‘ સ્વપનો’ આપ સીન સહકરથી સાકાર પામવાની અપેક્ષાથી અમારા સ્વપ્નો આપ સૌ સમક્ષ રજુ કરવાની અનુજ્ઞા મેળવુ છું.
“ દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ
કલરવની દુનિયા અમારી ' '
આજનું સ્વપ્ન આવતીકાલની વાસ્તવિકતાની જનની છે.
આ કલરવની દુનિયાને માણતા પ્રજ્ઞાચક્ષુઓથી આરંભાયેલા કાર્યને અમોએ હવે મંદબુધ્ધિ, અસ્થિર વિપયક ખામી મુક-બધિર વગેરેની સેવાર્થે વિકસાવવાનો પ્રયત્ન આદર્યો અને બહુ વિકલાંગોની પુનર્વસન પ્રવૃત્તિ સુધી ફાલી કુલી, જન જાગૃતિ અભ્યાન આદર્યુ. છતાં બહુ વિકલાંગોની પુનર્વસન પ્રવૃત્તિને સંપૂર્ણ સાકાર કરવા બહુ વિકલાંગો ની સાથે મહત્તમ સર્વાંગી વિકાસ ધરાવતો માનવ સમુદાય સક્રિય રીતે સહભાગી બને અને બનતો થાય તે આપણા સૌનું સ્વપ્ન છે અને તે દ્વારા.
સાબરકાંઠા જિલ્લાના સર્વ વિકલાંગોનું સર્વાંગી પુનર્વસન કાર્ય અનેક વિધ પ્રવૃત્તિઓના માધ્યમ દ્વારા અને અનેક પધ્ધતિઓ દ્વારા સફળ બને.
પ્રજ્ઞાચક્ષુઓના સંપૂર્ણ વિકાસ અર્થે અને વર્તમાન ટેક્નોલોજી યુગ સાથે તાલ મીલાવવા કોમ્પ્યુટરો બ્રેલ લિપીમાં ટ્રાન્સફર કરવાની સુવિધા પ્રાપ્ત થાય .
બહુ વિકલાંગોના વિકાસ માટેની ઉપયોગી પ્રવૃત્તિઓને અનુરૂપ શાખાનું પોતાનું આવાસ.
શાખાનું પોતાનું આવાસ બહુ વિકલાંગોના વિકાસ માટેની પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠે તેવું વાતાવરણ.
બહુ વિકલાંગોના પુનર્વસન ક્ષેત્રે વિવિધ તાલીમ કાર્યક્રમોનું ઇડરમાં અને ગુજરાતમાં સુદ્રઢ આયોજન.
માનવશકિતના વિકાસ માટેની સુવિધા ઘેરબેઠાં થઇ શકે તેવી વ્યવસ્થા.
સંસ્થામાં સ્થપાયેલા લો વિજન સેન્ટરનો સંપૂર્ણ વિકાસ અને તેનો લાભ જિલ્લાના આતરીયાળ પ્રદેશ સુધી પહોંચે તેટલી જાગૃતિ અને સુવિધા
વિકલાંગોના પુનર્વસન માર્ગદર્શન કેન્દ્ર, વિકલાંગોના પ્રશ્નોથી સુપરિચિત અને સહદય અભિગમ ધરાવતા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન
વિકલાંગોના સામાજિક દરજજો, તેમની મિલકત, તેમનું દામ્પત્ય જીવન અને તેમના વિવિધ હકકોનું સંરક્ષણ કરવું અને સૌને સુમાહિત કરવા.
વિકલાંગોના સ્વાભિમાન અને તેમની શકિતનો અહેસાસ કરાવવા સમાજના જાહેર ક્ષેત્રોમાં વિવિધ રીતે તેમની ભાગીદારી વિકલાંગોની શકિતનો પરિચય કરાવતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જાહેર ક્ષેત્રમાં ભાગીદારી માટેનું તેમનુંઆકર્ષણ પેદા કરવાની પ્રવૃત્તિઓ .
વિકલાંગોને સર્વાંગી પણનો અહેસાસ થાય તે માટે ખૂટતી તમામ જરૂરિયાતો શાખા અને નિષ્ણાતો દ્વારા મળે તે માટેનું સક્રિય આયોજન અને તે માટેની પૂર્તતા કરે તેવા સજાગ અને સક્રિય તંત્રનું સંપૂર્ણ આયોજન .
સમાજ વિમુખ થતા વિકલાંગો ને સમાજા ભિમુખ કરવા અને સમાજને તે તરફ આકર્ષવા અને સક્રિય બનવા વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેકટ અને તજજ્ઞો દ્વારા સતત પ્રયત્નશીલ રહેવું . શાખા દ્વારા જિલ્લાના વિવિધ પ્રદેશોમાં પહોંચવા વ્યવસ્થિત સમય પ્રમાણેનું આયોજન કરવું.
વિવિધ વિકલાંગોની વિવિધ સમસ્યાઓ ને લક્ષમાં રાખી તેના તજ્ઞો દ્વારા તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી તેમના વિકાસનો માર્ગ મોકળો કરવો.
આવી પ્રવૃત્તિઓના આયોજન માટે વર્ષ દરમ્યાનનું સમયપત્રક તૈયાર કરવું અને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો.
વિવિધ વિકલાંગોના પ્રશ્નોના સુમાહિતગાર તજજ્ઞોની ટીમ તૈયાર કરવી અને તેમના દ્વારા વર્ષ દરમ્યાન ઉદ્ ભવતા પ્રશ્નો સમસ્યાઓને હલ કરવી તે માટે મંડળની સ્થાપના કરવી જેમાં નિ : સ્વાર્થ અને સહદયી તજજ્ઞોનો સમાવેશ કરવો.
વિકલાંગો માટે તેમની વિકલાંગતાને અનુરૂપ વ્યવસાય તેમને મળી રહે ઉપરાંત પ્રદેશ પ્રમાણેની જરૂરિયાતોનું ઉત્પાદન કરી શકે જેથી માર્કેટ શોધવા દુર જવું ન પડે અથવા પરાવલંબી ન બનવું પડે તે લક્ષમાં રાખી વ્યવસાયિક તાલીમનું આયોજન કરવું .
વ્યવસાયિક તાલીમ કેન્દ્રનો સંપૂર્ણ વિકાસ થાય અને યોગ્ય પ્રમાણમાં વિકલાંગો પોતાની રોજી મેળવી સ્વાવલંબી બની શકે તેવી વ્યવસ્થા ગોઠવવી .
વ્યવસાયિક તાલીમ કેન્દ્રમાં ગંભીર વિકલાંગતા ધરાવતા વિકલાંગો માટે વર્કશોપનું આયોજન કરવું .
વિકલાંગોને વિના વિલંબે તેમની જરૂરિયાતો પ્રાપ્ત થાય જેથી તે સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે સક્રિય અને જાગૃત આયોજન કરવું.
વિવિધ વિકલાંગોમાં ‘ મંદ-બુધ્ધિ' ના વિકલાંગો માટે આવાસમાં વિશિષ્ટ વ્યવસ્થા અને તેમને અનરૂપ પ્રોજેકટનું આયોજન
મંદ- બુધ્ધિના વિકલાંગો માટે વર્કશોપ
વિકલાંગ જાગૃતિ કેન્દ્ર તે દ્વારા જિલ્લા કક્ષાએ વિકલાંગ ધારાનો ચુસ્તપણે અમલ કરાવવો .
વિકલાંગ ધારા મુજબ અનામત બેઠકો દ્વારા રોજગારીનું નિર્માણ.
વિકલાંગો માટે વોકેશનલ ટ્રેનીંગ વર્ગોની વ્યવસ્થા કરવી.
પ્રચાર અને પ્રસાર માધ્યમોને વિકલાગો ના કાર્ય સુધી પહોંચાડવા સતત પ્રયત્ન, પ્રચાર અને પ્રસાર માઘ્યમ દ્વારા વિકલાંગોની પ્રવૃત્તિઓ જરૂરિયાતોની વાતો સમાજના વિવિધ ક્ષેત્ર સુધી પહોંચાડવાનું સુવ્યવસ્થિત આયોજન.
વિકલાંગોના સાંસ્કૃતિક વિકાસ માટે શાખામાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવી અને તે દ્વારા વિકલાંગોના સંગીત, નાટક, સાહિત્ય તરફના અભિગમને વેગવંતો બનાવવા અને તે દ્વારા વિવિધ ક્ષેત્રના વિકલાંગોના વિવિધ સાંસ્કૃતિક વારસાનું આદાન પ્રદાન કરવું.
આવો આપણે સૌ ‘ વિકલાંગો ના વિકાસ મહાયજ્ઞને સંપૂર્ણ કરીએ.’
વિકલાંગોના વિકાસના કાર્યનું સ્વપ્ન એ સમાજ-સરકાર-અને વિકલાંગો સૌનું સહિયારૂ સ્વપ્ન છે. ઇશ્વર સૌના સહકારથી સ્વપ્ન સિધ્ધ કરે તેવી અભ્યર્થના,...
નમસ્કાર...
ઓ. જી. વ્યાસ