શ્રદ્ધા સુમન લેખ

સ્વ. બબુબેન બી. ઝાલા (કિશોરાવસ્થાએ ઓલવાયેલો જીવનદીપ)

સ્વ. બબુબેન બી. ઝાલા યુવાવસ્થાએ ઓલવણો બબુ જીવનદીપ

સાબરકાંઠા જીલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓનું શિક્ષણ એના આરંભના તબક્કાનાનો હતુ ત્યારે અંધ બહેનોનું શિક્ષણ મડાઓમાં અત્યંત અલ્પ પ્રમાણમાં ચાલતું હતું આવા સમયે હિંમતનગરના તાલુકાઓ એક ગામાં જન્મેલી બબુ બી. ઝાલાએ તેનું પ્રાથમિક શિક્ષણ અંધ વિદ્યાર્થીની તરીકે સામાન્ય દીકરીઓ સાથે શરૂ કર્યું. માધ્યમિક શિક્ષણની તેના ગામમાં જોગવાઈ નહીં પણ આ જ સમયે દુરંદેશી સંચાલકોએ પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની ઉચ્ચ કેળવણીને પ્રોત્સાહન આપવા અંધ મહિલા ગૃહ વિજ્ઞાન તાલીમ કેન્દ્ર ઈડર ખાતે શરૂ કર્યું. આ કેન્દ્રમાં ક્ષણની સવલત વગરના ગામોની અંધ બહેનોને તથા માતા વિનાની અથવા અસ્વસ્થમાંની અંધ દિકરીઓને કેન્દ્રમાં પ્રવેશ આખી છાત્રાલયની સુવિધા, ગૃહ વિજ્ઞાનની તાલીમ અને સામાન્ય શાળામાં શિક્ષણ આપવામાં આવતું હતું. સ્વ. બબુએ આ સૌ સવલતોનો લાભ અહીંયા લઈ લીધો.

બેઈલમાં ભણવામાં અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં તેજસ્વી બબુ રાજયસ્તરની કારરેલીમાં સુરત ખાતે પ્રથમ આવી. રોકડ ઈનામ અને ટ્રોફી જીતી. જેને તેનો પ્રગતિનો માર્ગ એક દરબાર અંધ કન્યા હોવા છતાં પ્રશસ્ત કર્યો.

નાટકમાં અંધ વ્યકિતઓ અને તેમાં પણ મહિલાઓએ તાલીમ લઈ અભિનય કરવો તે લગભગ અશકય હતું પણ દૃઢ નિર્ધારવાળી પ્રજ્ઞાચક્ષુ બબુએ તે કામ જાણે ડાબા હાથનો ખેલ છે. તેમ માનીને સિધ્ધ કર્યો. સ્થાના આરંભકાળના અંધ બાળકોના નાટકમાં બબુ ભાગ લેતી. બ્રેઈલ વાંચન - લેખન તે ભાગ લેતી. તેના ગીતના રસ અને કૌશલ્યને તો ખુદ એના સંગીતના અધ્યાપક ભરત વાઘેલાએ પિછાણ્યું અને તેને રાજયસ્તરની સંગીત સ્પર્ધામાં ભાગ લેતી હતી.

પ્રભુને જાણે આ સિધ્ધિઓની ઈર્ષા આવી હોય તેમ પ્રજ્ઞાચક્ષુ બબુ ટી.બી.નો શિકાર થઈ તેને જરૂરી તમામ સારવાર અને પોષક આહાર આપવા છતાં તેના વાલીએ સંસ્થાએ અંતે તેજસ્વી બબુને યમરાજને સોંપવા મજબૂર થવું પડ્યું.

વિકસતી અને ઝળહળતી સ્થુળ દ્રષ્ટિ વિનાની દીવડી ઓલવાઈ ગઈ. ગમનો માહોલ તેની બહેનપણીઓમાં વિશેષ અને સર્વત્ર છવાઈ ગઈ. આ સાથે એક ગુરૂ માટે તેનું શિષ્ય એક સંતાન સમાન છે. મેં પણ બબુ સાથે એક પ્રવાસી અધ્યાપિકા તરીકે કામ કરી તેને શિક્ષણ આપવાનું આનંદપ્રદ લ્હાવો લીધેલો. પરંતુ આ લ્હાવો જલ્દી છીનવાઈ જશે તેનો મને કલ્પનામાં પણ ખ્યાલ ન હતો.

અધ્યાપિકા હોવાના કારણે આપાતનો પચાવી ફરી પાછી પ્રજ્ઞાચક્ષુ બાળકના શિક્ષણમાં છે,મારા સ્મૃતીપટ પર સદા માટે આકારાઈ ગઈ. વાલીઓને પણ પ્રાગપણ સ્વ. બબુની તેજસ્વીતા રત્ન ગયાનું શોભ હોય પણ પ્રભુ પાસે આપણા કોઈનું ચાલતું નથી. પ્રજ્ઞાચક્ષુ બહેનો સ્વ. બાબુની તેસ્વીતાના પાઠ શીખી આગળ આવી સિધ્ધિઓ મેળવી તેને સાથી શ્રધ્ધાંજલી આપે તેવી શક્તિ સૌ પ્રવાસી અધ્યાપકો આવા પ્રજ્ઞાચક્ષુ છાત્રત્નોને તરાસીને ચક્રમતા કરી શકે તેવી શક્તિ સામે તેવી પ્રાર્થના. સ્વભાવે મિલનસાર, શરમાળ અને છતાં જરૂર પડ્યયે સ્પષ્ટ બોલનાર બબુનું જીવનદીપ કિશોરાવસ્થામાં જ બુઝાઈ ગયો તેનું અમને દુ : ખ છે.

પ્રભુ તેનો મોક્ષ કરે તેવી પ્રાર્થના..

શ્રી મુકેશભાઈ એલ. સથવારા

મ. અધ્યાપક,

રા.અં.મં.સા.જિ. શાખા

ઈડર.

ડૉ. નિશા એમ. તાજપુરીઆ

સહમંત્રી,

એન.બી.એ.બી.સા.જી.શા.

ઈડર.

મો. ૯૬૨૪૯૧૩૧૭૬