સ્વ મુન્નીબેન રમણભાઈ પ્રજાપતિ
હિંમતનગરના અણમતિયામાં રમણભાઈ પ્રજાપતિના પરિવારમાં પુત્રી જન્મ થયો. પુત્રીની આંખો કઈ જેઈ શકતી નથી. તેવું જાણી રમણભાઈ પ્રજાપતિ પરિવાર ખિન્ન થયો. ખેતી અને છે. જીપ ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા રમણભાઈને માહિતી મળી કે ઈડરમાં આવા. બાળકોનું શિક્ષણ ચાલે આ દરમિયાન અંધત્વ નિદાન માટે શિબિર યોજાયો અને મુન્નીને કે કાયદેસર રીતે સંપૂર્ણ ' અંધ જાહેર કરવામાં આવી. સ્વ.મુન્નીનું પ્રાથમિક શિક્ષણ ગામડામાં થયું. ત્યારબાદ ઈડરમાં હોમ સાયન્સ અંધ મહિલા છાત્રાલયમાં રહી મુન્નીની આગળની શિક્ષણયાત્રા ચાલુ થઇ. ગૃહ સંચાલનની અને રાજયસ્તરે આગળ વધી. ભુત જેવું કપરૂ પાત્ર તેને ભજવવાનું થયું. તે કુશળતા પૂર્વક મુન્નીએ ભજવી સૌને પ્રસન્ન કરી દીધા.
સ્વ.મુન્નીની સખી એટલે સ્વ.બબુને ટી.બી. થયો. પરંતુ સ્વ.મુન્નીએ તેની સખી તરીકેની જવાબદારી નીષ્ઠા પૂર્વક સેવા કરી અદા કરી. અને સ્વ.બબુના ટી.બી.નો ચેપ મુન્નીને લાગ્યો.દવામાં અનિયમિતતા સારવાર અને પોષણ પ્રત્યે મુન્નીની બેદરકારીએ સ્વ.મુન્નીને યુવાન વયમાં જ સ્વ.બબુના માર્ગે પ્રભુને પ્યારી બનાવી દીધી. ખીલતી કળી ફુલ બને તે પહેલાં કરમાઈ ગઈ.સખીઓ, પરિવાર અને એન.એ.બી. સંસ્થા પરિવાર લાચારી સાથે શોકમાં ડૂબી ગયો.
શાન્ત સ્વભાવની સહમુખી અને શરમાળ સ્વ.મુન્નીએ અંધ મહિલા હોવા છતાં અંધત્વને પચાવી જીવન વિકાસ કર્યો. તેના અકાળમૃત્યુથી સૌને દુઃખ તો થયું પણ તેના પરિવાર કરેલી તેની માવજન સૌ માત પિતા માટે ઉદાહરણરૂપ બને છે. તેમણે તેના અંધત્વને જોવા સાથે તેની આવડતને જોઈ વધુ મહત્વ આપી સારવાર પૂરી પાડી પણ પ્રભુને ગમ્યું તે ખરૂ.
આપણે સૌ પણ આપણા નબળા, વિકલાંગ છતાં તેજસ્વી બાળકોના ઉછેર, શિક્ષણ અને સારવારમાં અંગત રસ લઈ પ્રવૃત્તિ થઈએ તેજ સ્વ.મુન્નીને આપણા દ્વારા અપાતી સાચી શ્રદ્ધાંજલિ છે. સર્વ શક્તિમાન ઈશ્વર આપણને આ માટે જરૂરી શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી ભરતભાઈ બી.
ખજાનચી
એન.એ.બી. સા.જી.શાખા,
ઈડર
પંડયા
શ્રી વિષ્ણુભારથી કે. સ્વામી
રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ પ્રવાસી અધ્યાપક પુરસ્કાર વિજેતા
એન.એ.બી. સા.જી.શાખા,
ઈડર