વિકાસયાત્રા લેખ

૧૯ - અમે ઋણી છીએ આપ સૌના

શાખાના સ્થાપના કાળથી ૧૮મી અખીલ ગુજરાત અંધજન કિકેટ ટુર્નામેન્ટ સુધીની વણ થંભી વિકાસયાત્રામાં

સૌ સહકાર દાતાઓનું ઋણ સાભારસ્વીકારી ભવિષ્યની વધુ પ્રબળ સહકાર માટે નમ્ર નિવેદન....

ક્રમ

સંસ્થા / વ્યક્તિ

આભાર શા માટે..?

અધિકારી વર્ગ સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી, હિંમતનગર

વખતો વખત ટૂર્નામેન્ટોના પ્રસાર પ્રસારણમાં સહયોગી

હિંમતનગર નગરપાલિકા ચુંટાયેલી પાંખ તથા નગરપાલિકા અધિકારી વર્ગ

વાહન વ્યવહાર તેમજ અન્ય ઉદાર સહકાર માટે

સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર ચુંટાયેલી પાંખ તથા અધિકારી વર્ગ

ઉદાર આર્થિક સહકાર માટે

ટૂર્નામેન્ટ લવાદ સમિતિના તમામ સભ્ય મહાનુભાવો, હિંમતનગર

ટૂર્નામેન્ટનું સફ્ળ સંચાલન અને વિવાદ નિવારણ માટે

અખબાર સમિતિ સભ્ય મહાનુભાવો

પ્। મેયોજીના સફ્ળ માનદ અભ્યાસમાંગ માટે

બાબુભાઈ એ. બાબુલથી, અરેલી

શાળા સમાન સ્વીકાર માટે

પુરુષોત્તમભાઈ પટેલ, જગતપુર (એમ.પી.)

શાળા સમાન સ્વીકાર માટે

માનનીય મંત્રી શ્રી અંબાલાલ વોરા સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન તેમજ કાર્યક્રમની સ્થાપના માટે

શ્રી વી.એન. મોઢ સાહેબ નાયબ નિયામક શ્રી જી.સી.આર.ટી., ગાંધીનગર

ઉદ્ઘાટન સમારંભનું મુખ્ય મહેમાન પદ શોભાવવા માટે

મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મયુરભાઈ સાબર ડેરી હિંમતનગર

ઉદ્ઘાટન સમારંભનું અને વિશિષ્ટ પદ શોભાવવા માટે

પ્રકાશરાવળ કોર્ટ

અનિલ પાઠક નેટવર્ક પ્રા. લિ. અમદાવાદ પુરસ્કાર વિતરણ તથા સમાપન સમારંભની અદ્યક્ષતા અદા કરવા માટે

શ્રી રવિ સફ્ળતા, સચિવશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર

પુરસ્કાર વિતરણ અને સમાપન સમારંભનું મુખ્ય મહેમાન પદ શોભાવવા માટે

જશવંતભાઈ જયરાજભાઈ પટેલ નિયામકશ્રી અનિલ પાઠક પ્રા. લિ., અમદાવાદ

અતિથિ વિશેષ પદ શોભાવવા માટે

નિયામકશ્રી સમાજ સુરક્ષા નિયામકશ્રીની કચેરી, અમદાવાદ

સફ્ળ સહકાર માટે

સ્મરણીય પ્રકાશન સમિતિ, ઈડર

સ્મરણીય સફ્ળ તેમજ સહયાગના પ્રકાશન માટે

શ્રીમતિ પ્રવિણા ભાસ્કર મહેતા

કારોબારી સભ્યશ્રી

રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા

નરેશ આર .બ્ર્હભટ્ટ

સહ સંયોજક્શ્રી

૧૮ મી અખિલ ગુજરાત અંધજન ક્રિકેટ ટુર્નામેન્ટ - હિંમતતગર ’

જીલ્લા ગ્રામ વિકાસ એજેન્સી સાબરકાંઠા હિમતનગર

ગ્રામ વિકાસને લગતી વિવિધ યોજનાઓ

સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના : -

આ યોજના હેઠળ બી.પી.એલ. હેઠળના અનુ.જાતિ , જનજાતિ , મહિલા , તેમજ અપંગ સ્વરોજગારોને પ્રાધાન્ય આપી સુનિશ્ચિત સમયગાળામાં સ્વસહાય જૂથોમાં આવરી લઈ ચાવી રૂપ પ્રવૃત્તિઓ દ્વારા ગરીબી રેખા ઉપર લાવી આત્મનિર્ભર કરવા માટેનાં ભૌતિક કાર્યક્રમને સરળ બનાવીએ .

સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના : -

રોજગારલક્ષી કામોમાં વેતન રોજગારી મળી રહે છે . રોજગારલક્ષી કામો માટે જાહેર અને અંતઃ સ્તરીય સગવડ્ગ ઊભી કરવાના કામો હાથ ધરવામાં આવે છે . એક માનવદિન દીઠ ૫ કીલો અનાજ આપવાનું છે બાકીની

રકમ રોકડમાં ચૂકવવાની છે . સદરહું યોજનાનુ અમલીકરણ જિલ્લા પંચાયત દ્વારા થાય છે .

ઈન્દિરા આવાસ યોજના : -

ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ધરવિહોણા કુટુંબોને આવાસ પૂરા પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે . તેમજ કાચા મકાનોને પાકા બનાવવા માટે પૂરક સહાય આપવામાં આવે છે .

ગોકુળ ગામ યોજના

આ યોજના હેઠળ ગામડાઓને સુનિશ્ચિત સમયગાળામાં આવરી લઈ પાયાની સુવિધાઓ પૂરી પાડી ગામડાઓને સ્વચ્છ , સુંદર અને સુવિધાપૂર્ણ “ ગોકુળીયું ગામ ” બનાવીએ .

જળસ્ત્રાવ વિકાસ યોજના : -

નદી , નાળાં , ઝરણાં , વાંકળાનું પાણી રોકીને તથા વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં ઉતારી ભૂગર્ભજળ સંપતિ સમૃધ્ધ કરીએ . વનીકરણ તેમજ અનાજ ઉત્પાદન વધારીઅ

(વી . એસ . ચૌહાણ)

નિયામક

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

સાબરકાંઠા - હિંમતનગર ,

(આર . આર . ચૌહાણ)

ચેરમેન

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી , અને

જિલ્લા વિકાસ અધિકારી

સાબરકાંઠા - હિંમતનગર .

શિક્ષિત સમાજ વિકાસનો છે રાજ માર્ગ :

છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન શિક્ષણની ગુણવત્તા સુધારણા અને કન્યા કેળવણીને ટોચઅગ્રતા આપીને ગુજરાત સરકારે અભૂતપૂર્વ કાર્યસિધ્ધઓ હાંસલ કરી સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન રહેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે . એટલું જ નહીં , સમાજને પ્રેરિત કરીને એક લાખ કન્યાઓને શિક્ષિત બનાવવા માટેની વિદ્યાલક્ષ્મી યોજનાનો જનઆંદોલનરૂપે અમલ અને વિદ્યાસહાયકોની નિમણુંકો સહિત એક લાખ શિક્ષિત બેરોજગારને શૈક્ષણિક વ્યવસાયમાં ભરતી કરી બેકારી નિવારણ અને શિક્ષણ - વ્યવસાયના ક્ષેત્રમાં ક્રાંતિકારી પહેલ કરી છે .

પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વિસ્તારવામાં સામાજિક ચેતના પ્રેરિત કરીને “ શાળા પ્રવેશોત્સવ ” ના અભિયાનને પણ અપૂર્વ સફ્ળતા મળી છે . અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે દેશની એક બિનસરકારી તટસ્થ સંસ્થાએ તાજેતરમાં ભારતના તમામ રાજયોમાં પ્રાથમિક શિક્ષણ અંગેનો અભ્યાસ અને સર્વેક્ષણ અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે તેમાં શાળા પ્રવેશ અને નામાંકનમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાતને પ્રથમ સ્થાને ઉપર મૂકવામાં આવ્યું છે .

શાળા પ્રવેશોત્સવને અદ્ભૂત સફ્ળતા સાંપડી છે . અને ગામે ગામ પ્રાથમિક શાળામાં બાળકોને ભણતર માટે દાખલ કરવાનો આ ઉત્સવ લોક ઉત્સવ બની રહયો છે . જેના પરિણામ સ્વરૂપે ૧૯૯૭- ૯૮ બાદ આજ સુધી ૩,૬૨,૦૦૦ વધુ બાળકોને શાળામાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રાથમિક શાળાના ધોરણ -૧ માં બાળકોની સંખ્યા ૨૦.૯૭ લાખ ઉપર પહોંચી ગઈ છે . જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમનું ફ્લક વિસ્તારીને ૯ જિલ્લાઓને આવરી લીધાછે . વાલીઓ અને સમાજના આગેવાનો ગામની શાળાના શૈક્ષણિક અને ભૌતિક વિકાસમાં સક્રિય જાગૃતિ દાખવી રહયા છે અને એથીય વિશેષ તો , કન્યા કેળવણીના ક્ષેત્રે હરણજ્ઞળ ભરવામાં આવી છે .

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના ત્રણ મુખ્ય ધ્યેય હાંસલ કરવા માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે અને મુખ્ય મંત્રીશ્રીની રાજકીય ઈચ્છાશકિત , શિક્ષણ વિભાગનું સમગ્ર ટીમવર્ક તથા સમાજના સહયોગથી બાળકોના નામાંકન , નામાંકન થયેલા બાળકનું શાળામાં સ્થાયીકરણ એ બંને ક્ષેત્રે ૧૦૦ ટકા લક્ષ્યસિધ્ધિ હાંસલ કરાશે અને સમગ્રતયા ઉચ્ચ ગુણવતા ધરાવતું પ્રાથમિક શિક્ષણ જેમાં ભાર વિનાનું ભણતર અને સર્વ શિક્ષા અભિયાનના પહેલરૂપ કાર્યક્રમો પણ પૂરી તાકાતથી પાર પાડવામાં આવશે .

ગુજરાતે કન્યા શિક્ષણના ક્ષેત્રે પણ આગવી સફ્ળતા મેળવી છે ધોરણ -૧ થી ૫ માં ગુજરાતમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો સને ૧૯૯૮ પહેલાં ૩૮.૯૫ ટકા નો હતો તે ઉત્તરોતર ઘટીને સને ૨૦૦૨ ના શૈક્ષણિક વર્ષમાં હાલ ૧૭,૦૧ ટકા ઉપર પહોંચી ગયો છે . એટલું જ નહીં સમગ્રતયા કન્યા- કુમારોનો ડ્રોપ આઉટ રેશિયો ૩૫.૨૧ ટકાથી ઘટીને ૧૯.૧૨ ટકા ઉપર નીચો લાવી શકાયો છે .

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસન સંભાળતા જ કન્યા કેળવણીનો આદર્શ સંકલ્પ જાહેર કરીને તેમાં સમાજને જોડવાના નિર્ધારરૂપે વર્તમાન શૈક્ષણિક વર્ષને “ કન્યા કેળવણી વર્ષ ” તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને વિધાલક્ષ્મી યોજના અમલમાં મૂકી હતી . આ યોજનામાં ધોરણ -૧ માં પ્રવેશ લેતી પ્રત્યેક કન્યાને ૧૦૦૦ રૂા.નું બોન્ડ આપીને ધોરણ -૭ સુધી સ્થાયી અભ્યાસ માટે પ્રેરિત કરવામાં આવે છે . પ્રારંભના તબકકે તો રાજયના જે ગામો ૨૦ ટકા તેથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર

ધરાવતા હોય તેવા જિલ્લા - ગામો પૂરતી આ યોજના અમલમાં મૂકીને ૩૦,૦૦૦ કન્યાઓને આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ યોજના જાહેર થતા જ સમાજમાંથી તેનો અત્યંત વ્યાપક અને ઉમળકાભર્યો પ્રતિસાદ મળી રહયો છે . રાજય સરકારના બજેટમાં ફાળવેલી જોગવાઈથી પણ વધારે એમ સહકારી સંસ્થાઓ , સંપન્નવર્ગો , શિક્ષક સંઘો , સ્વૈચ્છિક સંગઠનો , અને સરકારી અધિકારીઓ સુધ્ધા

“ વિધાલક્ષ્મી યોજના ” માટે બોન્ડ આપવા અનુદાન માટે સ્વયંભૂ પ્રેરિત થયા છે અને તેથી જ રાજય સરકારે પણ એક લાખ કન્યાઓને આ વર્ષે વિધાલક્ષ્મી યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ૨૫ ટકા સુધી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોનો તેમાં સમાવેશ કર્યો છે .

કન્યા કેળવણી માટેની વિધાલક્ષ્મી યોજના પ્રગતિ અને મહિલા વિકાસનો આધારસ્તંભ બની છે . અને ઉંબરા ઓળંગ્યા છે પહેલીવાર ,

મકકમ છે નિર્ધાર ,

કન્યા કેળવણી યોજનાને સહારે ,

અમે આંબીશુ વિકાસના દ્વાર ... ની વાત સાકાર

બનતી ગઈ .....

શાળા છોડી જવાની સમસ્યાના ઉકેલ માટેનું સંશોધન કરતા એવું તારણ નીકળ્યું હતું કે કન્યા- કુમારો માટે અલગ શાળા સ્વચ્છતા અને શૌચાલયોની સુવિધા પૂરતી ના હોવાથી ખાસ કરીને કન્યાઓનું પ્રમાણ શાળા છોડવાનું વધારે હતું આથી “ સ્કુલ સેનિટેશન ” પ્રોગ્રામ વ્યાપક પાયા ઉપર અમલી બનાવ્યો છે જેમાં ૫૪૦૦ યુનિટોનું બાંધકામ પુરૂં કર્યું છે અને એકંદરે ૧૦૦૪૫ યુનિટો બાંધવાનું આયોજન છે . પ્રાથમિક શિક્ષણના વ્યવસાયમાં શિક્ષિત બેરોજગારોને ભરતીનું પારદર્શી અભિયાન ઉપાડીને પીટીસી બેરોજગારોની ગંભીર સમસ્યાનું સફ્ળતાપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે . અત્યાર સુધીમાં પાંચ તબકકામાં ૫૨૯૩૪ વિદ્યાસહાયકોની નિમણુંક કરી દેવામાં આવી છે અને આગામી તબકકામાં વધુ ૧૨૮૨૦ વિધાસહાયકોની ભરતી પણ થઈ જવાની છે . આ ઉપરાંત અન્ય શૈક્ષણિક વ્યવસાયોમાં મળી કુલ એક લાખ નિમણુંકો આપવામાં આવી છે .

સને ૨૦૦૧ - ૨૦૦૨ માં આરંભાયેલી વિદ્યાદીપ યોજના ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ થયેલા ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવનાર દેશના ઉજવળ ભાવિ સમાન નાના બાળકોની સ્મૃતિમાં સંવેદનાથી અમલમાં આવી છે . આ યોજના હેઠળ ધોરણ -૧ થી ૭ પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તથા કોલેજમાં અભ્યાસ કરતાં રાજયના તમામે તમામ વિધાર્થીઓને ૨૪ કલાક માટે અકસ્માત વીમાના સુરક્ષા છત્ર હેઠળ આવરી લેવાયા છે . આ વીમા હેઠળ પ્રાથમિક વિદ્યાર્થીઓને રૂા .૨૫ હજારનું વીમા સુરક્ષા કવચ તથા માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક વિધાર્થીને રૂ।.૫૦ હજારનું વીમા સુરક્ષા કવચ મળે છે . તેના પ્રિમીયમનો સંપૂર્ણ આર્થિક બોજ રાજય સરકારે ઉપાડેલો છે .

કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા અને દરેક કુટુંબની પ્રત્યેક કન્યા શિક્ષણ પ્રાપ્ત કરે જ તેવી યાચના રાજયના મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનો પાસે યાચક બનીને કરી છે . આ યોજનાને નકકર સ્વરૂપ આપવા પહેલ કરીને મુખ્યમંત્રીશ્રીએ પોતાને મળતી તમામ ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી તેની હરાજીમાંથી પ્રાપ્ત થતી ધનરાશી કન્યા કેળવણી માટે વાપરવાની પથદર્શી પહેલ કરી ધો .૧૦ ની જાહેર

પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉતીર્ણ થયેલ કન્યાઓને રૂા .૫૧૦૦ ની રકમનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી . ગુજરાતને કન્યા કેળવણી ક્ષેત્રે સમગ્ર રાષ્ટ્રમાં અગ્રેસર બનાવવાનો સંકલ્પ અને નિર્ધાર ફ્ળીભૂત કર્યા છે .

કહેવાય છે કે " You need not speak , your work will speak " , માત્ર વાતો નહીં નકકર કાર્યો જ બોલે છે . ગુજરાતમાં પીવાનું પાણી , સિંચાઈ , નર્મદા યોજના , અને શિક્ષણ આ ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રે અદ્વિતિય લક્ષ્ય કેન્દ્રિત કરી રાજયકીય ઈચ્છાશકિતમાં પ્રજાકીય સહયોગના સમન્વય દ્વારા અદભૂત કાર્ય થયાં છે , અને એના પ્રભાવક પરિણામોની પ્રતીતી રાજયના જન જનને થઈ રહ છે .

શાખાનાં પુરસ્કાર વિજેતા રત્નો

ક્રમ

નામ

પુરસ્કારનું નામ

વર્ષ

(૧)

પ્રા. ભાસ્કર યોગેન્દ્ર મહેતા

● દત્તક સેવાવાળી

આશાવાદી બાળ ગાઈ રપિયા સફા,

● રોટરી કચોરીલા કોલેજ સહાલ કોલેજ, અમદાવાદ

(૨)

શ્રી હર્ષદભાઈ યુ. ભોવી

● સ્વ. બાળભોળ સી. અને સ્મૃતિ પારિતોષિક

૨૦૦૦-૦૧

● લહેર શ્રીમન પુરસ્કાર

(૩)

શ્રી વિષ્ણુભાઈ કે. સ્વામી

ભાઈ બાળકોના શ્રેષ્ઠ શિક્ષક - રાષ્ટ્રપતિ એવોર્ડ

(૪)

શ્રી પૂર્વશ્રી ભરતકુમાર પાંડે

સ્વ. હરિણુય વિકાસ સંસ્કરણ દિ. ગ.યુ.તિ. પારિતોષિક

(૫)

શ્રી ભગાઈ એમ. ડામોર

મેન ઓફ ધી ટૂર્નામેન્ટ કનિષ્ક વિષ્ણુય, દિલ્હી (અંધજન)

૧૯૯૦-૯૧

(૬)

શ્રી જશવંતભાઈ એમ. મિશ્રી

સ્વ. મિલન મુશરીક સિંહા એવોર્ડ

(૭)

કું.સુધા કાકાભાઈ પટેલ

● હરિભાઈ આશાવાદ બ્રીજડેસીંગ ગામ શહેર મેં એવોર્ડ

● સ્વ. નિષ્ણુય મુશરીક સિંહા એવોર્ડ

(૮)

શ્રી પ્રિતીલાલ એચ. પટેલ

મુક બહાદુર બાળકોના શ્રેષ્ઠ શિક્ષક - રાષ્ટ્રપતિ એવોર્ડ

(૯)

શ્રી જશવંતભાઈ બી. સફા

સાબળા એવોર્ડ કવિતા

(૧૦)

શ્રી રવિભાઈ પી. સોની

● ગુજરાત રાજ્ય, રાજપૂતા

વિકલાંગ વિષ્ણુ શ્રેષ્ઠ એવોર્ડ

● સાબળા એવોર્ડ

(૧૧)

શ્રી પુરુષોત્તમ એમ. પટેલ

મેન ઓફ ધી ટૂર્નામેન્ટ તથા અન્ય પુરસ્કાર રાજ્ય ચિ. જિ.

સર્વે એવોર્ડ વિજેતા મહાનુભાવોને હાર્દિક અભિનંદન

શ્રી જયંતીભાઈ બિ પટેલ