક્યચાતુર્યના કારણે તેની નોકરીના ચૌદ વર્ષ દરમિયાન અવારનવાર થતા બદલી કેમ્પમાં પોતાના મન ઈચ્છિત સ્થળની પસંદગી મેળવી લેતી. સરળતાથી ન મળી શકે તેવી કમ્પયુટર ટેસ્ટ તેમજ ટાટ ની બંને એકઝામ ૮૭ ટકા એ પ્રાપ્ત કરી. જે તેના માટે અકલ્પ્ય હતું. રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર શાખામાં ઘણા વર્ષોથી કારોબારીમાં મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા. તેમાં તેણે ભારોભાર પ્રસંશનીય કાર્ય કરી બતાવ્યું હતું. ઈ.સ. ૨૦૦૨ માં કચ્છ ભૂજમાં આવેલ ભૂકંપ દરમિયાન વિકલાંગોને આર્થિક સહાય અપાવવા માટે મારી પાસે ફાઈલ બનાવડાવી ૧૭ લાખ રૂપિયા અપાવ્યા.

અમારા જીવનમાં ઘરગથ્થું તમામ પ્રકારની આધુનિક સગવડો તેના દ્વારા આવેલી છે. અમારું આર્થિક પાસું તેણે ઘણું જ સબળ બનાવ્યુ હતું. તપરાંત દર વર્ષે વેકેશન (દિવાળી વેકેશનમાં) અવાર નવાર અનેક યાત્રાઓને સમગ્ર પરિવાર સાથે પણ આજદિન સુધી કરાવેલ હતી. જે અમે ભૂલી શકીએ તેમ નથી. મજનો તથા સ્કૂલ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ તેના જીવનકાળ દરમિયાન કરેલા કાર્યોને બિરદાવ્યા અને બે દિવસ બંધ પાડી તેને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી.

હમ હોગે કામયાબ એક દિન મન મેં હૈ વિશ્વાસ પૂરા હૈ વિશ્વાસ - આ તેનો જીવનમંત્ર હતો. તે તેણે સાર્થક કરી બતાવ્યો છે. તે વારંવાર કહેતી કે નેકી કર ઔર કુએ મેં ડાલ..- તે પણ અમને અમારી સમક્ષ કરી બતાવ્યું હતું.

લિ.

અ.સૌ. ચી. મુન્ના પરિવાર

અ.સૌ. ચી. મનીષા પરિવાર તથા

શ્રીમતી હંસાબેન, તથા વાસુદેવભાઈ જાની પરિવાર

મુ.પો. બડોલી, તા.ઈડર

શ્રધ્ધાંજલી

“ અમર આપણી વિશ્લેષા ”

જન્મ સમયે અ.સૌ. હંસાબેન અને વાસુદેવભાઈની વહાલ સોયી દિકરી વસી, ભણી બડોલી અને ઈડરમાં તેનું નામ ફેલાયું રાષ્ટ્રમાં અને વિશ્વમાં. શૈશવમાં નબળી દ્રષ્ટિની સમસ્યાનો ખ્યાલ તબીબ કેમ્પમાં આવે અ.સૌ. ચિ.મુન્ના તથા અ.સૌ. ચિ. નિમિષા મારી સિનિયર વિદ્યાર્થીનીઓ.

નબળી દ્રષ્ટિના નિર્ધારણ બાદ સંપર્કમાં આવ્યાં. તેજસ્વી છતાં દલીલ બાદ, ઝીદ્દી, સ્પષ્ટ વક્તા, સાચા માટે લડનારી નેતૃત્વ ના ગુણને ધારણ કરતી વિશ્લેષાના તેની હઠ સામે ક્યારેક અમે ઝૂકતા તો અમારી હઠ સામે તે ઝૂકતી તેના વાલી, વકીલ અને મિત્ર બનવાની તક અમને આપી. બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી અને ગુજરાતના સહ પ્રવાસોમાં અમારી દિકરીની જેમ અમારી સાથે રહી. તેના વિકાસ માટે અમે ક્યારે તેને દુભવી પણ તેના તેજસ્વી શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રતિષ્ઠા અને પુરસ્કાર સભર તેના વિકાસે અમને રાજીના રેડ કરી દીધા. આગળ તે વધતી આનંદ થતો હંમેશા. માતા - પિતા આદર તેને અમને આપ્યો. અમારી સામે પણ ક્યારેક ટકરાતી પણ સ્વાર્થે નહી પરમાર્થે.

પોતાના પિતાનું પેન્શન મંજૂર કરાવી તેમેને જીંદગીના સર્વ આનંદો આપી. સતત તેમના માટે કંઈક કરી છૂટવાની તમન્ના વાળી તેમને યાત્રાઓ કરાવતી, પોતાનું સ્વાસ્થ્ય ભૂલી તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતી. વિશ્લેષા કેવળ તેમના પરિવારનો નહીં પણ સમાજનો કુળ દિપક બની. અનેક ગરીબીથી પીડાતા, સમસ્યાથી પીડાતા, વિકલાંગતાથી પીડાતા, ભણવા તત્પર વ્યક્તિઓનું વિશ્લેષા વિસામો તથા આધાર બનવા માટે પ્રભુને પ્યારી થઈ ત્યાં સુધી ચાલુ રહી તે સૌના દિલ જીતી ગઈ. સૌ તેને વહાલમાં વિશ્લી પણ કહે હસમુખી પણ તેટલી જ. નેતૃત્વ બાબતમાં નાની ઉંમરે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ તેણે જીલ્લા નેતૃત્વ સાથે નેતૃત્વ કર્યું. ભલે તે વિનિયનની વિદ્યાર્થી પણ વાણિજ્ય વિદ્યાર્થી જેવા પુનર્વસનની પ્રવૃત્તિ જેવા હિસાબો માંગે ખોટું લાગે પણ પળવાર માટે જ સ્પષ્ટીકરણ થયા પછી હતી તેવી ને તેવી જ વિશ્લેષા.

વિજ્ઞાન, નાટક, કાવ્ય, સર્જન, સંગીત અને ગરબાના પંચામૃતમાં નિમગ્ન વિશ્લેષા પુરસ્કારોની વણજાર તો પામી પણ સૌને સહ ભાગીદારી બનાવ્યાં. તેની વિમાન પ્રવાસની ઝંખના

પુરી થઈ. પરંતુ માતા - પિતાના વિમાન પ્રવાસની વાત પ્રભુ પર છોડી વિદાય થઈ...

એમ કહો કે ઓલ રાઉન્ડ ધ વિશ્લેષા જીવી ગઈ અને આપના સૌના હૃદય વિશ્વમાં અમર પણ બની ગઈ સાથે અનુપમ લાગે. “ છોકરા - છોકરી એક સમાન વિધાનને પોતાના પરિવાર અને જરૂરીયાત મંદો માટે તેને ૧૦૦ ટકા સિધ્ધ કર્યું. આપણી દિકરી વિશ્લેષાને સત સત વંદન સાથે તેના પરિવાર અને સમાજે તેની શ્રધ્ધાંજલી રૂપે કરેલ આ સત્ય કાર્યને આભાર અભિનંદી એક વિકલાંગ વ્યક્તિ તરીકે દ્દઢતાથી એટલું જ કહીશ કે આવા કાર્ય વિકલાંગ વ્યક્તિઓને સમ્મલિત કરશે અને બિન વિકલાંગોને પોતાના સમાજમાં વિશ્લેષાની જેમ સંમ્મલિત કરશે.

એજ લિ.

પ્રો. ભાસ્કર વાય. મહેતા

સ્થાપક સામાન્ય મંત્રી

સા.જિ.શાખા, ઈડર

મો.નં. ૯૪૨૬૦ ૬૦૬૫૯

શ્રધ્ધાંજલી

“ સંગીત, શિક્ષણ ને વાણીની ત્રિવેણી તરી ગઈ વિશ્લેષા ”

વિશ્લેષા અને પ્રાર્થના જાણે કે એક સિક્કાની બે બાજુ બની ગયેલી. સંસ્થામાં સમર કેમ્પ હોય, કોઈપણ પ્રોગ્રામ હોય, સંસ્થામાં પ્રાર્થના તો વિશ્લેષાની જ ! અને જે પ્રોગ્રામની શરૂઆત સારી તો પ્રોગ્રામ પણ સફળ જ થાય. પછી તે જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ કેમ ન હોય પરંતુ વિશ્લેષાની. પ્રાર્થના સહુકોઈને ડોલાવી દેતી. આજે એક વર્ષથી અમો આ સંગીત સાંભળવા માટે બેચેન છીએ. આ ઓટ પછીની ભરતી ક્યારે આવશે?

શિક્ષણમાં વિશ્લેષા વિકલાંગતા ક્યાંય આડે આવવા દીધી જ નહીં. પપ્પા પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાથી પાયો ખૂબ પાકો અને પછી નિશાબેન અને ભાસ્કર મહેતા તાલીમથી વિશ્લેષાની ગાડી પાટા ઉપર દોડતી થઈ ગઈ. પછી તો હીરો ક્યાંય છુપાવ્યો છુપે નહીં તેમ દરેક શાળા, કોલેજમાં તેને એક પછી એક હીરાઘસૂઓએ તેના પાસાઓને ઘસી ઘસીને તેને કોહીનૂરથી કમ નહીં બનાવી દીધી. અને એક સફળ શિક્ષિકા સ્વરૂપે તેની રોશની આપતી રહી.

૧૯૯૫ માં બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય કક્ષાની ૧૮ દિવસીય તાલીમમાં વિશ્લેષાની સાથે એસ્કોર્ટમાં માટે જવાનું થયું. અમારે સૌએ બિલકુલ અનિચ્છાએ સાહેબના હઠાગ્રહથી જવું પડેલું. પર્સનાલીટી ડેવલપમેન્ટ અને ઓફિસ મેનેજમેન્ટની આ તાલીમમાં સોળ દિવસો પસાર કર્યા પછી સત્તરમા દિવસે બધા જ લોકોની લેખીત પરીક્ષા હતી. આ સમયે ત્રીસેક બહેનો પરીક્ષા આપી રહી હતી. તેની પરીક્ષા ખંડની વ્યવસ્થામાં મેં પણ મદદ કરેલી. પરિણામ આવ્યું તો સૌથી વયમાં નાની વિશ્લેષા પરીક્ષામાં પ્રથમ હતી. તેના આયોજકોને પરિણામ આવ્યું તો સૌથી વયમાં નાની વિશ્લેષા પરીક્ષામાં પ્રથમ હતી. તેના આયોજકોને પરિણામમાં શંકા જન્મી. તેમણે વિશ્લેષાને રાત્રે ૧૦ વાગે બોલાવી સાથે હું પણ ગઈ. આ બંને જવાહર કોલ સાહેબ અને એ.કે.મિત્તલ સાહેબે એક પછી એક પ્રશ્નો પૂછવા માંડ્યા અમે બંનેના આશ્ચર્ય વચ્ચે વિશ્લેષાએ બધા જવાબો સંતોષકારક આવ્યા. બાદમાં આ બંને આયોજકોએ મારી માફી માંગી કે બેન અમોએ તમારી કામગીરીની પ્રશંસાને બદલે શંકા કરી પરંતુ આ નાનકડી છોકરી આટલી બધી હોશિયાર હશે તેની અમને કલ્પના જ ન હતી. બીજા દિવસે શીધ્રુવક્તૃત્વ સ્પર્ધા હતી. વિશ્લેષાએ વિચાર્યું કે આ બધી જ બહેનો મારાથી મોટી છે. કોઈ પી.એચ.ડી છે. તો કોઈ એલ.એલ.બી. તો કોઈ ડોક્ટર કોઈ મોટી નેશનલ બેંકમાં ઓફિસર છે. તેણે તેનું નામ ન લખાવ્યું. જ્યારે મને ખબર પડી તો હું તેને લઈ આયોજકો પાસે ગઈ. તેઓએ પ્રથમ તો ના પાડી પરંતુ મારી વિનંતીથી એક તક આપવા તેઓ તૈયાર થયા પરંતુ તે શરતી ! વક્તૃત્વનો વિષય હતો બહેનોની અલગ સંસ્થા હોવી જોઈએ કે નહીં? હોવી જોઈએ ઘણા લોકો હતા. માટે વિશ્લેષાએ ન હોવી જોઈએ. તે વિષય પર બોલવું પડશે.

અમોએ આ શરત મંજુર રાખી. હવે સ્પર્ધા વચ્ચે ફક્ત ટી બ્રેક જ હતો. તેમાં વિશ્લેષાએ અને મેં ચાર - પાંચ મુદ્દા વિચારી રાખ્યા કે શા માટે મહિલાઓની અલગ સંસ્થાની જરૂર નથી. સ્પર્ધાની શરૂઆત

થઈ. તો અમારા સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે સૌથી પહેલું નામ વિશ્લેષા જાની હતું. મને લાગ્યું કે કસોટી શરૂ થઈ ગઈ. સૌ વિશ્લેષાની વાણી અને અમારા બંનેના વિચારો એ ખૂબ જ સરસ ટૂંકું મુદ્દા વાઈઝ રજૂઆતો કરતી ગઈ અને ખરેખર ! તો તેની અલંકારત્મક મીઠી વાણીએ લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા. તે પછી ઘણી બહેનોએ તેમનાં વક્તવ્ય આપ્યાં પરંતુ વિજય તો વિશ્લેષાની વાણીનો જ થયો. બધા જ લોકોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વિશ્લેષાના વિજયને વધાવ્યો.

વયમાં નાની વિશ્લેષાને આ શિબિરમાં (૧) લેખિત પરીક્ષામાં (૨) વક્તૃત્વમાં બંનેમાં પ્રથમ નંબર મળ્યા તે પણ રાષ્ટ્રકક્ષાએ. પછી તો વિશ્લેષા AI.C.B. દિલ્હી જે રાષ્ટ્રીયકક્ષાનું મહિલાઓનું સંગઠન છે. તેમાં કારોબારી સભ્ય તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું.

આજે કોમ્પ્યુટરનો યુગ છે તો વિશ્લેષા તેમાં પણ પાછળ ન રહેતાં ઘરે કોમ્યુટર વસાવી તેની તાલીમ મેળવી NET ઉપર પોતાના સાથી મિત્રો સાથે મળીને સમયની સાથે કદમ મિલાવી આગળ વધતી જ રહી. તેના મૃત્યુ સમયે તેના ગામના એક જયાબેન સુથાર બહેન ખૂબ રડતા રડતા બોલતા હતા કે અરે ! હવે અમને અમારા દિકરા સાથે વાત કોણ કરાવશે ! કારણ કે વિશ્લેષા અઠવાડિયે એકવાર આ લોકોને તેમના દિકરા સાથે નેટ પર મળાવતી.

અરે ! અમારી અંગત સ્વાર્થની વાત કરૂ તો અમો પતિ પત્નિ વિચારતા કે અમારા પછી આ સંસ્થાના સેવારૂપી યજ્ઞને નિશ્વાર્થભાવે કોણ આગળ ધપાવશે? તો અમારી પહેલી નજર વિશ્લેષા તરફ જ જતી. અમે ખૂબ જ આત્મવિશ્વાસથી છાતી ઠોકીને કહેતા કે સાબરકાંઠામાં સંચાલકોની કોઈ જ ખોટ નહીં પડે પરંતુ વિશ્લેષા અમારી આ ઈચ્છા અધુરી મૂકી અમારી આગળથી વિદાય લઈ ગઈ. અને સંસ્થાએ એક જ ખૂબજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી, મહેનતું, નિશ્વાર્થ, ભાવનાવાળી એક સફળ મહિલા નેતા ગુમાવી. જેની ખોટ ફક્ત જિલ્લા ને જ નહીં રાજ્ય અને રાષ્ટ્રને પણ પડી.

અમને હંમેશા બીજા મમ્મી પપ્પા કહેતી વિશ્લેષા વિષે લખીએ તો શું લખીએ અને શું ના લખીએ...

એજ લિ. પ્રવિણા ભાસ્કર મહેતા

સહમંત્રી એન.એ.બી., ઈડ૨ સા.જિ.શાખા, ઈડર

૭, આનંદનગર, ઈડર.

नम आंखो में तैरता वह चेहरा

प्रति वर्ष आते - आते छात्रों का प्रवाह मुझे एक प्रतिति करवाता है कि बहती नदी का प्रवाह है और शिक्षक घाट का पत्थर वह अपनी जगह पर स्थिर ईस वेगवान प्रवाह को देखता रहता है । हंमेशा कुछ लहरें उसे भिगों जाती है तो कभी कुछ भीतर तक आत्मावित करती हुई उस पर हमेशा के लिए अपने निशान छोड़ जाती है । विश्लेषा मनोबल पर हंमेशा - हमेशा के लिए अंकित होनेवाली ऐसी ही एक कल - कल करती हुई लहर थी

मुझे याद है प्रथम वर्ष बी. ए. पहले पीरीयड में जब मैंने छात्रो का परिचय लिया था । सुनकर मैंने कहां था " तुम्हारा नाम बड़ा ही सुंदर है । " जैसे जैसे वह मेरे संपर्क में आती रही तब तब मुझे लगता रहा कि केवल उसका नाम ही नहीं, उसका पूरा व्यक्तित्व भी बहुत खूबसुरत है एक होनहार छात्र की तरह वह क्षेत्र में अव्वल थी । पढाई के साथ - साथ वह वक्तृत्व या काव्य- पाठ स्पर्धा हो, गीतों की स्पर्धा हो प्रथम आती ही थी । हिन्दी के कार्यक्रमो काम बडी ही कुशलता से संचालन करती थी हिन्दी के कार्यक्रमों का बडी ही कुशलता से संचालन करती थी । बहुमुखी प्रतिभा के धनि ऐसी लधु - शोध प्रबंधु लिखा तब मैंने पाया कि उसमें साहित्य की गहरी समझ है, लिखनेकी सूझ है

गीत - संगीत तो उसकी रक्त मज्जा में बसा हुआ था । उसके साथ गीत - संगीत के कई बड़े- बडे कार्यक्रम किये चाहे वह निराला ज्यंति पर आयोजित सखी वसंत आया हो " या मध्यकालीन कलियों की कविता पर आधारित ढाई अक्षर प्रेम का हंमेशा उसने अपना उत्तम प्रदर्शन किया है महीनों तक होनेवाली प्रेक्टीस में वह लगातार बडे अनुशासन के साथ आती मधुर ध्वनि के साथ बजती रहती है । मगर ईन

रही उसकी गाई हुई रचनाये आज भी कानों में रचनाओं में सबसे अधिक मुझे अत्यंत प्रिय थी कबीर साहब की रचना ' झीनी- झीनी बीनी चदरिया..... ' जब भी अवसर मिलता में उससे वह गवाती थी । जब - जब मैंने उससे सूना मुझे इस रचनाने नये ढंग से भिगोया है ।

अंतिम बार जब मेरी मुलाकात उसके स्कूल में हुई तब मैंने उससे कहा था, " विश्लेषा एक बार तुमसे झनी- झीनी बिनी चदरिया फिर सुनना है मैं तुम्हे घर आउंगी मगर........ कबीर साहब कहते है ईस चादर को सीने में सांई को दस माह लगे है । उसने ठोक बचाकर ईसे वुना है।

मुझे लगता है कि उस परमात्मा रुपी कुशल कलाकारने ईस चदरिया को ठोक बेकुर ही बड़ी ही जतन से बनाया होगा और वह उसे ईतनी भा गई कि समय से पहेले बहुत ही जल्दी उसने उसे समेरकर अपने अधिकारमें ले लिया । हर बार कबीर साह का यद पद पढाते या सुनते समय ईस रचना में रचमाला विश्लेषा का चहेरा मेरी नम आंखो में तैर जाता है ।

डॉ. मृदुला पारीक

हिन्दी विभाग

आर्टस अॅन्ड कोमर्स कोलेज,

ईडर- ३८३४३०

અભિપ્રાય

ચંદ્રકાન્ત બી. કાસોદરિયા

એમ.કોમ.બી.એડ.

નિવૃત્ત ઉ.મા.શિક્ષક

બી. - ૩૦૧ શાયોના તિલક -૩

ગોતા જગતપુર રોડ,

ગોતા, અમદાવાદ -૩૮૨૪૮૧

વિશ્લેષા એટલે અસ્મરણીય વિભૂતી, સ્નેહાળ, અને મિલનસાર સ્વભાવ તથા સંગીતરી એવી વિશ્લેષા કયારેય ભૂલાશે નહીં દરેક જણ (વ્યકિત) ને ઓળખવાની ગજબની શક્તિ તેની પાસે હતી અને દરેક સાથે દોસ્તી બાંધવા અને સંબંધો રાખવા તેણી હંમેશા તત્પર રહેતી તેની જ્ઞાન મેળવવાની ઝંખના ખૂબ જ તીવ્ર હતી. તેણીના માનવીય ગુણો અવર્ણીય હતા. બીજાને મદદરૂપ થવાની તેની ભાવના ખરેખર પ્રસંશનીય હતી. તેણીએ મને પર વર્ષ (બાવન) ની ઉંમરે પણ હાર્મોનિયમ શીખવી શિદ્ધ કરી બતાવ્યું હતું કે કલા અને ઉંમર સાથે કોઈ સંબંધ નથી ગમે તે ઉંમરે ગમે તે કલા શીખી શકાય. આજે તે ભગવાનને પ્યારી બની ગઈ છે પણ ડગલે ને પગલે યાદ આવતી રહે છે. ઈશ્વર તેને નવજીવનમાં પણ એવા જ ગુણો ભરે એવી ઈશ્વર ચરણે પ્રાર્થના આપણને બધાને તેની ખોટ કાયમ માટે સાલશે. પણ ઈશ્વરને આપણા કરતાં તે વધારે વ્હાલી હતી માટે તેમણે તેમની પાસે બોલાવી લીધી. ઈશ્વરને જે ગમ્યું તે ખરૂં.

વિશ્લેષાને મારી સહૃદયી શ્રધ્ધાંજલિ.

લી.

ચંદ્રકાન્ત બી. કાસોદરિયા

વસમી વિદાય વિશ્લેષાની

ધોરણ પાંચમાં ભણતી બડોલીની વિશ્લેષાના અંધત્વનું તબીબી પ્રમાણપત્ર મળતા તેના શિક્ષણનું કામ અંધ વિદ્યાર્થીની તરીકે સામાન્ય શાળામાં પ્રવાસી અધ્યાપિકા તરીકે મને સોંપાયું. પ્રથમ પરિચયે જ તેની જીજ્ઞાસાવૃત્તિ તેની તેજસ્વીતા અને જીદ્દીન પ્રવૃત્તિનો અહેસાસ થયો. હું રસોઈ શીવખા તો તે ન હોત અને તેની મમ્મી રસોઈ શીખવાડે તો તેની દાઝી જવાની આરાંણ કેટલી વ્યાજબી હશે તે તો કોઈ ના કહી શકે પણ વિશ્લેષા આ અવઢવમાં રસોઈ ના શીખી શકી તે ના જ શીખી શકી. તેના અપરિણીત રહેવાનુંઆ પણ એક સંભવિત કારણ હોઈ શકે.

ખૂબ વાચાળ સતત પ્રશ્નો પૂછતી અરે ! કયારેક ફીઝીયોબોજી હોઈજીન અને શરી ૨ માટેના તેના પ્રશ્નો ભણાવનારને પણ મૂંઝવી દે તેવા હોય અને છતાં તેનો જવાબ ન મળે ત્યાં સુધી તેને કોઈ સંતોષ નહી. હજી હોર્મોન્સ વિશેનો તેનો પ્રશ્ન મારા મનમાં ગુંજયા કરે છે.

વિજ્ઞાન, સંગીત, કવિતા નાયક, લીડર શીપ વગેરેમાં તેની આવડત કેવળ તેના માટે નહી પણ સૌ માટે આગળ વધવામાં ફળદાયી નીવડી અમે સાહેબ સામે કેટલીકવાર ના બોલી શકીએ પણ તે બોલી પણ શકે. સંસ્થાના નિવાસી કેમ્પમાં રહેવાના નિયમને તેની સામે ઝુકી જવું પડ્યું તેનું કારણ તેના શિક્ષણ મેળવવાનું લક્ષ્ય અને તાજેતરમાં જ અંધત્વની પ્રાપ્તિ હતું. વિવિધ કારણોસર જયારે અમે બહાર જઈએ ત્યારે સ્વ. વિશ્લેષા એક દિલદાર ઉસ્તાહી અને તમામ કામમાં ભાગ લેતી વિદ્યાર્થીની તરીકે અનુભવાયું. વિદ્યાર્થીનીનો સંબંધ કયારે મિત્રતામાં પરિણમ્યો તેની મને પણ ખબર નથી.

સંસ્થામાં અમારી સાથે તે આજીવન સભ્ય તરીકે, કારોબારી સભ્ય તરીકે છેલ્લા એક - બે વર્ષ સહમંત્રી તરીકે અમારી સાથે જોડાઈ તે બીજાના હક્કો માટે જાગૃત રહેતી અને જરૂર પડયે લડતી પણ ખરી. અમે સૌ તેને લગ્ન માટે પ્રોત્સાહિત કરીએ ત્યારે સ્પષ્ટવાદી હોવા છતાં તે કહી દેતી બેન એ થવાના હશે તો થશે. અત્યારે વાત નો છેડો મુકો. તેની રમતિયાળ પ્રકૃતિ તથા પ્રેમથી લાગતા વળગતા સૌ પરની દાદાગીરી દાદ માગી લે તેવા હતા. વજ્ર પસંદગીની બાબતમાં તે ચીવટ ન રાખે પણ સૌના સૂચનને શાંતિથી સાંભળી અમલ કરે. પણ બીજાના ડ્રેસની બાબતમાં તે હંમેશા જાગૃત રહે. ખાવા પીવાની શોખીન સ્વ. વિશ્લેષા પાણીપુરીની ભકત હતી. ટૂંકમાં તેનું જીવન બી જ રીતે પરિપૂર્ણ હતું જાણે કે બૂઝતો દીવો વધુ પ્રકાશ તેમ સૌની કલ્પના બહાર તેણે જીવન પર

અને મોત ૫૨ પણ જીત મેળવી. તે હતી ત્યારે આપણા સૌની હતી આજે તે સદેહે નથી ત્યારે પણ આપણા સૌની રહેશે.તેના મૃતદેહને જોતા એમ લાગતુ કે હમણાં બહેનો નહી પણ સૌ બહેનો સ્વ. વિશ્લેષામાંથી પરિશ્રમ સૌને આનંદમાં રાખવાનો સ્વભાવ માતા પિતા માટે પૂત્ર બની તેમના કોડ પુરા કરનાર સંતાન થવાના ગુણો સ્વીકારશે તો તે સાચી શ્રધ્ધાંજલિ સાથે વૃધ્ધાશ્રમો અદૃશ્ય કરશે અને માતા પિતાની ઠરેલ આંતરડી સૌ સંતાનોને આશીર્વાદ આપશે. વિદ્યાર્થીની છતાં અમારી અધ્યાપક બને સ્વ. વિશ્લેષા અમર રહો તેવી પ્રાર્થના...

ડૉ. નિશા એમ. તાજપુરીઆ

સહમંત્રી, એન.બી.એ.બી.સા.જી.શા.

ઈડર.

અભિપ્રાય

જયશ્રી મગનલાલ મિસ્ત્રી

ઉપપ્રમુખ,

રાષ્ટ્રીય અંધજન મંડળ

સા.કાં. જી. શા. ઈડર

મો. ૦૯૪૨૬૭૨૭૮૯૩

મને દીદી માનતી, મારી સાથે સંસ્થામાં ઘરે હું પડોશી હોવાને કારણે સતત સંપર્કમાં રહેતી, કયારેક હું ટેલીફોન ન કરું તો મારા પર ચિડાતી વિશ્લેષા અમારા સૌની વાલી દિકરી હતી. તેણે બી.એડ્. પ્રવેશમાં મારા જેવો જ સંઘર્ષ કર્યો પણ જીત તો ચિ. વિશ્લેષાની જ થઈ. તેનું પ્રધ્યાપક થવાનું સ્વપ્નું ભલે અધુરૂ રહ્યું પણ એક સફળ વ્યકિત તરીકે સ્વ. વિશ્લેષા દિલદારી થી જીવી થઈ. સૌને પ્રસન્ન કરી ગઈ અને જાણે કહેતી ગઈ “ મસ્તીથી જીવો, મા પ્રભુ તમારો ખ્યાલ રાખશે

ઠાકર રાજેન્દ્રપ્રસાદ ચીમનલાલ

પ્રાધ્યાપક

મુ.પો.રણાસણ, તા.તલોદ

રાષ્ટ્રીય અંધજન મંડળ, સા.જી.સા., ઈડર.

" વિખૂટી પડતી કડી " એટલે વિશ્લેષા...... !

તા. ૨૭-૧-૨૦૧૪ દાહોદ ખાતે એકાંકી નાટ્ય સ્પર્ધાની ટીમ સાથે પરોઢની ભરનિદ્રાવસ્થામાં હતો. પરોઢિયે ૫.૦૦ વાગે મારા સાથી મિત્રોનો કોલાહલ સંભળાતાં સફાળો ઊઠ્યો અને આજની સવાર મને અંધકાર મય કાળી ચૌદશની રાત જેવી ભાસી. સમાચાર મળ્યા કે આપણી ભૂતપુર્વ વિદ્યાર્થીની વિશ્લેષા જાની હવે આ દુનિયામાં રહી નથી. સમાચાર જાણી ઘડીકભર તો આસમાન તૂટી પડ્યાનો અનુભવ થયો. સવારમાં જ બે બાકળો થઈ, અટવાયો, મૂંઝાયો, એક શબ્દ પણ બોલી શકાયું નહીં. અવાક્ થયો? ધીમે ધીમે સ્વસ્થ થઈ શ્રી ભાસ્કરભાઈ મહેતા સાહેબને ઉતારે પહોંચ્યો સાથે ભાઈશ્રી વિ.કે.સ્વામી પણ હતા. અમો સાહેબને મળ્યા. એક એવું દૃશ્ય સર્જાયું કોણ કોના આંસુ લૂછે. શ્રી તારકભાઈ લુહાર સાહેબ બધાને આશ્વાસન આપતા રહ્યા. થોડીક સ્વસ્થતા મેળવી શ્રી મહેતા સાહેબ શ્રી વી.કે. સ્વામી તથા ડાભીભાઈ ઈડર તરફ આવતા થયા. આખી ટીમ ઉપર અચાનક એક સુનામીનું આક્રમણ થયું હોય તેવું વાતાવરણ સર્જાયું, આજે અમારે એક કૃતિ રજૂ કરવાની હતી. ભાઈશ્રી જે.ડી.પ્રજાપતિ, એસ.બી.રાવલ, જગદીશભાઈ ગઢવી, મનોજભાઈ ભટ્ટ, દક્ષાબેન બ્રહ્મભટ્ટ તથા અનિતાબેન પટેલ ભેગા મળી શોક મગ્ન બન્યા ટીમના બધા કલાકારો ને સ્વસ્થ કર્યા.

સન ૧૯૯૨-૯૩ ની સ્પર્ધામાં અખિલ ગુજરાત અંધજન એકાંકી નાટ્ય સ્પર્ધાની ગુજરાતની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર વિશ્લેષા જાની આ ફાની દુનિયામાંથી વિદાય થયા છે. ઓપનિંગ સેરેમનીમાં ડાયસ પર બિરાજમાન મહાનુભાવોને આ વાતની જાણ કરતાં શ્રી યુસુફી કાપડીયા સાહેબ પણ ગદ્દગદીત અને રૂંધાયેલા કંઠે રજૂઆત કરી અને એક સફળ અંધ વિદ્યાર્થીની કલાકાર વિશ્લેષા જાની મારી નજર સમક્ષ તરવરી અને તેના ભૂતકાળની રજૂઆતોનું ચિત્ર એક ફિલ્મની જેમ મરા માનસ પર અંકિત થયું.

વિશ્લેષા ધો.૧૦,૧૧ માં હતી ત્યારે તેના પ્રવાસી અધ્યાપક તરીકેની જવાબદારી મારા શીરે હતી. એકવાર બડોલી નોડેલમાં એક સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધા હિન્દી ભાષામાં વકતવ્ય રજૂ કરવાની હતી. જેમાં વિશ્લેષાની શિક્ષકશ્રીએ તેનું નામ મોકલી આપ્યું હતું. જેમાં એક હિન્દી પંકિત આવી કંઈ હતી. “ રિશ્તા વનના આસાન છે, વિત્તું ન્યારા મહેનત પક્તી હૈ, ફૈન્સાન મનને ™. ” વિશ્લેષાએ મને કહ્યું. “ સાહેબ મારે શું બોલવું જોઈએ. અને કેવી રીતે રજૂ કરવું જોઈએ. ” ઉપરોકત વાકય પર મેં વકતવ્યની સ્ક્રીપ્ટ બનાવી આપી. વિશ્લેષાએ તૈયારી કરી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

બોર્ડની પરીક્ષાની તૈયારી વેળાએ વિશ્લેષા ધણાં બધાં અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મોંઢે

કરી લેતી. આમ ભણવામાં તેનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. ત્યારબાદ તેને સંગીતનો પણ શોખ હતો. જેના માટે તેમના પપ્પા શ્રી વાસદેવભાઈને મારી વખતો વખતની દરમ્યાનગીરીથી એક હાર્મોનિયમ વસાવાયું એ પહેલાં અમે શાળાના હાર્મોનિયમ પર તાલીમ મેળવતાં કેટલીક ધૂનો મેં શીખવી પછી તેની વધારે જીજ્ઞાસના કારણે અમો એટલે કે હું અને વાસુદેવભાઈ બંનેએ વિશ્લેષા માટે સંગીત શિક્ષક શ્રી નૂરભાઈએ રોકયા આમ સંગીતની અમોએ પ્રેરણા આપી. અને વિશ્લેષા સંગીત વિશારદ સુધી જોત જોતામાં પહોંચી અને વિશારદ સંગીતની પદમી પ્રાપ્ત કરી લીધી.

વિશ્લેષા સ્વભાવે જીદ્દી તો હતો. પણ એની જીન્દ્ સાથે તે ધાર્યું પરિણામ મેળવી શકતી હતી. તેથી જ અમો ઘણીવાર એની જીન્ને શરણે થતા. ટૂંકા જીવનગાળામાં તેણીયે અનેક સિધ્ધીઓ હાંસલ કરી જેમાં સંગીત વિશારદ, બી.એડ., બી.એડે., એમ.એ., વગેરે ઉધાવીઓ પ્રાપ્ત કરી.

એકવાર અમો “ અખિલ હિંદ અંધજન સંગીત સ્પર્ધા ' – જયપુર ખાતે ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું. તેમાં ગુજરાતમાંથી કોઈએ ભાગ લીધો નહતો. પરંતુ આપણા દીર્ધદ્રષ્ટા પ્રજ્ઞાચક્ષુ પ્રો. ભાસ્કરભાઈ મહેતા સાહેબે, વિશ્લેષા, રમેશભાઈ વણકર, ભરતભાઈ વાઘલા વગેરેના નામો મોકલી સ્પર્ધા રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. આ સ્પર્ધામાં રાષ્ટ્રીય અંધજન મંડળ સા.જી.શા. ઈડરનું પ્રતિનિધત્વ મને સોંપવામાં આવ્યું વિશ્લેષાના પપ્પા શ્રી વાસુદેવભાઈ જાની સા. પણ અમારી સાથે જોડાયા હતા. ભલે આપણા કલાકારો નંબર પ્રાપ્ત કરી શકયા નહી પણ ભારતના દરેક પ્રદેશના અંધજન કલાકાર મિત્રોને મળ્યા. જે પ્રસંગ મને બહું જ યાદ આવે.

મારી વિશ્લેષા - અમારી વિશ્લેષા

કુકડીયા મુકામે મારૂ નિવાસ સ્થાન હતુ, અને ત્યાંથી મારૂ ફિલ્ડ શરૂ થતું. મારી નાની દિકરીને ધો.૧ માં દાખલ કરવાની હતી. તેનું નામ નોંધાવવા પ્રાથમિક શાળામાં ગયો અને અમે જેને વની- વનીતા એમ કહેતા તેનું પ્રાથમિક શાળાના પ્રવેશ પત્રમાં વિશ્લેષા નામ લખાવ્યું અને બીજા અઠવાડીયે મારી વિદ્યાર્થીની ને સમાચાર આપ્યા ત્યારે તે ખુશ થઈ. અને કહેવા લાગી કે મારા નામની બીજી એક વ્યકિત પણ છે. ત્યાર પછી વિશ્લેષા જયારે મળે ત્યારે મારી દિકરી વિશ્લેષાને સંભાળે જ ! એમાં ક્યારેય ચુક પડી નથી.

યોગાનું યોગ વિશ્લેષા જાની તા. ૨૭-૧-૨૦૧૪ ના રોજ પોતાનું જીવન સંકેલી સ્વધામ પહોંચી તેના બીજા મહિને એટલે કે તા.૨૩-૨-૨૦૧૪ ના રોજ મારી દિકરી વિશ્લેષા ઠાકર પ્રભુતામાં પગલાં માંડી તેના પતિ ગૃહે પહોંચી આમ બંને વિશ્લેષા મારાથી તો દૂર થઈ જ ગઈ.

વિખૂટી પડતી કડી એટલે વિશ્લેષા એમ હું માનું છું. ચચા નાનો સંચા : મુળા : કહી શકાય વિશ્લેષા જાની એ તો છેલ્લે મૃત્યુમાં પણ જાણે કે જીધ કરી હોય?

પરમાત્મા દિવંગત વિશ્લેષા જાનીના આત્માને ચિર - કાળ શાંતિ અર્પે અને આત્માની ઉર્ધ્વગતિની પ્રખરતા જાળવે એવી પ્રાર્થના સહ કરી કલમને વિરામ આપું છું.

નમસ્તે.

हमने गंवाई प्यारी विश्लेषा... ।

१९९८ का सितंबर महिना, में अपनी बडोली शास्त्रा में बैठा था । नया नया शाखा प्रबन्धक बना था, वो भी सामान्य से कम उम्र में, काम का जोश भी अचानक देखा, एक दुबली सी लडकी शाखा मे प्रवेश कर रही है १५-१७ साल जितनी उम्र, दुबली सी, आंखो पर नजर का चश्मा एक दूसरी दुबली सी छोटी लडकी का हाथ थामे हुए प्रविष्ट हुई विश्लेपा से ये पहला परिचय था

वो आकर सामने की कुर्सि पर बैठी अपना परिचय दिया, अपनी संस्था का परिचय दिया प्रज्ञाचक्षु लोगो के लिए झन्डा दिवस बनाना है इसके माध्यम से वित्तीय सहायता संग्रह करना आदि के बारे में बताया बैग मे से रसीद बुक निकाली मैंने तभी जाना की विश्लेषा की सामान्य सी दिखनेवाली आंखों में रोशनी सामान्य से काफी कम थी बाद में पता चला की विश्लेषा जन्मसे तो देख सकती थी बाद रेटिनाईटिस पिग्मेण्टोजा की वजह से धीरे धीरे रोशनी कम होती गई

मैने पाया की बहुत कम रोशनीवाली ईस दुबली सी लडकी मे आत्मविश्वास की कोई कभी नही थी मैने शाखा में स्टाफ को डोनेट करने के लिए कहा स्वयं भी कुछ किया । मैने संस्था को दखेने एवं श्री भारकर महेता साहब से मिलने की इच्छा बताई विश्लेषा ने तुरंत ही बताया की आगामी शनिवार की दोपहर बाद मे हम ईडर जा सकते थे बडोली मे मेरा आना जाना ईडर होकर की होता था मेरे लिए बडा सुगम था शनिवार को विश्लेषा मुझे ले गयी भास्कर साहक से मिलाने मै बहुत अभिभूत हुआ बस यही से शुरु हुआ मेरा सफर अपने प्रज्ञाचक्षु मित्रो के साथ काम करने की, प्रज्ञाचक्षु मित्रो के हेतु के लिए काम करने की इच्छा के मूर्त रुप का

परिचय बढा तो पता चला की ये छोटी सी विश्लेषा हिन्दी मे अम.ओ. कर चुकी थी और बी. ओड्. करने के लिए संघर्ष करके विजयी हुई थी और गुजरात की गीनीचुनी महिला उम्मीदवारो मेसे एक थीा नेत्रहीन बी. अड्. करनेवाली लडकी थी समय गुजरता रहा, मेरा संस्था से लगाव जुडाव बढता रहा और साथ ही विश्लेषा, भास्कर साहब आउर अन्य लोगो से भी समय के साथ मे विश्लेषा के परिवार से भी जुडा विश्लेषा के मम्मी पापा से भी मेरा बहुत जुडाव हुआ । विश्लेषा की दोनों बहिनों से भी मेरा परिचय हो गया विश्लेषा के भानजो, भानजियों से भी बाते होती थीळा परिवार के एक सदस्य की शांति जुड गयाा समय की दरिद्रता ने मिलने के अवसर बहुत कम दिया, दूर दूर स्थांनातरण हुए मगर बिशु और परिवार से, भास्कर साहब से और संस्था के फोन के माध्यम से संपर्क यथावत रहाळा बैंक मे मेरा प्रोमोशन भी होता रहा, मगर विशु के परिवार के लिए मेह मे कोई परिवर्तन नहीं

विश्लेषा मेरे लिए प्रेरणा थी इस आंदोलन में जुड़ने और काम करने की मैं कुछ आगे भी सोचता था, कहता था विशु, हैंडीकैप्ट लोगो को सरकार से भी पूरा न्याय नहीं मिलता, इसके लिए लडाई लडनी पडती है मै अपनी सर्विस पूरी करके इस क्षेत्र मे काम करूंगा नेत्रहीन या विकलांग होना अपराध नहीं है ये मात्र एक अवस्था है और समाज और सरकार का दायित्व है की वो अपना कर्तव्य निभाए मैं समय पर उस से बाते करता था और वो कहती थी की कुछ भी करके आपको प्रतिदिन किसी न किसी रुप में किसी विकलांग भाई की मदद का मौका मिल ही जाता है मै जवाब देता अगर चाहो तो बहुत काम है करने को, इच्छा होनी चाहिए एकदिन वो भी आयेगा जब भारत में किसी अंधजन मण्डल की जरुरत नहीं रह जाएगी... मैं तो उस दिशा में भी सोचता हूं और काम करना चाहते हूं जहां जन्म से पहले से ही अच्छी द्रष्टी को सुनिश्चित किया जा सके... बहुत कुछ चर्चा होती रहती थी, केन्द्र में होती थी किस तरह अंधत्व एवं विकलांगता से डला जाए, उसे खत्म किया जाए

मैं कल्पना करता की आने वाले समय में अपनी पारिवारिक कर्तव्यों को पूरा करने के बाद, अपने वानप्रस्थ के लिए ये संस्था, ये क्षेत्र, बहुत ही अच्छा रहेगा जब समाज के उस वर्ग की सेवा मूर्त रुप में होगी जिसका वो हकदार है कानून की डिग्री, बैंक के सीनियर पोजिसन मे काम का अनुभव तथा भामाशाही के साथ संपर्क आदि का अच्छा उपयोग हो पाएगा मुझे पता था कि विश्लेषा इस आंदोलन मे काम करने के लिए प्रेरणा ही नहीं निर्देशन भी दे रही है । भास्कर सर का लगाया वट वृक्ष कबीर चड की भांति फैल रहा है, विश्लेषा इस लीडींग फोम दे

मगर, समय का एक क्षण... सब कुछ बदल कर चला गया है प्रभु ये क्या कर डाला... विश्लेषा की आवश्यकता तो इस समाज को थी, उसकी दूर द्रष्टि की जरुरत संस्था को थी उसके आत्म विश्वास और व्यक्तित्व की आवश्यकता थी ताकि और भी लोग प्रेरित होकर अपने मित्रों की सेवा के लिए जुड़े.... क्यों बुला लिया उसे इतना जल्दी... तू तो भगवान है, तेरे पास क्या कमी थी अच्छे लोगो की... कमी तो इस संसार मे है... विश्लेषा मरी नहीं है... विश्लेषा जिंदा है... विश्लेषा हंमेशा जिंदा रहेगी.. हमारे दिलों में, हमारे कामों में हमारे मिशन में... बस अब एक ही इरादा है... संस्था की विशु की कमी महसूस नहीं होने दूं, कम से कम अर्थ संग्रह के काम मे..

वी मिस यु विशु, वि मिस यु वेरी मच... अवर ईन्स्टीटयूशन विल मिस यू.. वट, मिशन बिल नोट मिस यू..मिशन विल गो ओन.....

अमरसिंह परिहार

पूर्व ब्रान्च मेनेजर बडोली.

અલ્લડ છતાં વ્હાલી વિશ્લેષા..

બ્રહ્મ મુહુર્તમાં અજ્ઞાત વ્યાકુળતાના કારણે જાણે ટેલીપથી થતી હોય તેમ તે દિવસે હું વ્યાકુળ થઈ વહેલી ઉઠી. સ્વસ્થ થાઉં ન થાઉ ત્યાં ટેલીફોનની ઘંટડી રણકી અને આવા સમયે ટેલીફોન આવે એટલે અશુભના ભણકારા થાય અને આ ભણકારાને સત્ય સિધ્ધ કરતા શ્રી ભાસ્કરભાઈ મહેતાએ વ્યથિત સ્વરે કહેલા સમાચારને વિશ્લેષા આપણને છોડીને પ્રભુને પ્યારી થઈ ગઈ. અને તેના માતાપિતાના સંતોષ માટે ઈડર સિવિલમાં લાવવામાં આવે છે. પળવાર તો ભાસ્કરભાઈના સમાચાર મજાક લાગી પણ આવી કુમળી કળી માટે કોઈ આવી મજાક કરે વિચારી મેં પ્રવાસી શિક્ષક શ્રી દિનેશભાઈ જાનીનો સંપર્ક કર્યો અને સમાચારની ખરાઈ જાણી અકથ્ય દુઃખ થયું અને મારા પતિને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી કોણ કોને આશ્વાસન આપે? અને હંસામાસીના મને ઉદ્દેશીને કહેવાયેલા શબ્દો “ સોનલ મારો પોપટ ઉડી ગયો ” આજે પણ મને વ્યથિત કરે છે.

બપોરે હું તેણીના ઘરે તેમના મમ્મી પપ્પાને આશ્વાસન આપવા ગઈ ત્યારે ત્યાં લોકોનાના મોઢે વિશ્લેષાની વાતો સાંભળી મને થયું રોજ વિશ્લેષાને જીવનમાં કપડાંની પસંદગીથી માંડીને મિત્રોની પસંદગી સુધી હું મોટી હોવાને નાતે સલાહ આપનારી હું તેની આગળ ખુબ જ વામણી હતી. તેની સ્કુલ હોય, સ્કુલના સ્ટાફ મિત્રો હોય કે વિદ્યાર્થી દરેકની પ્રિય એવી વિશ્લેષા તેના કામ કરવાના સ્વભાવથી તેના પ્રેમથી સર્વના દિલ જીતી લેનારી હતી. પ્રિન્સીપાલના શબ્દો કે પ્રિન્સીપાલ હું પરંતુ તે લગતું દરેક કામ વિશ્લેષાનું..

એક અંકીતા નામની છોકરીનું કલ્પાંત કે મારી તો મા તી રહી અંકીતાને ભણવાની ફી હોય કે તેના કપડાં લાવવાના હોય કે ઘરમાં રાશન લાવવું હોય તો વિશ્લેષા કેવી રીતે મદદ કરે તે કોઈને પણ ખબર ન પડે.

કોઈનું કહેવું હતું અમારે મા દીકરીને બનતું ન હોતુ તો વિશ્લેષાએ અમને એક કર્યા કોઈના ઘર સંસારમાં કલહ હોય તો તેમાં પણ તે સમાધાન કરાવતી વિશ્લેષા અંગે આટલું બધું સાંભળ્યા પછી મને લાગ્યું કે મે વિશ્લેષાને એક નાની છોકરી સમજીને બહુજ મોટી થાપ ખાધી છે. ઉંમરે નાની હોવા છતાં સમજદારી એક પ્રૌઢને શરમાવે તેવી હતી.

મને વિશ્લેષા નિર્દોષ, પ્રમાણમાં અલ્પ પરિપકવ, અલ્લડ હોવાનું સતત આભાસ થતો હું જાણે લોકો માટેની ફરિયાદો કરવાની તેને માટે જીવંત ફરિયાદ પેટી હતી. કોઈના પણ માટેની ફરિયાદ ભોળાભાવે ખુલ્લા મને મને કરતી અને કયારેક હું તેને સમજાવતી તો અકળાઈને હું જેની ફરિયાદ કરી હોય તેનો પક્ષપાત કરૂ છું અથવા ઉપરાણું લેતી હોઉં તેવો આક્ષેપ કરતી. વિશ્લેષા આજે પણ સૌહ ન હોવા છતાં તે સંભળાય છે.

વેલેન્ટાઈન ડે હોય કે બર્થ - ડે હોય ટેલીફોન અને એસ.એમ.એસ. માં સદા સર્વ પ્રથમ રહેતી વિશ્લેષાની કોઈપણ હરકત અમને ભૂલ ન લાગતી. કિંતુ તેમાંથી સતત સુધા૨વાનો અમે પ્રયત્ન કરતા કારણ કે અમને ના બાલીશ જ દેખાતી.

બાલીશ વિશ્લેષા એન્ડ્રોઈડ મોબાઈલમાં શિક્ષણમાં મારી ગુરૂ બની, મોડી પણ જન્મદિનની શુભેચ્છા પાઠવી મને તેની આ અંતિમ ભેટ હતી.

મને મારા એક મિત્રએ તેના અંગત જીવનની વાત કોઈને ન કહેવાની શરતે કરી હતી તેથી મે વિશ્લેષાને પણ તે વાત કરી નહીં પરંતુ તેને જયારે બહારથી સમાચાર મળ્યા ત્યારે તેણે મને ફોન કરી નારાજગી વ્યકત કરી આ તેની અંતિમ નારાજગી હતી અને જેનો ખુલાસો થતાં તેની નારાજગી દૂર પણ થઈ હતી. આ તેની સાથે અંતિમ વાત હતી. જે તારીખ ૨૬ જાન્યુઆરી હતી. અને ૨૭ મી ની સવાર આ ગોઝારા સમાચાર સાથે આવી.

ઉત્તમ વ્યકિતત્વય ધરાવતી સ્પષ્ટ વકતા બિંદાસ્ત જીવન જીવતી ખુશ ખુશાલ અને પ્રજ્ઞાચક્ષુ વ્યકિતને સ્પર્શથી ખ્યાલ આપવા ઈચ્છતી વિશ્લેષા આ બાબતમાં સમાજની ચિંતા નહતી કરતી. એક વખતે તેણે ફિધર્સ કટ વાળ કરાવ્યા બાદ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ માનદ સામાન્ય મંત્રીશ્રીને બતાવ્યા પાછળ તેનો ઈરાદો પૂર્ણ અંધ વ્યક્તિને પ્રત્યક્ષીકરણ નો હતો.

આરંભમાં બાપની દરકારથી મોટી થયેલી વિશ્લેષા પ્રોઢાવસ્થામાં તેના મા બાપને માટે શ્રવણકુમાર બની તેમની કાળજી લેતી. તેમને ચાર ધામની યાત્રા પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કરાવી. મા બાપને તકલીફ હોય તો ઈડર ડોકટર પાસે લઈ આવતી પરંતુ તેને પોતે કયારેય પોતાના માટે ડોકટરના દરવાજે ટકોરા ન દીધા. મને આજે પણ અફસોસ થાય છે કે તેણે મને બે મહિના પહેલા ડાબા પડખે. દર્દ હોવાનું જણાવ્યું હતું પણ મને તે સમયે કેમ વિચાર ન આપ્ કે હું તેને ડોકટર પાસે લઈ જાઉં. કદાચ મને તેવો સદ્વિચાર આવ્યો હોય તો કદાચ તે થોડું વધુ જીવી હોત.

આ બધુ હોવા છતાં તે જીવી ગઈ જીવી પણ ગઈ અને આપણા સૌના દિલ દિમાગમાં એક સુશિક્ષિત તેજસ્વી મહિલા તરીકે અમર થઈ ગઈ આજે એ નથી ત્યારે અમારા એ સ્વર્ગે સિધાવેલ બાલગુરૂનું કે જેણે અમને અમારી સલાહ, માર્ગદર્શનની ફી પેટે ઘણી નવી વાતો શિખવાડી જેનાથી લાગે છે કે વિશ્લેષા નું વ્યકિતત્વ અમારા વામન વ્યક્તિત્વથી કંઈક અલગ જ આભાવાળું હતું.

લી.

સોનલ તરૂણાકુમાર દોશી

વ્હાલી વિશ્લેષા...

અંજલિ આપતાં હૈયુ તૂટે, શ્રદ્ધાંજલિ આપતાં શબ્દો ખૂટે, કલ્પી ન શકાય તેવી અણધારી પી વિષ્લેષાબહેને વાસુદેવભાઈ જાની, રહેવાસી બડોલીની ચીર વિદાય સૌના કાળજાં કંપાવી ગઈ.

“ મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે.

મરે છે માનવી, પણ એના કામ જીવે છે. ”

જન્મથી વિવિધ દુ : ખ / સંકટોમાંથી પસાર થઈ આપબળે આગળ વધી કેટલાય વ્યકિતઓના માર્ગદર્શક રહ્યાં છે.

ઈડર જૂથ -૨ ની સભાઓમાં અવારનવાર મળવાનું થતું વિચારોની આપ લે થતી. એવા વિશ્લેષાબહેનનો મિલનસાર સ્વભાવ, કુટુંબ વત્સલતા, પરોપકાર વૃત્તિ, ધાર્મિક ભાવના જેવા મૂલ્યો દ્વારા એમણે જીવન ધન્ય બનાવેલ છે.

રાષ્ટ્રીય અંધજન મંડળ, ઈડર બ્રાન્ચ પ્રત્યેની ઉચ્ચ ભાવના અને તેમના પ્રચંડ પુરૂષાર્થ જેવા મૂલ્યોનું અમ સહુ સ્મૃતિમાં રાખીશું.

પોતાના સાદગીભર્યાં જીવન દરમ્યાન જુદી જુદી શાળા સંસ્થાઓમાં તેમનું યોગદાન અવર્ણનીય છે.

“ રોકી શકયું છે કોઈ કદી, જનારને માત્ર એટલું જ

કે જો જાઓ છો તે અમને ગમતું નથી. "

આપના અવસાનથી માતા - પિતા, કુટુંબ, અંધજન મંડળ તથા યાદકર્તા સર્વેને ખોટ પડી છે.તે પૂરી શકાય તેમ નથી. દુઃખમાં ભાગીદાર બની દિલસોજી પાઠીવએ છીએ.પરમકૃપાળુ પ્રભુ, સદ્ગતના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અભ્યર્થના સહ શ્રદ્ધાંજલિ..

અમો છીએ

શ્રીમતી દીનાબહેન જયપ્રકાશ ગાંધી નિવૃત્ત મુ.શિ.ઈડર શાળા નં. ૪

શ્રી જયપ્રકાશ ચુનીલાલ ગાંધી નિવૃત્ત ઉ.શિ.ઈડર શાળા નં. ૪

કળીયુગ ની શ્રવણ કુમારી...

અંશતઃ અંધ હોવા છતાં વિશ્લેષાબેન શિક્ષકની નોકરી તો કરતાં જ.... પણ સાથે સાથે અંધજનની પ્રવૃત્તિ જેમાં બાળકો ને શૈક્ષણિક સાધનોની કીટ આપવાની હોય કે અંધજન મંડળ નો ફાળો ઉઘરાવવાનો હોય વિશ્લેષાબેન એકલ પડે દોડાદોડી કરતા.... ક્યારેક રજાઓ મુકી ગાંઠના પૈસે દોડાદોડી કરતા એમના જીવનું મૂલ્યાંકન આપણાથી જ ન આંકી શકાય.

એથીય વધુ એમના જીવનનું ઉજળું પાસુ મા - બાપની સેવા છે. જાની સાહેબનું બહારનું કોઈ પણ કામ હોય ટેલીફોન, લાઈટ બીટ હોય કે સરકારી કામકાજ... વિશ્લેષાબેન જ કરતા...

હિંદુ ધર્મ ગ્રંથોમાં વાંચવા મળે છે કે માતૃ પિતૃ ભકત શ્રવણે અંધ મા - બાપ ને કાવડમાં બેસાડી ચારેય ધામની યાત્રા કરેલી વિશ્લેષાબેને મા - બાપ પ્રત્યેની ફરજો કંઈક એવી જ રીતે અદા કરેલી.

અંશતઃ અંધ હોવા છતાં દિલ્લીની ૨૬ જાન્યુઆરીની પરેડમાં એ.પી.જે. કલામની હાજરીમાં ઉપસ્થિત રહેવાની તક હોય કે જીવનના છેલ્લા દિવસે હિંમતનગરમાં મોદી સાહેબના હસ્તે સન્માન થવાનું હોય... બધે જ મા - બાપને સાથે રાખતા... એટલું જ નહીં પોતે મા - બાપ સાથે વી.આઈ.પી. સાથે પહલી હરોળમાં જ બેસવા નો આગ્રહ રાખતા...

શ્રવણકુમારી આંધળા મા - બાપને કાવડમાં બેસાડી ચારધામની યાત્રા કરાવેલી પણ... વિશ્લેષાબેને પોતે અંશતઃ અંધ હોવા છતાં મા - બાપને પોતાની ગાડીમાં જીવનની ગૌરવપ્રદ યાદગાર ક્ષણોનો અનુભવ કરાવ્યો. જે શ્રવણની મા - બાપ પ્રત્યેની ફરજો કરતાં એક ડગલું આગળ છે. તેથી જ વિશ્લેષાબેનને કળીયુગની શ્રવણકુમારી કહીએ તો જરીય ખોટું નથી.

લી.

ધીમંતકુમાર એ. ભાવસાર (આચાર્યશ્રી)

સરસ્વતી વિદ્યામંદિર, બડોલી

તા.ઈડર, જિ.સાબરકાંઠા.

મો. ૯૯૨૫૫૪૧૩૧૬

શિષ્યા બની મિત્ર અમારી.

સ્નેહીશ્રી, વિશ્લેષા

આપના નામ પ્રમાણેના ગુણો ધરાવતા આપના મુખેથી ઉચ્ચારાતી

સાવરીયારે મારો સાવરીયો...

હું તો ખોબો માગુને દઈ દે દરિયો...

પંકિતના શબ્દો જાણે આપના વ્યકિતત્વમાં એવા તો ગુંથાઈ ગયા હતા કે કોઈના તરફથી મળેલ થોડાક સ્નેહને તમે દરિયાની જેમ વધાવી લેતા.

આપનું અનોખું વ્યકિતત્વ હંમેશા હૃદયને આનંદ આપનારૂ બન્યું છે. સંસ્થાના સ્ટુડન્ટથી માંડી સહમંત્રી સુધીની સફળમાં આપ હંમેશા એક મિત્રની પેઠે મળ્યા છો. આપની મિત્રતા ઘણી જ પ્રેરણાદાયી અને આનંદદાયી હતી આપ ખરા અર્થમાં એક શિક્ષિકા હતા. અંધ હોવા છતાં માતૃત્વ ભાવનાથી સ્કૂલની વિકલાંગ અને સામાન્ય બાળાઓના માત્ર ભણતર જ નહી પણ સમગ્ર વિકાસમાં અને બાળકોની સાયકોલોજી સમજી તેના વિકાસ માટે હંમશા આનંદપૂર્ણ રીતે સક્રિયતા દર્શાવતું આપનું સ્વરૂપ મને ખુબ જ ગમતું.

આપનો આનંદમાં રહેતો ચહેરો આજે પણ આંખ સામેથી હટતો નથી. મિત્રતા નિભાવવાની આપની અનોખી કળા તેમજ કોઈએ કરેલી ટીખળને પણ મનથી સ્વીકારી લેવાની આપની આદત આપના વ્યકિતત્વને ખૂબ જ દીપાવતી કોઈપણ નાનામા નાના પ્રસંગે મિત્રોને યાદ કરી શુભ પ્રસંગના અભિનંદન પાઠવવાનું ભુલથી પણ ન ચૂકતા આપની છબી સ્મૃતિપટ પર ચિર સ્મરણીય બની રહેશે.

અનીતા...

બધાના હૃદયમાં રહેતી ચિરંજીવી વિશ્લેષા..

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,

ન આવે કોઈ જયાં મળવાને ત્યાં આખી સભા આવે

શિકાયત શું કરે દિલ કોઈના આવે ગજું શું છે?

મોહબ્બત હોય જો “ કામિલ ” તો ખુદ પાસે ખુદા આવે.

ભાષા ઉપર પ્રભુત્વ

વિશ્લેષાની ભાષા ઉપરની પકડ એટલી જબરજસ્ત હતી કે જેના પરિણામે તે બીજાથી અલગ ઉભરી આવતા. તેમના ભાષા પરના પ્રભુત્વનો અનુભવ અને તેમનો લાભ મને ઘણી વખત મળ્યો છે. સંસ્થાના કોઈપણ નાના - મોટા ફંકશનમાં જયારે કોઈ જગ્યાએ વકતાની જરૂર પડે તો ઘણી વખત તેમને જાણ કર્યા વગર જ તેમનું નામ મેં એનાઉન્સ કર્યું છે. અને તેમના સફળ વકતવ્યોની હું સાક્ષી છું. આ ઉપરાંત સંસ્થાના ઘણા કાર્યક્રમોમાં મને અચાનક જ બોલાવીને કહેવામાં આવે હું ઘણીવખત શબ્દો શોધવામાં મુશ્કેલીમાં મુકાઈ નથી. અને તરત જ મને વિશ્લેષા યાદ આવે અને જાણે શબ્દોનો વરસાદ વરસે ઉન્નતીના વર્કશોપ દરમ્યાન રીપોર્ટીંગ કરવાનું હોય તેમની ભાષા પ્રભુત્વના કારણે રીપોર્ટીંગ બધાથી અલગ નિખરી આવતું. જાણે માં સરસ્વતીની તેમના ઉપર અભીષ્ટીનું અને તેમની સરસ્વતી આરાધનાનું જ આ પરિણામ હતું.

ન દો. ઉપરચારકોને દોષ મારા મોતને માટે,

એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એક કારણથી

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી

વિશ્લેષાન ડર :

૨૦૦૫ માં જયારે મારી નિમણૂંક ઈડર સંસ્થામાં થઈ અને તેમાં પણ વિશ્લેષાની શાળામાં ફિલ્ડમાં જવાનું થતું ત્યારે હું તેમને ઓળખતી ન હતી, પરંતુ શાળાનો સ્ટાફ મને કહેતો અહીં વિશ્લેષાબેન છે તે તમારી સંસ્થામાં સહમંત્રી છે. મને અંદરથી તેમનો સતત ડર લાગતો. પરંતુ જેમ - જેમ તેમના પરિચયમાં આવી અને તેમના પ્રેમાણ સ્વભાવનો ખ્યાલ આવ્યો અને મારી પ્રેગ્નન્સી વખતે તે શાળામાં મારૂ ઘણું જ ધ્યાન રાખતા. તેઓ પ્રેકટીકલ હતા તેમના વિશેનો મારો ડર બ્રમ હતો. તે સંસ્થાના સહમંત્રીની સાથે સાથે એક પ્રેમાળ વ્યક્તિ હતા.

કેરી પ્રેમ

એપ્રિલની ૧૫ તારીખ આવે અને મારા ફોનની ઘંટડી રણકી ઉઠે, ફોન રિસિવ કરતા જ સામા છેડાથી સંગીતમય સ્વર સંભળાય અલ્પાબેન મારી કેસર કેરીનું શું થયું? ગમે તેટલી મોંઘી હોય તો પણ મારા માટે ચાર બોકસ મંગાવજો. હું ઘણી વખત કહેતી અહીંયા પણ મળે છે ને તો કહેતા કાઠીયાવાડની અને તમે જે લાવો છો તેવી ઓરીજીનલ ટેસ્ટ ના મળે જુઓ મને કેરીનો બહું શોખ છે. તમારા ઘર માટે મંગાવો ને તો મારા માટે પણ મંગાવી આપવી જ પડશે. અને તેમના એટલા બધા ફોન આવે કે મારે તેમને કેરીઓ મંગાવીને આપવી જ પડે.

અને છેલ્લે જયારે તેમની અંતિમ વિદાયમાં અમે ગયેલા અને તેમના મમ્મીની નજર મારા પર પડતાં રડતાં.. રડતાં જે બોલ્યા... અરે, અલ્પાબેન, વિશ્લેષા તો ગઈ હવે કેરી કોણ મંગાવશે? એ વિશ્લેષા ઉઠ તારા વગર કેરી કોણ મંગાવશે... આજે પણ આ શબ્દો મારા સ્મૃતિપટ પરથી ભૂંસાતા નથી..

જયારે જયારે કેરી ખાઉ છુ અને વિશ્લેષા અચૂક યાદ આવી જાય છે.

વિશ્લેષા સાથેના સંસ્મરણો તો ઘણા છે જો લખવા બેલું તો ચોક્કસ નાનકડી પુસ્તીકા લખાય. આપના વિશે એટલું ચોક્કસ કહીશ, કે આપ ભલે સ્વદેહે અમારી વચ્ચે હાજર નથી આપની ઉણપ હંમેશા રહેશે. પરંતુ આપ આપની મધુર સ્મૃતિઓ સાથે અમારા સ્મૃતિપટ પર હંમેશા રહેશો આજ આપને અમારી સાચી ભાવાંજલી હૃદયપૂર્વકની હૃદયાંજલી

અલ્પાબેન ચોથાણી

સ્વ વિશ્લેષા બહેન એટલે

ડીયર શ્રી વિશ્લેષાજી એવમ્ પરિવારનાં સર્વે સાદર પ્રણામ, કુશળ હશો. આપ સર્વેની કુશળતા ઈચ્છતા જૂનાગઢથી લી. આપનો શુભેચ્છક દોસ્ત / હિતેચ્છક દિનેશના સ્નેહ વંદન.

સવિનય નિવેદન સાથે જણાવવાનું કે રાજકોટથી પ્રસિધ્ધ થતા વિકલાંગ દર્પણ માસિકમાં આપશ્રીનાં વિશે વાંચીને હું આપશ્રીને ખાસ આ પત્ર પાઠવવા માટે પ્રરાયો છું. આપશ્રીને સાબિત કરી દીધું છે કે “ કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી. ” વિશ્લેપાજી આપ હજુ પણ પ્રગતિનાં પંથ પર આગળ વધો, સફળતાના શિખરો સર કરતા રહો, તેમજ પરમકૃપાળુ પરમાત્મા આપની હર એક તમન્નાઓ પુરી કરે તેવી શુભેચ્છા. “ આપ કે જીવન મે હરપલ નિખાર આવે, કુદરત ભી હો પરેશાન ઈસ કદર બહાર આવે "

આપશ્રીને મારો પરિચય આપું તો આ પત્રમાં જણાવેલ એડ્રેસ મુજબ હું જુનાગઢ શહેરમાં રહું છું ! હું શારીરિક રીતે વિકલાંગ છું. બંને પગે જમણાં હાથે તેમજ કમરથી નીચેના ભાગમાં સંપૂર્ણ રીતે પોલીયોગ્રસ્ત છું. એમ.એડે. સેકન્ડ વકતૃત્વ કલાસમાં પાસ છું. મે મારા અભ્યાસ દરમ્યાન વકતૃત્વ, નાટક સંસ્કૃત શ્લોકગાન, પત્રલેખન, નિબંધ, હિન્દી દેશભક્તિ ગીત, સુલેખન, કાવ્યલેખન, વાર્તાકથન, મેમરી - માઈન્ડ, મ્યુઝીક પેકર, દારૂબંધી વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓમાં કુલ -૨૭ પ્રમાણપત્રો મેળવેલ છે. અત્યારે હાલમાં હું મારા નિવાસ સ્થાન પર હાઈસ્કૂલ / પ્રાયમરીના ટ્યૂશન કરૂ છું ! લેખન, વાંચન, રમત - ગમત, સંગીત, પ્રવાસ, ફ્રેન્ડશીપ, નવું - નવું જાણવું, શકય હોય ત્યાં સુધી બીજાને મદદરૂપ થવું આ બધાં જ મારા મુખ્ય શોખ છે.

(૧) ગુજરાત રાજયનાં શ્રમ | રોજગાર વિભાગ તરફથી મને સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ વિકલાંગ વ્યકિતનો એવોર્ડ મળેલ છે.

(૨) સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢ દ્વારા મારૂ ખાસ સન્માન થયેલ છે.

(૩) સંત / કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મારૂ સન્માન થયેલ છે.

(૪) સંગમ ઈન્ટરનેશનલ મેરેજ બ્યૂરો જૂનાગઢ દ્વારા મારૂ સન્માન થયેલ છે.

(૫) ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડીકેટડ, અમદાવાદ દ્વારા મારૂ સન્માન થયેલ છે.

(૬) યંગુમિત્ર માસિક ગાંધીનગર દ્વારા મારૂ સન્માન થવાનું બાકી છે મંગુમિત્ર માસિક દ્વારા મારૂ જે સન્માન થવાનું બાકી છે. તે સન્માન મારા શ્રેષ્ઠ પત્રો અને મારા શ્રેષ્ઠ લેખન કાર્ય માટે થવાનું છે અત્રે આપશ્રીની જાણ માટે થઈને જણાવું તો યંગુમિત્ર માસિકમાં દર મહીને મારા આર્ટીકલ પ્રસિધ્ધ થાય છે.

જીંદગીની ફિલોસોકી વિશે મારૂ માનવું કે “ જીવન બીજું કાંઈ નહીં બાવન પત્તાની રમત છે એકકા દૂરી, ગુલામ, બાદશાહ, ભાગ્યતણી સોગાદ છે કહો નહી કે નબળા પત્તા મળ્યા અમારે

ભાગ્ય છે, કળા જો શીખી લો રમવાની તો જીત તમારી સાથ છે ” અને હા, તેનાથી પણ વિશેષ કહુ તો “ દુઃખ અને મૂશ્કેલીએ માનવ - જીવનને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે, એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. ' મારા જેવા અન્ય વિકલાંગ મિત્રોને હું ફકત એટલોજ સંદેશો આપતો રહુ છું કે મિત્રો આપની જીંદગીરપી મુસાફરીમાં આપની શારીરિક તકલીફને કયારેય પણ “ સ્પીડ - બ્રેકર ' - બનવા દેશો નહી સમાજનાં જે અપંગ લોકો છે તેમના કદમની સાથે કદમ મિલાવીને આપણે ચાલવાનું છે. પરિવાર કે પછી સમાજને આપણે બતાવી દેવાનું છે કે “ હમ કિસી સે કમ નહી ' અને હા મિત્રો જીંદગી જીવો તો એવી રીતે જીવો કે “ ખુદી કો કર બુલંદ ઈતના કી હર તકદીર લિખને સે પહલે ખુદા બંદે કે પૂછે કી બતા તેરી રઝા કયા હૈ? ” ક્યું વિશ્લેષાજી કયાં ખયાલ હૈ આપકા, એમઆઈરાઈટ? આપશ્રીનાં તરફથી યોગ્ય સાથને સહકાર એવમ્ યોગ્ય પ્રત્યુત્તરની (જો આપશ્રી કોલ કરો તો, સાંજના ૬-૦૦ વાગ્યા બાદ કરવા ખાસ નમ્ર વિનંતી) અભિલાષા સાથે આભાર સહ લી. આપનો શુભેચ્છક / દોસ્ત / હિતેચ્છુ, દિનેશના જયશ્રી કૃષ્ણ.

લી.

દિનેશકુમાર બીયા (સોની) દ્વારકાપુરી સોસાયટી,

બ્લોક નં. ૧૮૬/૧૯૦, સરદાર બાગ પાછળ,

જૂનાગઢ - ૩૬૨૦૦૧

મો. ૯૭૨૩૯૮૦૩૦૩

માતૃ તુલ્ય વિશ્લેષા....

ઈડર તાલુકાના બડોલી મુકામે હું વિશ્લેષા નો જન્મ ૧૭ ડીસેમ્બર ૧૯૭૬ ના રોજ એક શિક્ષિત કુટુંબમાં થયો હતો તેમને પિતા વાસુદેવ જાની અને માતા હંસાબેન જાની ને ત્યાં ત્રણ સંતાનોમાં (સૌથી નાના સંતાન વિશ્લેષાબેનનો સમાવેશ થાય છે. જન્મથી જ વિરાક્ષણ બુધ્ધિધન ધરાવતા વિશ્લેષાબેનના ફકત અંતર ચક્ષુ જ જાણે કાયમ જવાબ આપવાના હોય તે હેતુથી કુદરતે તેમને - જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ બનાવી મોકલી આપ્યા. તેઓ અભ્યાસ તેમજ ઈતર પ્રવૃત્તિ પ્રત્યે પણ ખુબ ' જ સામાન હોવાના કારણે પોતાના માદરે બડોલી મા જ શિક્ષિકા પ્રાથમિક શાળા નં.૧ માં શિક્ષિકા તરીકે નિયુક્ત થયા. તેઓ ચપળ હોશિયાર અને એક સુમધરુ કંઠના માલિ હતા અને એક સારા સંગીતકાર ના પણ લક્ષણ ધરાવતા હતા.

હું અંકિતા રાવલ મારા જીવનમાં વિશ્લેષાબેનનું મહત્વ હતું, છે અને રહેશે. તેમણે ડગલે ને પગલે હિંમત, સાહસ અને ખુબ જ સાથ આપ્યો. હું નાનપણથી જ તેમની પાસે મોટી થયેલી તેમનો અને મારો સંબંધ ગુરૂ - શિષ્યનો હતો. અને માં - દિકરી જેવો પણ હતો. એક સહેલી જેવો પણ હતો. અમે હંમેશા સાથે રહેતા સાથે ફરતા, બન્ને સાથે શાળામાં જતા તેઓ જે શાળામાં શિક્ષક હતા તેજ શાળામાં હું વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરતી. ૧ થી ૭ ધોરણ સુધી મે તેમના હાથ નીચે અભ્યાસ કર્યો તેમનો સ્વભાવ ખૂબ જ રમૂજી, પ્રેમાળ, અને લાગણીશીલ હતો તેઓ જયાં જતા ત્યાં મને હર હંમેશ સાથે અવશ્ય લઈને જતાં.

વિશ્લેષાબેન અને હું દર શનિવારે રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરમાં સંસ્થાની મુલાકાત અવશ્ય લેતા ત્યાં પણ તેમની ખૂબ જ ગણના થતી હતી. ત્યા મને દરેક સાથે મળાવતા દરેક સાથે મને ઓળખાણ આપતાં ત્યાં તેમનું ખૂબ જ મોટું મિત્રવર્તુળ હતું સંસ્થાના બધા જ લોકો ખુબ જ સરસ સ્વભાવના હતાં ત્યાં વિકલાંગોને અને અંધજનને તે સંસ્થા મદદ કરે છે બધી. જ બાબતોનું તેમને જ્ઞાન આપવામાં આવે છે.

વિશ્લેષાબેનને પાણી પુરી અને ચોકલેટ, કેળા, વેફર જેવી ચટપટી વાનગીઓ ખુબ જ ભાવતી હતી અમે ગમે ત્યારે બહાર જતાં તો પાણી પુરી તો ચોક્કસ પણે ખાતાં તેઓ અજાણ્યા માણસ બ્રેડે પણ પોતાના માણસ જેવું વર્તન કરતાં હતાં. બીજાની મદદ કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેતા.

વિશ્લેષાબેન તેમના પરિવારમાં તેમનાં માતા પિતાની દિકરી હતાં. તેમણે દીકરા તરફની તમામ ફરજો પુરી પાડતા હતા.

વિશ્લેષાબેન તેમના જીવનમાં ઘણાં બધાં સારા કાર્યો કર્યા છે તેમણે તેમની આગવી ઓળ ઉભી કરેલી હતી. તેઓ એક સાહિસક સ્રી હતા તેમનો કંઠ ખૂબ જ સુરીલો હતો એટલે તે સહેલાઈ થી ગાઈ શકતા હતાં શાળામાં તેમનું ખુબ જ મહત્વ ગણાં તેમને પ્રગતિ કરવામાં કઈ જ બાકી રાખ્યુ ન હતું તેઓ અંધ હતા તે છતા પણ રાજય લેવલની સ્પર્ધામાં ટ્રોફી અને મેડલ પણ મેળવેલ છે. અને ખૂબ જ ઈનામો પણ મેળવેલ છે. વિશ્લેષાબેનની જેટલી હું ગાથા ગાઉ તેટલી ઓછી છે. તેમણે દરેકનું સારૂ કર્યું સારું ઈયું છે. ભગવાન તેમનું સારૂ જ ઈચ્છશે. તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે પ્રભુને જે ગમ્યું તે ખરૂ તા.૨૭-૧-૨૦૧૪ ના રોજ આપણી વચ્ચેથી હંમેશા માટે વિદાય લઈ લીધી છે. અને ખોટ કાયમની રહેશે. આપણને સૌને હતાશ નિરાશ કર્યા પ્રભુએ પરંતુ પ્રભુ આગળ માનવ હંમેશા પામર રહેલ છે. પ્રભુ તેમના આત્માને ચિર શાન્તિ આપે તેવી અભ્યર્થના...

અંકિતા રાવલ

બડોલી.

અભિપ્રાય

મનસુરી અ.કાદર એફ.

મુ.પો.કાલેડા, તા.વડગામ,

જી.સાબરકાંઠા.

વિશ્લેપાબેન વિશે લખવું મારે માટે ઘણું જ મુશ્કેલ છે. એ એવી વ્યકિત હતા કે જેમણે મને જીવનમાં સગાઈથી લઈને લગ્નથી માંડીને ઘરગૃહસ્થી સુધી મદદ કરી હતી. મારા જીવનમ મળેલ. સુંદર સ્વપ્ના તેમના આભારી છે. તેમનું ઋણ કેવી રીતે ચૂકવીશ. પ્રભુ તેમના આત્માને

શાંતિ અર્પે.

ગુરૂ મારી વિશ્લેષા,

વિશ્લેષાબેન શ્રી,

આમ તો મારી જીંદગીની સૌથી મૂલ્યવાન વસ્તુ મારાથી બહું દૂર થઈ ગઈ છે.

મારા બેન (વિશ્લેષાબેન) મારે માટે બધું જ હતા મને આગળ લઈ જવા માટે કમનસીબબ ૐ તે હવે અહીંયા નહી રહ્યા !

જયારે હું ધો. ૫ માં ભણતી હતી ત્યારે મારામાંથી મારા ગુણોને બહાર લાવનાર તે જ હતા મારા મેથ્સ (ગણિત) વિષયમાં હું બહું જ કાચી હતી. ત્યારે તેમને મારી પાછળ રહી અને ખૂબ જ મહેનત કરાવી ને મારા તે વિષયમાં વધુ ગુણની પ્રાપ્તિ કરાવી હતી. અને તેમને મારા ગણિત વિષય પ્રત્યેના અણગમાને દૂર કર્યો હતો. ત્યાર પછી તેમની બદલી શાળા નં. ૧ માંથી શાળા નં.૨ માં થઈ હતી. ત્યારે તેમને પ્રથમ તો મારા ગણિત વિષયનાં સ્પેશ્યલ ટ્યુશન ની વ્યવસ્થા કરી હતી.

જયારે હું પાંચમા ધોરણમાં ખુરશી પરથી નીચે પડી ગઈ હતી ત્યારે તેમને ખુદ મને ઉંચી કરી સ્કૂલ પગથિયાં ઉતાર્યા હતા તેમને મારી મા બનીને મારા પર હાથ રાખ્યા હતા.

જયારે મારે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો થયો ત્યારે તેમને મારી પાછળ દિવસ - રાત મહેનત કરાવી અને મને જીલ્લા લેવલ સુધીના પ્રથમ નંબરના ઈનામ પ્રાપ્ત કરાવ્યા હતા. અને તે પ્રથમ નંબરની મારા બેનશ્રીનો જ હાથ હતો.

સ્વભાવ :

- તેમનું દિલ એકદમ સાફ અને કોઈપણ વ્યક્તિને કડવું ન લાગે તેવી વાણી નો ઉપયોગ કરતા. - તેમને કોઈના પ્રત્યે કઠોર ભાવ નહોતો. તેમનો સ્વભાવ ખૂબ જ કોમળ હતો.

- મારી જીંદગીને એક સીધો વળાંક આપનાર બીજું કોઈ નહિ પણ મારા બેનશ્રી જ છે મારી જીંદગીમાં હંમેશા મારા બેનનું સ્થાન ઉચ્ચસ્થાન જ રહેશે. મને જો અત્યારે કોઈ શિક્ષકો ઓળખતા હોય તો મારા બેનશ્રીના કારણે જ હા જયારે હું ભવિષ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ હોઈશ પણ મારા બેનશ્રી ને હું કોઈપણ કાળે વિસરી નહી શકું.

- કેમ કરી ભુલાય મારા બેનશ્રીને કેમ કે મારી જીંદગીને સુધારનાર તે જ છે. મારાથી કદાચ જો કોઈ ખોટું કામ થઈ જાય તો તેમને સુધારવાનો પ્રયત્ન તે કરતા અને સહજતાથી સમજાવતા.

- અત્યારે હું ૧૨ સાયન્સમાં અભ્યાસ કરૂ છું. છેલ્લા પાંચ વર્ષથી મારા બર્થ - ડે ની વહેલી સવારે સૌથી પહેલા તેમનો જ મેસેજ આવે મને વિશ કરવા માટે મારા ઘરના (મમ્મી - પપ્પા) મારા બર્થ-

ડે મિસ કરી દે પણ મારા બેનશ્રી તે ભુલ થાય નહિ.

જયારે એકવાર તેમની સાથે નડિયાદ ગયેલી ત્યારે હું સાતમા ધોરણમાં ભણતી હતી તે સમયે મારા ઘરમાં મને જવાની પરવાનગી આપતા અચકાતા હતા પરંતુ તેમને મારા બેનશ્રી પર પૂર વિશ્વાસ હતો તેથી તેમને મને જવા માટેની પરવાનગી આપી તે દિવસે અમારે રાત્રે આવવામાં મોડું થઈ ગયું હતું. અને હું જ ગભરાઈ ગઈ હતી. કે મારા મમ્મી - પપ્પા મને બોલશે તો નહી ને પણ તે દિવસે રાત્રે મારા ઘરે આવ્યા મારા મમ્મી - પપ્પા ને કહ્યુ કે તમારી છોકરીની પૂરે પૂરી જવાબદારી મારી જ છે. તેને હું કશુ જ નહી થવા દઉં.

- હું જીંદગીના કોઈપણ મોડ (મુશ્કેલી) માં ઉભી હોઈશ પણ તેમ છતાં મારા બેનશ્રીએ મારી મદદ કરી છે. અને મને પુરો વિશ્વાસ અને શ્રધ્ધા છે કે ભલે તે અને જયારે જયોર મારે તેમની જરૂર પડશે ત્યારે તે મારી મદદ કરશે જ.

- આમ, તો હું બેનશ્રી માટે જેટલા શબ્દો, વાપરવા તેટલા ઓછા છે કેમ કે તેમના માટે કયો શબ્દ વાપરવું તે જ સમજાતું નથી. મારી લાઈફ ને બદલનાર તે જ છે. તેમ છતાં મે મારૂ મંતવ્ય મારા બેન વિશે આપ્યું છે.

કદાચ મને ખબર હોત કે નથી રહેવાના તો આ મારી જીંદગી ના વર્ષો ઘટાડી જીવવાના તેમને મળે તેવી પ્રાર્થના કરત. મારી જીંદગીમાં હંમેશા તેમની ખોટ રહેશે જ.

- અત્યારે હું એ જ વિચારૂં છું કે ભવિષ્યમાં મારે મારા બેનશ્રીની જરૂર પડશે તો હું મારા દિલની વાત કોને કહીશ કેમ મારા ઘરની પરિસ્થિતિથી કે મારી લાઈફ વિશેની પર્સનલ વાત મારા બેનશ્રી ની જોડે શેર કરતી અને તે મારા મિત્ર બની મારી મદદ કરતા હતા.

- એમને મને કહ્યું હતું કે તારે જેટલું ભણાય તેમ ભણ તારી પાછળ હું છું તારી મદદ કરવા માટે તે મારી પાછળ મારા (મમ્મી - પપ્પા) જેટલી જીમ્મેદારી ઉઠાવવા માટે તૈયાર હતા.

તેમને મને એ વાતથી વાકેફ કરી હતી કે હું તને ભવિષ્યમાં સફળ બનાવીને જ રહીશ.

· મારા બેનશ્રી વિશે જેટલું લખું તેટલું ઓછું છે. પરંતુ મારા શબ્દોની મર્યાદા અને વિરામ આપતા બસ તેટલું જ કહેવા માગુ છુ કે હંમેશા તે સ્કૂલ વિદ્યાર્થીને બેન મળે તો મારા વ્હાલા વિશ્લેષાબેન જેવા જ મળે.

હું બહું જ ખૂશનસીબ છું કે મને આવા ગુરૂની પ્રાપ્તિ થઈ..

- જયારે જયારે મારી તેમના (મમ્મી - પપ્પા) ને જરૂર હશે ત્યારે તેમની પાછળ તેમની દીકરી (બેનશ્રી) :

બનીને તેમની મદદ કરીશ ભગવાન, કરે તેમને સારી જગ્યાએ સ્થાન આપે અને તેમનું જીવન સુખમય બને.

• તેમના માટે મારી જાન પણ કુરબાન કરવા તૈયાર હતી. પરંતુ કમનસીબ કે મારાથી દૂર થઈ ગયા

છેલ્લે હું એ કહેવા માગુ છુ કે

“ હું જીવતા કદાચ નથી કરી શકતી પરંતુ જયારે હું નહી રહુ ત્યારે મારી આંખો ને ચક્ષુશ્રવા બનીને દાન કરીશ કેમ કે કદાચ મારા જેવા બને કોઈને મળે તો તેમને પણ ખામી ન હોય કેમકે તે મારા બેનશ્રી જેવા જ એકટીવ હોય. મારી આંખો થી મે માણસને શાંતિ થશે ત્યારે જ મને લાગશે કે જો મારા બેનશ્રી માટે કંઈક કર્યું.

મારા બેનના સપના ને હું સાકાર કરવા મારા અંતિમ શ્વાસ સુધી પ્રયાસ કરીશ.

પંડ્યા તેજલ પી.

मनसुरी रसीदाबहन एस.

मो. ९४२८९८०७२२

दिनांक २-१-२०१४

विश्लेषा के वारे में बताने के लिए मेरे पास लब्ज नहीं मिल रहे है फिर भी उसकी सहेली होने के नाते उसके वारे में लिखना चाहूँगी मनुष्य का जीवन आम तोर पर अपने लिए ही होता है, पर विश्लेषा का जीवन औरों के लिए ही था । उसका पूरा जीवन लोगो के लिए ही था भले ही वह ज्यादा नही देख सकती थी पर वह दिल के जरिये देख सकती थी । वो ऐसा दिया था, जो बुजकर भी प्रकाशित है, में उसकी ऋणी हूँ जिसने मेरे जीवन में मनोवल देकर उखाला किया । था ईश्वर उसे माफ करके स्वर्ग अता करे ऐसी श्रद्धांजलि देकर में उसकी आभारी

अंजुमन हाईस्कुल, कालेडा

मु. पो. कालेडा, ता. वडगाम, बनासकांठा

सान्ताजेन खेम परमार (पांसडोल) મો. ૯૪૨૭૮૧૩૫૭૯

અભિપ્રાય

લગ્ન બાદ એક્સિડન્ટ ને કારણે પ્રાપ્ત થયેલું અંધત્વ મને સાબરકાંઠામાં લાવ્યું. મારી નાની બહેન શ્રી મહેતા સાહેબની એમ.એ.ની વિદ્યાર્થીની અમે સંસ્થાના પરિચયમાં આવ્યા. સાહેબે મને અંધ બહેનોનો પરિચય કરાવ્યો. સ્વ. વિશ્લેષા ત્યારે બી.એડ્. કરવાની દોડાદોડમાં હતી. તેને બી.એડ્.માં સંસ્થાના પ્રયત્નોથી પ્રવેશ મળતાં મારા માટે એસ.ટી.ટી.બી. ના બારણા જાણે કે ખુલ્યા. શ્રીમહેતા સાહેબે મારા તે પ્રવેશ માટે અંગત ભલામણ કરી અને અંધકારમાં વિશ્લેષાને કારણે એક નવો પ્રકાશ પથરાયો મેં તેનો આભાર તો માન્યો. આજે હું જે કાંઈ છું તેની પાયાની ઈંટ અને પ્રેરણા દાતા સ્વ. વિશ્લેષા બની.

તે મારા પુનઃલગ્ન પ્રસંગે પણ મને હિંમત આપતી રહી ભલે તેણે પ્રભુતામાં પગલાં ન પાડ્યા પણ તે મારી રાહબર બની. ગરબા હોય, નાટક હોય, સંગીત હોય કે સાડી પરિધાન સ્પર્ધા અમારે અને સ્વ. વિશ્લેષા ને સાથે કામ કરવાનું હળવા - મળવાનું કારોબારી મીટીંગમાં અને સામાન્ય સભામાં સાથે રહી અમારા પ્રશ્નો રજુ કરવાનો મળેલ મોકો વિશ્લેષાના ગાઢ પરિચયમાં પરિણમ્યો. મારા મિ. શ્રી આશીષ જોષી વિશ્લેષાથી ખુબ જ નજીક હતા. પરિણામે અમારા પર તેના ફોન આવે અને તે અમારી ફોન ફ્રેન્ડ બની.- જયારે તેનું ૨૭ મી એ. વધેલી સવારે નિધન થયુ ત્યારે અમે અમારી એક મજબૂત વહાલસોયી

સાથીદાર ગુમાવ્યાનું ઝાટકો અમે અનુભવ્યો ભારે હૈયે અમે સૌ બડોલી પહોંચ્યા અને અમારાથી વધુ વ્યથિક તેના માતા - પિતા આસ્વસ્થ કરવાના કાર્યમાં લાગતા ખ્યાલ આવ્યો કે પ્રભુ આવ ક્રુર કેમ હશે? સંતાન પહેલા લઈ જાય અને માત પિતા ને તરફડતા મૂકી જાય. અમારી જીવંત સખી અમર બની અમને આજે પણ પથ પ્રદર્શન કરે છે. પ્રભુ અમને સૌને તેણે ચિંધેલા માર્ગે જવાની શક્તિ આપે તેવી પ્રાર્થના...

જય શ્રી કૃષ્ણ.

માધવી આર.ખત્રી

પ્રજ્ઞાચક્ષુ પ્રવાસી અધ્યાપિકા

ઈડર.

મો. ૯૪૨૯૮૧૫૭૬૪

વિકલાંગ ધારાના સહારે લડત આપી

અંધ વિશ્લેષાએ બી.એડ્. કરી શિક્ષિકાની નોકરી મેળવી !

માનવી પોતાના અડગ આત્મવિશ્વાસના ઝેરે ધાર્યું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામનો અંધ વિશ્લેષા જાનીએ સાબિત કરી દેખાડ્યું બંધ હોવાના કારણે બી.એડ્. કોલેજમાં તેને પ્રવેશ ન અપાતા ઉચ્ચ શિક્ષણ મેળવવાના ખંતને કારણે ઘણા સંઘર્ષ, અને વિકલાંગ ધારાને લીધે તેને સફલતા હાંસલ કરી, આજે તે લાલપુરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વિશ્લેષાએ તેને પડેલી મુશ્કેલીઓમાંથી બોધપાઠ લઈને તેણે અંધ સીખોના હક માટે પણ લડવાનો નિર્ધાર કર્યો છે. નોધનીય બાબત તો એ છે કે લોકજાગૃતિને લીધે એ દર વર્ષે નોકરી કે અન્ય બાબતે પોતાના હક માટે ૩૦ જેટલા અંધ વિકલાંગો કે અપંગો વિકલાંગ ધારાનો ઉપયોગ કરે છે. વિકલાંગોના કોના રક્ષણ માટેના કાયદા તથા અન્ય વિષય માટે આજે અમદાવાદના એએમએ ખાતે યોજાયેલ એક સેમિનારમાં ભાગ લેવા આવેલી અંધ વિશ્લેષા જાનીએ નાનપણથી જ શિક્ષિકા થવાનાં સ્વપ્નો જોયાં હતાં. પણ ૧૯૮૭-૮૮ માં રૅટીના પડદા પર ડાઘા પડતા તેની આંખમાંથી દ્રષ્ટિ જ જતી રહી અને તેમ છતાંયે અંધ બનેલી વિશ્લેષાનો ઉચ્ચ શિક્ષણ મેળવવાનો નિર્ણય અડગ જ રહ્યો. તેણે બી.એ. નું પ્રવેશફોર્મ મળ્યું પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને દરામલી બી.એડ્. કોલેજમાં અંધ હોવાને કારણે તેને પ્રવેશ મળી શકયો નથી. ૭૦ ટકાથી વધુ વિકલાંગોના ધરાવતા અંધ વિદ્યાર્થીને પ્રવેશ મળી શકે નહીં.

વિશ્લેષાએ જણાવ્યું કે મને જાણી જોઈને બી.એડ્. સેલમાં પ્રવેશ અપાયો નહીં, એટલે જ નહીં પણ અંધારામાં પ્રવેશફોર્મ વાંચવાનું જણાવવામાં આવ્યુ હતું. આ બાબતે વિકલાંગ ધારા કમિશરને રજૂઆત કરવામાં આવી છેવટે તમામ બાબતે ચર્ચા - વિચારણા બાદ નિર્ણય જાહેર કરાતા બી.એડ્. નો પ્રવેશ વિશ્લેષા માટે શકય બન્યો. બી.એડ્. ના અભ્યાસ દરમ્યાન પણ કોલેજમાં આડકતરી રીતે હેરાન કરવામાં આવતી હતી. છેવટે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી અને નાનપણના સ્વપ્ન વિશ્લેષાના પરિપૂર્ણ તથા આજે લાલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને એક અંધ શિક્ષિકા અભ્યાસ કરાવે છે. જેણે શિક્ષક બનવા ઘણા સંઘર્ષ કર્યા. આજે વિશ્લેષા ખુદ અંધ સ્ત્રીઓના હક માટેની લડાઈ લડે છે. રાષ્ટ્રીય અંધજન મંડળના માનમંત્રી પ્રો. ભાસ મહેતાએ જણાવ્યુ હતું કે, અંધ વિદ્યાર્થીને માત્ર દ્રષ્ટિ ન હોવાથી અભ્યાસ કરવાથી વંચિત રાખવાની મનોવૃત્તિ કેટલા અંશે વાજબી ગણી શકાય. આપણા સમાજમાં અંધ - વિકલાંગ તરફથી લાગણી જેટલી કૂણી બનશે તો વિકલાંગ ધારાની પણ કંઈ જરૂર નથી. આજે દર વર્ષે પ્રવેશ કે નોકરી સહિતના પ્રશ્નના ઉકેલ માટે વિકલાંગો વિકલાંગ ધારાનો ઉપયોગ કરતા થયા છે.

અત્યાર સુધીમાં ૮૦ થી વધુ અંધ વિધાર્થીઓએ બી.એડ્. ની ડિગ્રી મેળવી છે.

શોક ઠરાવ

સાબરકાંઠામાં જન્મેલ શ્રી વાસુદેવભાઈ અને હંસાબેનની સૌથી નાની પુત્રી પ્રજ્ઞાચક્ષુ વિશ્લેષાબેન વાસુદેવભાઈ જાની ના તા. ૨૭-૧-૨૦૧૪ ના રોજ થયેલ આકસ્મીક અકાળ દુઃખદ અને આઘાતજનક સમાચાર સાંભળી સૌના તન, મન, હૃદય એક પળે તો કંપી ગયા. બાળ વયે જ પ્રજ્ઞાચક્ષુ જાહેર થયેલ તેજસ્વી વિશ્લેષા સંસ્થાની આરંભની વિદ્યાર્થીઓએ પૈકી એક પ્રતિભા સંપન્ન, સંગીત, નાટક અને વિજ્ઞાન ક્ષેત્ર નેતૃત્વ અને વકતૃત્વ બાબતમાં સંસ્થાની ખ્યાતી વધારનાર વિજેતા વિદ્યાર્થીની રહી.

પોતાના પ્રશ્નો પોતે ઉકેલી બીજાન પ્રશ્નો ઉકેલવામાં સતત તમર અને સ્વાસ્થ્યની દરકાર ન કરનાર સ્વ.વિશ્લેષા સંસ્થાની એક આજીવન પ્રગતિશીલ સક્રિય પ્રજ્ઞાચક્ષુ સભ્ય રહી. સભ્યમાંથી તેના નેતૃત્વના ગુણે તેને કારોબારીમાં મોભાનું સ્થાન આપ્યું. આટલેથી ન અટકતા તે સંસ્થાની સહમંત્રી પદની જવાબદારી પણ અદા કરતી થઈ. સંસ્થાની સાહિત્યીક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેણે પ્રાણ પૂર્યા.

હંમેશા કંઈક નવું કરી છુટવાની તમન્નાએ વિશ્લેષાને એમ.એ.બી.એડ્. ની પદવી. સંગીત વિશારદની પદમી સ્વબળે મેળવી સાથે સાથે રેડીયો કાર્યક્રમો અને ટી.વી.કાર્યક્રમોમાં પણ સાથે જોડી પડકાર અંગીકાર ટીવી સીરીયલોમાં તેની સફળતા કચકડે કંડારાઈ.

પ્રવાસ ખાવાપીવાના અને નવુ જાણવાના તેના શોખમાં કયાંય તેની દ્રષ્ટિહિનતા મર્યાદા ન બની. સામાન્ય શાળામાં પ્રાથમિશ શાળાની શિક્ષકની જવાબદારીથી પદાર્પણ કરનારી વિશ્લેષા અધ્યાપકો, આચાર્યો, વિદ્યાર્થી વર્ગ, વાલીવર્ગ સહુની ચાહના અને આદર ધરાવતી થઈ. વિદ્યાર્થીઓના તાલીમ કૌશલ્ય બાદ તેમનું શિક્ષક તાલીમ કૌશલ્ય પણ ઝણકી ઉઠ્યું. નૃત્ય જેવી પ્રવૃત્તિ પ્રજ્ઞાચક્ષુ માટે શીખવી જ કષ્ટદાયકા તો દ્રષ્ટિવાળાને પ્રવૃત્તિ શીખવાડવાના કષ્ટતમ કાર્યની વિજેતા વિશ્લેષા બની. આચાર્યશ્રીનો જમણો હાથ બનવાનું ગૌરવ પણ તેને સાંપડ્યું.

અમદાવાદ, સુરત, જામનગર, મુંબઈ, દિલ્હી, બેંગ્લોરના કાર્યક્રમોમાં પણ પ્રજ્ઞાચક્ષુ વિશ્લેષાએ પોતાના કૌશલ્યોનું ઓજસ પૂર્ણ કક્ષાએ પાથરી સૌને પોતાના બનાવ્યાં. નેશનલ બ્લાઈન્ડ વુમન ફોરમ, દિલ્હીની ને હોદ્દેદાર અને કારોબારીની સભ્ય નીમાયી સમગ્ર ભારતની તેના કરતાં વયમાં મોટી મહિલાઓને માત કરી રાષ્ટ્રકક્ષાએ અંધ મહિલા નેતૃત્વ તાલીમમાં પ્રથમ આવી. પ્રાથમિક શિક્ષક સંઘમાં તેનું પ્રદાન રહ્યું. અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘ, બ્લાઈન્ડ વુમન એસોશીએન અમદાવાદ વગેરે સંસ્થામાં વિશ્લેષાએ સ્વયોગદાનથી સૌનાં દિલ જીત્યાં.

લડકા લડકી એક સમાનતના - સૂત્રને પાયમાં રાખી સ્વ.વિશ્લેષાના વાલીએ જહેમત કરી તેનો સર્વાંગી વિકાસ તેની સાથે સતત રહી કર્યા. તેના ફળ સ્વરૂપે વિશ્લેષા પણ સતત તેમની સાથે

રહી તેમની દરકાર કરી તેમનાં અધૂરા સ્વપ્નો પૂરા કરવામાં કોઈ કચાસ ન રહેવા દીધી.અરે વડીલ વાસુદેવભાઈનું પેન્શન કરાવી દિકરીના રૂપમાં દિકરો બની. મા - બાપાને જાત્રા કરાવી ગાડીમાં ફેરવ્યા અને તેમને કોઈ બાબતનું ઓછું ન આવવા દીધું, ધન્ય છે., અવા બેટીના રૂપમાં જન્મેલી બેટા બનેલ સંતાનોને. આવુ પુત્રી રત્ન, કાર્યકર રત્ન, નાગરિક રત્ન ગુમાવ્યાનો સૌને ઊંડો રંજ છે. પરંતુ પરમાત્મા પાસે કોઈનું કંઈ કયારેય ચાલ્યુ નથી. એ ન્યાયે સ્વ.વિશ્લેષાના આત્માનો મોક્ષ જ હોય. પરંતુ આપણે આ આવી પડેલ આઘાતને જીરવી તેના અધુરા કાર્યો અને સ્વપ્નોને આગળ ધપાવી શકીએ એવી પરમા કૃપાળુ પરમાત્મા આપણને શક્તિ આપે. તેના પરિવાર માટે આપણે સૌ સાથે રહી સ્વ.વિશ્લેષા છે. તેવું વાતાવરણ ઊભું કરીએ તેવી શક્તિ માટે પ્રાર્થના.

ૐ શાન્તિ, શાન્તિ, શાન્તિ,

રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા વિદ્યાર્થી, અધ્યાપક, વાલી, કર્મચારી, સંચાલક, સ્વજન

પરિવાર...

અંબાલાલ ડી. પ્રજાપતિ

પ્રમુખશ્રી

ભાસ્કરભાઈ વાય. મહેતા

માનદ સા.મંત્રીશ્રી

રાષ્ટ્રી અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખા, ઈડર.

સ્મરણાંજલી રૂપે શ્રધ્ધાંજલી

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુના

બડોલી ગામમાં જાની પરિવારમાં

૧૯૭૫ થી ૧૭ ડિસેમ્બર ની કડકડતી ઠંડીમાં

એક અનમોલ રતનનો જન્મ,

વિશ્લેષા એનું નામ, મા - બાપના કાળજા કેરો કટકો,

અચાનક હાથથી છૂટી ગયો,

અગરબત્તી ની જેમ સુગંધ પ્રસરાવતીગઈ,

જાની પરિવારના આંગણનો તુલસી કયારો,

કલ્યાણ કારી કામો કરી જીવનને મહેકાવતી ગઈ,

સરિતા સમ નિર્મળ, ને પ્રેમાળ અને કરૂણામય

તેનું ઋજુ હૃદય સાલસ

નિષ્ઠાવાન, રૂદ્રનિઃશ્રયી, નિડરને સાહસિક તેનું વ્યકિતત્વ,

ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારી

પિડ પરાઈ જાણી રે - પંક્તિન આસ્મસાત કરી

સાર્થક કરી બતાવ્યુ એણે જીવનને,

પરાઈ પીડે દુઃખી ને સુખે સુખી,

બીજાની તકલીકોને પોતાની સમજતી

મદદ કરવા તત્પર અને આતુર રહેતી,

નિઃસહાયનો સહારો બની,

તેમને ન્યાય અપાવ્યો,

વર્ષોના વર્ષો વિતી જાય છે નામના મેળવવા

પણ આ જાતી પરિવારના અનમોલ શીને

નાની વયે કલ્યાણકારી કાર્યો કરી

અપાર પ્રતિષ્ઠા મેળવી,

ગુજરાતના અનેક ગામડાઓમાં

દરેકના દિલમાં એક અમીય છાંટ છોડી ગઈ

માના હૃદયની સામ્રાજ્ઞી, બાપના આંખનું રતન,

બહેનોનો ભાઈ બની,

જાની પરિવારનું આ રતન પંચમહાભૂતમાં

ભળી ગયુ, હૃદય પર રાજ કરી ગઈ

બડોલી ગામની આન, બાન, શાન ને

શબ્દો થકી સ્મરાંજલી રૂપે શ્રધ્ધાંજલી અર્પ છું.

સ્મિતા શુકલ (કાંદિવલી)

અભિપ્રાય

પુજાબેન વિકલાંગ છું હું પરણેલી છું, તેમના ઘરે જઈને હું વિશ્લેષાબેન પાસે માર્ગદર્શન લેવા જતી હતી, તો તેમને મને ઘણુ બધું માર્ગદર્શન આપ્યું ને મારા ઘણા કામ તેમને આસાન કરી દીધા દા.ત. વિકલાંગ પાસ માટે મને મદદ કરી.

પુજાબેન પ્રકાશકુમાર પંડ્યા મો. ૮૧૪૦૬૩૫૪૪૬૯

પોતે અંધ હોવા છતાં દેખતી હતી. અમે દેખતા આંધળા છીએ આખા સાબરકાંઠા જીલ્લામાં તેની અંધ શિક્ષક તરીકે નહીં પણ દેખતા શિક્ષક તરીકે તેની નામના છે. હું ગાડી ડ્રાઈવ કરતી તો તે મને બહુ જ કહેતી કે મને ગાડી ડ્રાઈવ કરતા શીખવ. અંધ હોવા છતાં તેનું દૃઢ મનોબળ અમને બહું જ પ્રેરણા આપે છે. જબરજસ્ત મનોબળ ધરાતી વિશ્લેષા શિક્ષક આલમમાં ખુશ્બ ફેલાવી ગઈ. મારા જીવનમાં વિશેષ ખાસિયતો નું મંડાણ કરનાર તારલો વિખરાઈ ગયો.

સાનીબેન એમ. પરમાર

વાંસડોલ

મો. ૯૪૨૭૮૧૩૫૭૯

શોક સંદેશ

સ્નેહીશ્રી,

વાસુદેવભાઈ તથા પરિવાર

આપની પુત્રી વિશ્લેષાબેનનું આકસ્મિક અવસાન થવાથી આપના પરિવારના માથે મોટું દુઃખ આવી પડ્યું છે. આપની પુત્રીનો માયાળુ સ્વભાવ અને હોશિયારી હરહંમેશ યાદ રહી જાય તેવી હતી. ભગવાન આપના પરિવાર માથે આવેલ સંકટને સહન કરવાની શક્તિ અર્થે તથા તેમના અધૂરા રહેલા કાર્યોને આગળ ધપાવવાની આપ સૌને શક્તિ અર્પે અને સ્વ. ના આત્માને ચિર શાન્તિ મળે તે માટે અમે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

ૐ શાન્તિ, શાન્તિ, શાન્તિ

સ્થળ : બડોલી

તારીખ : ૨૮-૧-૨૦૧૪

સમગ્ર શાળા પરિવાર

શોક સંદેશ

માનનીય શ્રી, વાસુદેવભાઈ તથા પરિવાર

આપની સુપુત્રી કુ. વિશ્લેષાબેનનું અકાળે થયેલ દુઃખદ અવસાનથી ઉપાસના વિદ્યામંદિર પરિવાર - આઘાત અને શોકની લાગણી અનુભવે છે.

આપના સ્વજન જયારે આંખથી ઓઝલ થાય એ સ્વીકારવું અઘરું છે. પરંતુ ઈશ્વરની ઈચ્છા બલવાન છે. આપની વચ્ચે રહેલા સ્વજન એકાએક છબીમાં કેદ થઈ જાય એ સ્વીકારવું ઘણું જ અધરું છે. અમારી સંસ્થા સાથેનો સ્વર્ગસ્થનો સંબંધ હંમેશાં સહકારમય રહ્યો છે.

અંતમાં સદ્ગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે, અને આપ તથા પરિવાર પર આવી પડેલ દુઃખ તથા આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ પ્રાર્થના...

મેનેજીંગ ટ્રસ્ટી

નવજાગૃતિ એજયુકેશન ટ્રસ્ટ મુ.બડોલી, તા.ઈડર, જી.સાબરકાંઠા.

શોક સંદેશ

મુરબ્બીશ્રી વાસુદેવભાઈ તથા પરિવાર કુટુંબી જનો

ખૂબ જ દિલગીરી સાથે આપને જણાવવાનું કે આપની પુત્રી ચિ. વિશ્લેષાનાં અચાનક દુઃખદ અવસાનના સમાચાર સાંભળતા અમોને અત્યંત દુઃખ થયું છે. ચિ. વિશ્લેષાએ નેત્રહિન સમાજને ઉમદા સેવા કરી છે. તેણીની નેત્રહિનો પ્રત્યેની લાગણીઓ અને પ્રભાવશાળી વ્યકિત્વ હંમેશા યાદગાર બની રહેશે. તેણીની વિદાયથી અંધ સમાજને કદાપી ન પૂરાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને હંમેશા શાંતિ અર્પે અને તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે

તેવી પ્રભુ પાસે પ્રાર્થના... અસ્તુ..

દિપકકુમાર વી. રાવલ

માનદ્ સામાન્ય મંત્રીશ્રી,

રાષ્ટ્રીય અંધજન મંડળ, નવસારી જીલ્લા શાખા

અભિપ્રાય

પ્રો. ડો સોનલ ઉશીર

ગર્વ. લેડીઝ પોલીટેકનીક

અમદાવાદ mo. 9825179994

નિરાલી સોલંકી

જીવનથી ભરપૂર, બહુજ હિંમતવાળી, કોઈપણ મુશ્કેલીને સાહજીકતાથી, મોજી,જિંદાદીલીથી જીવતી હતી. સ્વ. વિશ્લેષાના નિધનના દુઃખદ સમાચાર મને મળ્યા. પાછળથી મારી જેમ અંધત્વ પ્રાપ્ત કરી જીવનમાં ખૂબ હિંમત અખૂટ ધૈર્ય અને સંઘર્ષનો સામનો ડાબા હાથની રમત સમજનારી જીંદાદીલ. સતત હસતી રહેતી અને સૌનું શ્રેય સાધતી રહેતી મારી સખી વિશ્લેષાને અમરત્વની પ્રાપ્તિ થાવ તેવી પ્રભુ પ્રાર્થના સહ તેનો પરિવાર અન અમે આ આધાત પચાવી સ્વ. વિશ્લેષાએ કંડારેલા માર્ગ પર ચાલીએ તેવી શક્તિ આપે તેવી હૃદય પૂર્વકની પ્રાર્થના.

શ્રદ્ધાંજલી

સ્વ.કુમારી વિશ્લેષા વી. જાની

જન્મ તા. ૧૭-૧૨-૧૯૭૫ સ્વર્ગવાસ તા. ૨૭-૧-૨૦૧૪

અખૂટ જ્ઞાનનો ભંડાર, મિત્રોની મદદગાર

પ્રજ્ઞાચક્ષુની રાહબર, સ્નેહની ઝળકતી જયોત

સમી વિશ્લેષાને દિલપૂર્વક શ્રદ્ધાંજલી.

દવે જયોતિબાળા એમ. (આચાર્યા)

વણકર વીણાબેન જી. (ઉ.શિ.)

સુતરીયા સાવનકુમાર એમ. (ઉ.શિ.)

શ્રી બડોલી પ્રાથમિક શાળા નં. ૨

Let's Look at Our Beloved Vishlesha's Life

NAME - Jani Vishlesha V.

PERSONAL PARTICULAR

Disability - Blindness

Gender - Female

Age - 29 Years

Height - 150 cms

Nationality - Indian

E - Mail Address - vishu_jani4u@yahoo.com

Marital Status - Unmarried

Cast - Hindu

Weight - 50 kgs

Date of Birth - 17th Dec 1975

PERMANENT ADDRESS

" Matruchhaya ", Near Primary School - 2., Rampura Street,

At & Po - Badoli, Ta : Idar, Dist - Sabarkantha, North Gujarat, Pin 383410

EDUCATION BACKGROUND

Degree

Year Of Passing

Board

Subject

% Obtained

S.S.C

March 1991

G.S.E.B.

Hindi & English

76.28 %

H.S.C

March 1993

G.S.E.B.

English

58 %

B.A.

March-June 1996

North Gujarat University

Hindi

65.44 %

M.A.

March-June 1998

North Gujarat University

Entire Hindi

55 %

B.ED

March-June 1999

North Gujarat University

Hindi-Gujarati Method

63 %

EXTRA QUALIFICATION

" Sangeet Visharad " from Bruhad Gujarat Sangeet Samitee Ahmedabad will Second Class.

Can play all Indian musical instruments.

EXPERINCE

As a Primary teacher (Since Jan 2000)

Working as honorary music teacher in " National Association for Blind Idar " (Since 1993)

CURRICULUM ACTIVITIES

In the age of 14th I have got 1st prize in science program " Vigyan Vidhi ' organized by All India Radio Services Ahmedabad.

I have participated in drama competition for the blind & got three 1 prizes as a best actress.

I have got 1st prize in singing competition at district level.

ACHIVEMENT

I have written thesis about " Rokogi Nahi Radhika " novel written by Usha Priyamvada.

AREA OF INTREST

To read & Write in Hindi & Gujarati Literature.

To write Hindi & Gujarati Poems.

To participate in Singing, Dancing, Drama & Debates.

To participate in social activities.

LANGUAGE PROFICIENCY

Can Speak, Read & Write English, Hindi & Gujarati.

GOAL

To become a part of reputed and growing Institute which allows me to apply my idea & Technique and which can put my abilities to the best use.

Tribute to Beloved Vishlesha

So shocked to learn of suddent demise of Vishlesa. It is truly a great loss to NAB Sabarkantha, her family and field of visual impairment. She was such an enthusiastic person, always willing to do anything for the field. I have seen parents always supporting her in every possible way - a truly a great loss to them and all of us who happen to know her very well.

I pray to Almighty God to grant peace to departed soul and give strength to the family members to bear this loss.

Yours n Prayer,

Bhushan Punani

Dear All,

With great grief I share that Ms Vishlesha Jani passed away today mom- ing due to a massive heart attack. She was a person with visual impairment and only 37 years old. She was a committee member at the National Association of the Blind, Sabarkantha District, Gujarat and was a teacher in a primary school. She not only actively participated in the TOT on developing accessible tools on SA and CA but also jointly facilitated the 3 trainings conducted by all the groups at their location.

She will be cremated today afternoon. May we all pray that her soul rests in peace and that her life continues to set an example to other persons with disabilities, especially young girls and women with visual impairment to assert their rights.

With heartfelt prayers for the deceased soul, regards

Deepa

UNNATI - Organisation for Development Education

G - I, 200, Azad Society

Ahmedabad 380015

Dear All

I was really shocked and felt very sorry about the news of Vishlesha Jani. She worked very close to us during TOT and 3 trainings. She was very intelli- gent, loving and active person. She will be always remembered.

I pray may God rest her soul in peace and give condolences to her family members.

Regards

Sandipa

dear deepaben

sad to learn about aboout this, she was and will remain a great source of inspiration for all of us.

may the soul rest in peace.

god give courage to the family and friends.

harish vashistha

Dear Deepaben,

Our collective hearts are heavy with sympathy. I was deeply saddened by the news of Vishlesha passing. My heart felt condolences to you and your family.

Nita Panchal

Secretary & MIW Coordinator

Disability Advocacy Group (DAG) M : 9879003981

I am sorry to hear sad demise of Vishlesha Jani in such a young age. She was a very active during the training and her dedication was inspiring. It is a great loss to the humanity as she had dedicated her life for a cause. May God give her peace and her loved ones courage to bear the loss.

Regards, Yogesh

Dear All

We are feeling very sorry to hear this news. I can remember Vishleshaben's proactive attitude during training. She was a great, May God give her family courage to bear this loss, and her soul rest in peace.

In her remembrance!

SPARC - India Team

I am extremely shocked and sorry to hear about Vishlesha untimely de- mise. It certainly is a great loss... We were coworkers of Vishlesha. Words can- not express our sorrow. Although it's difficult today to see beyond the sorrow, May her soul rest in peace.

Regards,

Parag Panchal

M : 9879003981