વિકાસયાત્રા લેખ

૯ - “અંતરતી શુભેચ્છા વિકલાંગો સાથે”

વ્હાલા પ્રભુના પ્યારા આપણે સૌ આજે આપણા હિમંતનગરના આંગણે ગુજરાત રાજ્યના અંધ ખેલાડીઓ પધાર્યા છે તે પણ પાછું અવાજ કરતા, દડા, અવાજ કરતા લોખંડના ભારે સ્ટમ્પ અને બાકી રહેતી ક્રિકેટની સામગ્રી લઈ વિકલાંગોની વિકલાંગતા સ્વીકારી તેમની આવડતને આવકારી આપણે તેમને વિકાસની સમાન તકો આપીએ તેમને તેમના વ્યાજબી હક્કો સુધી લઈ જઈએ તેવી શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપણને આ અવસરે આપે.

જયંતિભાઈ જે.શાહ, જયંતિભાઈ પટેલ, તારકભાઈ લુહાર અને આપણા બાવજી (પ્રા. ભાસ્કર મહેતા) અમને જડ્યા તે અમારૂ અહોભાગ્ય છે. સ્વાર્થ, રાત-દિવસ, મુસીબતો જોયા વગર આદરેલો આ યજ્ઞ સાચો માનવતાનો યજ્ઞ છે. વિકલાંગમાં વિકલાંગતા સિવાય ઘણું બધુ છે. તે ઘણા બધાને જોઈ કેળવી આપણે તેને આપણા જેવા બનાવીએ. અંધ શશીવદનભાઈ અને હર્ષવદનભાઈ, અંધ જયશ્રીબેન, અંધ મુકુંદ, અંધ ભલાજી આ તો મે અને તમે આપેલી સંજ્ઞા છે. કુદરતે તેમની પાસે તેવા કરતાં તેમને આપ્યું ઘણું છે. હા, તેની આપણને જાણ ક્યા છે ?

જયંતિભાઈ અને બાવજી હા, હવે તો બાવજીના ઘરેથી પ્રવિણાબેન અમને આ કાર્યમાં જોડી પુણ્ય કમાઈ આપે છે . અમારી તો એટલી ઈચ્છા કે સાબરકાંઠા સૌ વિકલાંગોને વિકાસમાં આપણે સૌ મદદ કરીએ તો આપણાથી ચોક્કસ આગળ વધી શકશે .

સંસ્થાની સ્થાપનાથી ૧૮ મી અ.ગુ.અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ સુધીમાં અમને આ અંધ મિત્રોએ ઘણું દેખાડી નવો રાહ ચીંધ્યો છે. પ્રભુ તેમને રાહ ચિધવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. મેચમાં ભાગ લેનાર સૌ સાથીઓને હાર્દિક શુભકામના આપ સૌ જીવનમાં આગળ વધી અમારા બાવજીને પણ ઝાંખા પાડો તેવી આ તબક્કે શુભકામના અને શુભ આશિષ. કારમ અમે અને બાવજી તમારા વડીલ છીએ. ગુરૂ છીએ એટલે અમારા અપંગ દિકરા કે શિષ્યથી પરાજીત થવાનું કે ઝાંખા પડ્યાના કે પાછા પડવાનું અમને ગમશે કારણકે આમે અમારો વિકાસ છે. તમારા માટે ઘણું કર્યું. અમારાથી બનતું કર્યું, તમે જાતે આગળ આવ્યા· અમે તમને ટેકો કર્યો. અમે, તમારામાં જોયેલો ભગવાન તમે સાચા અર્થમાં બનો તેવી શુભકામના .

અંબાલાલ દેવાભાઈ પ્રજાપતિ

ઉપપ્રમુખશ્રી

રાષ્ટ્રીય અંધજન મંડળ, ઈડર