શ્રદ્ધા સુમન લેખ

સ્વ. મગનભાઈ ભીમજીભાઈ પટેલ

સ્વ મગનભાઈ ભીમજીભાઈ પટેલ

કચ્છી માડું સ્વ. ભીમજીભાઈ પટેલના પરિવારમાં પુત્ર જન્મ થયો નામ પડ્યુ મગન. મગનને અંધત્વની પ્રાપ્ત થઈ. તેઓ અમદાવાદમાં શિક્ષણ લેવા આશ્રમ રોડ પર આવેલી અંધ શાળામાં પહોંચ્યા.

એસ.એસ.સી. સુધી સંગીતકામ, અને નેતરકામનો અભ્યાસ કર્યો. ફીઝીયોથેરાપીની તાલીમ પણ તેમને અમદાવાદ ખાતે પૂર્ણ કરી.

વ્યવસાયની શોધ ચાલુ રાખવા સાથે ફીઝીયોથેરાપીના દર્દીઓને સારવાર ખુરશી ભરવાનું નેતરકામ અને બહુ નાનો વ્યાપાર તેમણે ચાલુ કર્યો. ખેલ ઠીક - ઠીક જામ્યો. હાથરવા કંપા હાલના વડાલી તાલુકાના અને લક્ષ્મપુરા કંપામાં તેના પરિવારની જમીન હતી. મગનકાકાને રાખવા માટે ભાઈઓમાં પણ ભાગ પડ્યા. તેમના નામે ભાગ કે પ્રોપર્ટી આપવામાં ઈરાદા પૂર્વકનું મૌન સેવાયું જાણે અંધને કોઈ પ્રોપર્ટીની જરૂર જ ન હોય. તેને રાખવાની જવાબદારી જાણે પ્રભુની અને પિતાની હોય. હા ભત્રીજા, ભત્રીજીઓ સ્વ.મગનકાકાને અચૂક ચાહતા. તેમના માતાપિતાના સ્વર્ગવાસ સુધી ગાડી જેમ તેમ કરી ચાલી.

સન ૮૫-૮૬ માં એન.એ.બી. સા.જી.શાળાની સ્થાપના શરૂ થઈ. તેના જાગૃત પ્રજ્ઞાચક્ષુનું દ્રષ્ટીઓએ સંસ્થાના હીતમાં અને સ્વ.મગનકાકાના લાભ માટે તેમને બાંધ્યા વેતને સંસ્થામાં કાર્યકર તરીકેની નિમણૂંક આપી. સંસ્થા માટે આવાગમન, સંસ્થા પર કોઈ ન હોય ત્યારે બેસવાનું અને સંસ્થાના ફિલ્ડમાં ચાલતા કામનું સુપરવિઝન કરવાનું સ્વ.મગનકાકાને સોપાતું મોટી ઉંમરે સ્વ.મગનકાકા સાબરકાંઠાની અંધજન ક્રિકેટ ટીમના એક અંધ ક્રિકેટર પણ બન્યા. કયારેક નાટકની તાલીમમાં અંધ બાળકોને મગનકાકા પ્રેરણા આપે. તેમના અંધશાળા આશ્રમ રોડના અનુભવના આધારે.

સહકાર્યકરો સાથે સ્વ.મગનકાકા એક સ્નેહાળ વડીલ, એક ઉત્સાહી મિત્ર અને એક મધુર સહકર્મચારી તરીકે વર્તીને સૌના વહાલા થયા. અવિવાહિત સ્વ.મગનકાકાની સૌ આ માટે હસીમજાક પણ કરતા પણ ખુબ હળવી રીતે મગનકાકા આ મજાને લેતા. કયારેક તેમનામાં દુર્વાસાનો પ્રવેશ થાય પણ તેમનો ઉદાર, ક્ષમાશીલ સ્વભાવ ગુસ્સાને પળવારમાં દાંડી કાઢી પાછો સ્નેહાળ સંબંધ સ્થાપે.

સંસ્થાના આજીવન સભ્ય તરીકે, સંસ્થાના કારોબારી સભ્ય તરીકે સંસ્થાના કર્મચારી તરીકે સ્વ. મગનકાકા સ્વસ્થ ચિત્તે પોતાની જવાબદારી અદા કરી વધતી વયે ઘટતી કાર્યક્ષમતા અને મુસાફરી માટે અરૂચી હોવાથી સ્વ.મગનકાકા સંસ્થાને સોપનારા કહેલા મજબુર થયા. આ પછી પણ ટેલીફોન સંપર્કથી, મીટીંગમાં હાજરીથી અને અરસપરસ મુલાકાતથી મગનકાકા સૌને હળતા મળતા, ખબર અંતર પૂછતાં અને જીવનની મજા માણતા, માંદગીએ મગનકાકાનો છેડો પકડચો. હોસ્પિટલમાં પણ

સારવાર માટે લવાયા. પ્રભુ પાસે કોઈનું કઈ ચાલ્યું નહી અને સૌને વિલાપ કરતા મૂકી ' મગનકાકા પ્રભુને પ્યારા થયા. હા ! સંસ્થા અને સૌના હૃદયમાં તેમના ગુણ અને કામથી તેઓ અમર બની ગયા. સ્વ.મગનકાકાને ઉંચાઈના કારણે બંધ હોવાથી નાનપણમાં શાળામાં તેઓ કચ્છના હોઈ શારિરીક પરીસ્થિતિ ઉપર દર્શાવ્યા મુજબની હોઈ સૌ તેમને પ્રેમથી “ મગનઉંટ ” તેવા નામે સંબોધતા.અને આ સંબોધન લાંબા ગાળા સુધી ચાલ્યુ. પણ તે આપનાર કોઈને ખબર ન હતી કે મગનકાકાના કાર્યો સમૃધ્ધિ અને સ્વભાવ આવા અનેક ઊંટોની ઊંચાઈ કરતાં ખુબ ઊંચા રહ્યા.

સૌ પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટીઓના તેઓ સહાધ્યાયી રહ્યા. એથી મિત્રતાના નાતે પણ એને તેઓ મોટા કોઈ સંસ્થાના હિતમાં અંધજનોના લાભાર્થે તેઓ આ ટ્રસ્ટીઓને કયારેય કડવી વાત સ્પષ્ટ રીતે કહેતા.હા ! મધુરતા ખોર્યા વિના આથી જ તેઓ દોસ્તો ની પ્રીતી અને સંસ્થાના હીત રક્ષણના બબ્બે ઘોડાઓ એક સાથે સવાર થયા. હવે માત્ર સ્વ.મગનકાકાની જીવન સુરભી જ આપણી વચ્ચે રહી હોય. આપણે સૌ એમની જેમ જીવનનો સંઘર્ષ શાન્તીથી પાર કરવાનો પ્રયત્નો કરી આપણી સારી શ્રધ્ધાંજલી અર્પીએ ભગવાન સ્વામિનારાયણ આપણને આ માટે શક્તિમાન બનાવે. તેવી સાચા હૃદયથી પ્રાર્થના..

શ્રી દિનેશકુમાર એસ. જાની

પ્રજ્ઞાચક્ષુ બાળકોના પ્રવાસી અધ્યાપક,

એન.એ.બી. સા.જી.શાખા, ઈડર

મો. ૯૪૨૬૫૬૯૩૪૧

શ્રી જયંતીભાઈ ભીમજીભાઈ પટેલ

ઉપાધ્યક્ષ,

એન.એ.બી. સા.જી.શાખા, ઈડર

મો. ૯૮૯૮૭૦૪૬૨૯