વિકાસયાત્રા લેખ

૮ - “અખિલ ગુજરાત અંધજત ક્રિકેટ ટુર્નામેન્ટ – હિંમતતગર”

વ્હાલા ક્રિકેટ ચાહકો, અંધ અને વળી ક્રિકેટ રમવામાં ખર્ચ કરે તેનો એક જમાનામાં સદૃષ્ટિઓ સાથે અમે પણ મોડોતો મોડો વિરોધ કર્યો હતો. ભલે નાનપણમાં અમે ક્રિકેટ રમતા. બાવળા ટુર્નામેન્ટથી દિલ્હી ટુર્નામેન્ટ સુધી હું ખેલાડી રહ્યો. “પાંચમી અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ” સૌના સાથથી, સફ્ળતાથી અમે પાર પાડી.

પડકાર ઝીલવો એતો પ્રજ્ઞાચક્ષુ જગતની વિશેષતા છે. લગ્નની પૂરેપૂરી તૈયારી થાય અને લગ્ન અટકી જાય એવું આ વખતે થયું. સતત ત્રણ-ત્રણ વર્ષની અછત અને દુષ્કાળની પરિસ્થિતિ છતાં સૌ શુભેચ્છકોના સહકારની શ્રધ્ધાથી અમે આ બીડુ ઝડપ્યું. સમગ્ર જગત " World Cricket Cup " ના આજે વાયરે છે ત્યારે રાજ્યનો “અંધજન ક્રિકેટ ક્પ “અનેક પડકારો છતાં જિલ્લામાં બીજીવાર યોજાશે અને તે પણ ‘ ‘ ચેન્નાઈ દ્વિતીય અંધજન ક્રિકેટ વિશ્વ કપ” બાદ.

સાડા ત્રણ દિવસના આ ભવ્ય કાર્યક્રમમાં શાખા કર્મચારી પરિવાર, સંચાલક પરિવાર, શુભેચ્છક પરિવાર, જાહેરખબર દાતા પરિવાર, સૌ કોઈ મન મૂકી અને ક્યારેક કામ મૂકી લાગી ગયા. જિંદગીને ક્રિકેટની રમત સાથે ઘણુ સામ્ય છે. તે ૧૩ (તેર) ટીમના અંધ ખેલાડીઓ આ ત્રણ દિવસ દરિમયાન હિંમતનગરના મેદાનો પર હિંમતથી પ્રદર્શીત કરશે. વ્યક્તિત્વ વિકાસ, કૌશલ્ય પ્રદર્શન, હાર- જીતમાં તટસ્થ રહી ખેલ ખેલવાની ભાવના, વિજેતાને વધાવવાની અને પરાજીતને પ્રોત્સાહિત કરવાની પળો વિકલાંગ વિષયક લોકજાગૃતિના જુવાળ સાથે આ દિવસોમાં જોવા મળશે. જિલ્લા પંચાયત માહિતી તંત્ર, સામાન્ય શિક્ષણ સંસ્થાઓ, નાગરિકો સૌનો સહકાર સૌને આશ્ચર્ય સાથે આ અનોખી ક્રિકેટ માણવાની મોજ આપશે . જે તેમને વિકલાંગ પુનર્વસનના કામમાં જોડાવવા નોંતરશે.

આવો, જગતના કોલાહલ વચ્ચે અવાજના આધારે સમૂહ ભાવનાથી રમાતી તન, મન અને ધનથી માણી અતિથીં ઋણ અદા કરવાની હિમંત હિમંતનગરમાં દાખવીએ. આમ ક્રિકેટની જેમ ભલે અહીં ભભક નથી, ઉંચો ખર્ચો નથી. પણ રમવા અને રમાવાનો અનેરો ઉત્સાહ છે.

હિંમતનગર અને સાબરકાંઠાના લોકોમાં મારી અડગ શ્રધ્ધા છે કે ક્યારેક આ નગરમાં એટલે કે “આપણા અમનગરમાં અખિલ ભારત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ” અચૂક યોજાશે. અરે ! વિશ્વ અંધજન ક્રિકેટ કપની કોઈક મેચો પણ રમાશે. સા.કાં. ના સુશિક્ષિત અંધ નાગરિક તરીકે અમને શાખાના એક જવાબદાર પદાધિકારી તરીકે આપ સૌના સહકારને અભિનંદી આ અવનવી ટુર્નામેન્ટમાં આનંદ લુંટવા પધારો તેવું ભાવભીનું નિમંત્રણ .

ડૉ . જયંતિ બી . પટેલ

સ્થાપક- સહમંત્રીશ્રી

રાષ્ટ્રીય અંધજન મંડળ, સા.કાં, જિલ્લા શાખા, ઈડર