વિકાસયાત્રા લેખ

૫ - પેટ્રો વર્લ્ડ કપ ક્રિકેટ ફોર ધી બ્લાઇન્ડ –

એક નજર.

વર્લ્ડકપ ક્રિકેટ ફોર ધી બ્લાઇન્ડ-2૦૦2 ચેન્નાઇ ખાતે ૩ જી ડિસે. થી 2૪ મી ડિસે, ૨૦૦૨દરમિયાન યોજાઇ ગયો. ભારત બીજી વાર વર્લ્ડ કપ માટે યજમાન થયું પ્રથમ વર્લ્ડ કપ ૧૯૯૮ માં પણ ભારતમાં દિલ્હી ખાતે યોજાયો હતો.

આ વખતના વર્લ્ડકપનું આયોજન એસોસીએસન ફોર ક્રિકેટ ફોર ઘી બ્લાઇન્ડ ઇન ઇન્ડીયા (ACBI) દ્વારા

થયું. આ વર્લ્ડકપની કેટલીક રોચક વાતો નીચે મુજબ છે.

કુલ છ દેશોએ ભાગ લીધો..

ભારત

પાકિસ્તાન

ઇંગ્લેન્ડ

ઓસ્ટ્રેલિયા

સાઉથ આફ્રિકા

શ્રીલંકા

કુલ છ ટીમોમાંથી સેમી ફાઇનલમાં પાકિસ્તાન તથા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાની ટીમો પ્રવેશ પામી જેમાંથી ફાઇનલ મેચ ૧૪ ડિસે. 2૦૦2 ના રોજ પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ જેમાં ગયા વર્લ્ડકપના ચેમ્પિયન

સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાને જવલંત વિજય મેળવી પ્રથમવાર વર્લ્ડકપ જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ. આપણી એટલે કે ભારતીય ટીમની વાત કરીએ તો કુલ ૧૪ સભ્યોની ટીમમાં રામકરન શર્મા ( B3 ) ભારતીય ટીમના કેપ્ટન નિયુકત થયેલા ગુજરાત વતી એક માત્ર ખેલાડી પુરુષોત્તમ પટેલે (B3) ભારતીય ટીમમાં પ્રવેશ મેળવ્યો એ પણ ગુજરાત માટે ગૌરવરૂપ બાબત રહી પેટ્રો વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં નીચેના ખેલાડીઓ હતા.

ઇન્દર સિંહ (B1)

ગજેન્દ્ર વર્મા (B1)

પ્રતાસીંગ બીસ્ટ (B1)

મન્વીન્દર સીંહ (B2)

રાજેશસિંહ (B1)

સુશીલ ગોડ (B2)

સંજીવ કુમાર (B1)

મહેશા (B2)

ચંદ્રશેખર (B1)

અધિકારી (B2)

અમરદીપ (B2)

બી,નાનાજી (B3)

રામકરણ શર્મા (B3)

પુરુષોતમ પટેલ (B3)

શેખર નાયક (B3)

વિશાલકુમાર (B3)

નિર્મળ કુમાર (B3)

આપણી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા તથા શ્રીલંકાને હરાવી શકી હતી પરંતુ ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકીસ્તાન સામે તેની હાર થઇ હતી જેથી સેમી ફાઇનલ સુધી પણ ભારતીય ટીમ પહોંચી શકી ન હતી.

આ સમગ્ર વર્લ્ડકપ દરમિયાન લગભગ ૭૫ લાખ નો ખર્ચ થયો હતો. ઇનામોની વાત કરીએ તો વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડીને JAWS FOR WINDOWS નું સોફટવેર જેના વડે નેત્રહીન વ્યકિત કોમ્પ્યુટર ઉપર સહેલાઇથી કાર્ય કરી શકે તેવું આ સોફટવેર ભેટ આપવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ૧ લાખ રૂપિયા રોકડા તથા વર્લ્ડ કપ ટ્રોફી શ્રીલંકાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી અર્જુના રણતુંગેના વરદ હસ્તે આપવામાં આવી હતી.

રનર્સ અપ ટીમને રૂા. ૫૦,૦૦૦/-રોકડા ઉપરાંત ‘પેસ્ટ-ફ્રાન્સ’ ની ટોકીંગ ડાયરી પ્રત્યેક ખેલાડીને આપવામાં આવી હતી, જેની એકની કિંમત રૂા. ૧૨૦૦૦/- હતી.

આ સમગ્ર વર્લ્ડકપ ના આયોજનમાં અનેક સંસ્થાઓના કર્મચારીઓ તથા નેત્રહીન ખેલાડીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ACB1 ના જનરલ સેક્રેટરી શ્રી ડૉ. બી.કે. પંચાલ નેત્રહીનોના ક્રિકેટના વિકાસ માટે છેલ્લા ૨૫ વર્ષથી અવિરત પ્રયત્નો કરી રહ્યાં છે. ક્રિકેટની રમતને શાળા કક્ષાએથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવામાં ગુજરાત અને ગુજરાતના ખેલાડીઓનો અભૂતપૂર્વ ફાળો રહ્યો છે. આ વર્લ્ડકપ એ હવે પછી થનારા અભૂતપૂર્વ વિકાસનું સીમા ચિહ્ન છે. ગુજરાતના ખેલાડીઓ વધુ સારી રીતે તૈયાર થઇ ભારતીય ટીમમાં સ્થાન મેળવે અને હવે પછી ૨૦૦૬ માં ઇગ્લેન્ડ - ઓસ્ટ્રેલીયામાં યોજાનાર વર્લ્ડકપમાં રમવાનું ગૌરવ મેળવે તેવી શુભચ્છા સાથે....

જી.બી.પટેલ

પરેશ ભાવસાર .

અંધજન મંડળ, અમદાવાદ