જી.જે.વાછાણી
નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ, ભારતનો મુખ્ય હેતુ નેત્રહીન વ્યકિતઓને શિક્ષણ, રોજગાર અને પુનર્વસન આપી. તેઓનો સર્વાંગી જીવન ઉત્કર્ષ કરવાનો છે. અને ગ્રામીણ અંધજનો સુધી તેની સેવાનો લાભ પહોંચાડવાનો છે. સેવાના લાભ પહોંચાડવા માટે તેના કાર્યને જુદા - જુદા તબકકાઓમાં વિભાજિત કરવું પડે, તે સહજ - સ્વાભાવિક છે . આથી જ N.A.B. ઈન્ડિયાએ સૌ પ્રથમ રાજય શાખાઓ, ત્યારબાદ જિલ્લા શાખાઓ અને તાલુકા શાખાઓની રચના કરી છે. આજે આપણાં દેશમાં N.A.B. ઈન્ડિયાની ૨૦ રાજય શાખાઓ અને ૭૨ જિલ્લા શાખાઓ કાર્યરત છે . આ શાખાઓ મારફ્ત N.A.B. તેની સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ નેત્રહીનોને મળે છે .
ભારતની સૌ પ્રથમ જિલ્લા શાખા રાજકોટ ખાતે તા.૧૭/૬/૧૯૭૯ નાં દિને શરૂ થઈ. ત્યારબાદ જામનગર,જુનાગઢ અને રાજયનાં અન્ય જિલ્લાઓમાં શાખાઓની સ્થાપના કરવામાં આવી અને ગામડામાં વસતાં અંધ ભાઈ - બહેનોને તેઓનાં જીવન - ઉત્કર્ષ માટેની તમામ સેવાઓનો લાભ N.A.B. તરફ્થી પૂરો પાડવામાં આવ્યો.
આપણાં ગુજરાત રાજયમાં ૧૯ જિલ્લા શાખાઓ, ૩ સંયુકત જિલ્લા શાખાઓ અને ૩ તાલુકા શાખાઓ દ્વારા અંધજનોને તમામ જરૂરીયાત પૂરી પાડતી સેવાઓ N.A.B. આપી રહી છે. મુખ્યત્વે જિલ્લા શાખાઓ અંધજન સંકલિત સહશિક્ષણ યોજના CBR પ્રોજેકટ, આવાસી શાખાઓ, ડે કેર સેન્ટર, સરકારી સવલતોની જાણકારી આપતાં પરિપત્રો, બ્રેઈલ છપાઈ કામ, વિકલાંગધારા અંગેની જાગૃતિ, નેત્રહીનોને રમત-ગમત ક્ષેત્રે સમાજ સમક્ષ તેનામાં રહેલ શક્તિઓના નિર્દેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, અંધત્વ નિવારણ, જનજાગૃતિ, અંધ ધ્વજદિન ઉજવણી અને અંધ વિધાર્થીઓને પુરસ્કૃત કરવા માટે જુદા જુદા પારિતોષિકો આપી, તેની સેવાઓનો લાભ અંધ સમાજને મળી રહયો છે. આપણાં રાજયમાં હવે ફ્કત ડાંગ અને નર્મદા જિલ્લામાં જિલ્લા શાખાઓ શરૂ કરવાનું બાકી છે. તો સ્થાનીક કાર્યકરો મળતાં તે જિલ્લામાં પણ આપણે કાર્ય શરૂ કરી દઈશું.
આમ, જિલ્લા શાખાઓનાં સ્થપાયા પછી નેત્રહીન સમાજને બહુ મોટો લાભ થયો છે અને જનજાગૃતિ ઉપરાંત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ ગ્રામીણ અંધજનો સુધી પહોંચી છે.
લિ .
જી .જે.વાછાણી
જનરલ સેક્રેટરી
નેશનલ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ,
અમદાવાદ