અંધજન નાટ્યસ્પર્ધા એક વિહંગાવલોકન
- શ્રી. હાસ્યદા પથા
અભિનય ગેય પડકાર છે, કલ્પિત પાત્રને ક્ષત અને તાર્દશ કરવા માટે એ પાત્રને આત્મસાત કરી ઓતપ્રોત થઈ જવું પડે. વાસ્તવિક જીવનના પાત્રોને યથાવત રજૂ કરવામાં દષ્ટિવાન કલાકારો પણ થાય ખાઈ જાય ત્યાં વણખેડાયેલા ક્ષેત્રમાં પ્રજ્ઞાચક્ષુ કલાકારો મોંમાં આંગળા નંખાવી જાય તેવી નાટ્ય-અભિનય કલા વ્યક્ત કરી જાય ત્યારે કોને દાદ આપીશ? કલાકારોને, દિગ્દર્શકને કે પછી આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતી સંસ્થાઓને...?
સ્પર્શ જેમની ભાષા છે, અવાજ જેમની અનુભૂતિ છે, ટેરવાં જેમની ઉપલબ્ધ છે તથા અધકાર જેમનો આલેક છે એવાં પ્રતિભાજન્ય દિવ્યચક્ષુ ધરાવતાં ધનાના નાટ્યોત્સવ ગુજરાતમાં આર ભાયા.
‘દુખ્યાંનો દેશ ભલે લઈ લીધો નાથ,
પણ કલરવની દુનિયા અમારી.....
રંગનમંચનું પ્રત્યક્ષ જેને જ્ઞાન નથી, તખ્તાની ભૂગોળનો જેમને પરિચય નથી અને અભિનયના અજવાળાનું જેમને તાદૃશ દર્શન નથી એવાં પ્રજ્ઞાચક્ષુ કલાકારોના નાયકસબને બહાર લાવવો એ દિગ્દર્શક માટે પણ યજ્ઞકાર્ય છે. ગુજરાતી એકાંકીઓના સવાદોને બ્રેઈલ લિપિમાં ઉતારવા. સં વાદો તૈયાર કરાવવા, સંવાદોના અભિનયને સ્પર્શીથી સમજાવવા, વર્ણ નથી તાદૃશ કરવા, તખ્તા પરથી હલનચલનને અવાજના માધ્યમથી નિશ્ચિત કરવી અને તે પણ એવી રીતે કે અપરિચિત રંગનમંચ પર પણ એ મહાવરો કરાયેલા નાટયાભ્યાસ સાર્થક બની રહે. આ સઘળુ કસોટીરૂપ છે,
અખિલ ગુજરાત અંધજન એકાંકી નાટયસ્પર્ધાનો ભારતભરનો સૌ પ્રથમ પ્રયોગ તા, ૪ અને ૫ જાન્યુ. ૧૯૯૦ એ જીવનભારતીના રંગભવનમાં સુરત ખાતે અંધજન વિકાસ કેન્દ્ર અને લાયન્સ કલબોના રીજીયન ચાર અને પાંચે સંયુકત ઉપક્રમે રજૂ કર્યો. આ કાર્ય ક્રમને નાથમહિર્ષ ચં. ચી. મહેતાએ બિરદાવ્યેા.
બે દિવસની આઠ નાટકની આ હરિફાઇમાં ૧૭ બહેનો અને ૨૬ ભાઇએ જે તમામ નેત્રહીન હતાં, તેઓએ અભિનય કર્યો. લગભગ તમામ કલાકારોએ પ્રથમવાર જ નાટક ભજવ્યું. તમામ નાટકના દિગ્દર્શકો સદૃષ્ટિ હતા. તેઓ કથાં તે તે શાળાના શિક્ષકો હતા, કયાં તો નાટયકળાના જાણકાર હતા. કેટલાંક નાટકો શિક્ષકોએ જ લખ્યાં હતાં, તે કેટલાંક લેખકોએ લખ્યાં હતા. લગભગ મોટાભાગના નાટકોના વિષય જ અધત્વનો હતો. તે નાટકે પ્રચાર સ્વરૂપનાં હતાં. અંધ કન્યાપ્રકાશ ગૃપ, અમદાવાદ ‘જીવનકેડી’ કે બ્લાઈન્ડ સ્કૂલ, ભાવનગરનું ‘ અમારા અરમાન’, અંધ કન્યાપ્રકાશ ગ્રુપ, મેમનગરનુ ‘શ્વેત કીકી’ આજ પ્રકારના નાટકા હતાં. તેમના
લેખક - દિગ્દર્શક પાસે રંગનમંચનો મહાવરો ઓછા લાગ્યા.
તો વળી અંધ કલાકારોને લઈને પ્રણાલિકાગત નાટકા જરૂરી ફેરફાર સાથે જેમણે રજૂ કર્યાં તેમણે સ્વાભાવિક રીતે જ બાજી જીતી લીધી. એમાં. મ. અંધજન શાળા સુરતનું ‘બધ દરવાજા સેકન્ડરી સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ, અમદાાદનું ‘હુકમ માલિક ', એન, એ, બી, જિલ્લા શાખા જૂનાગઢનુ ‘મુર્ખ કમ્પાઉન્ડર’ તથા એડલ્ટ ટ્રેનીંગ સેન્ટર સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ, અમદાવાદનુ ‘ચોરસ દુનિયા’ નો સમાવેશ કરી શકાય, ઇડરનું નાટક ‘ગુલાબનુ ફૂલ ' અંધજના પ્રત્યે સમાજના વ્યવહારની વાત લઈને આવતું હતું.
મોટેભાગે એમ થતું લાગ્યું છે કે નાટકની પસંદગી પહેલાં થઈ હાય ને પછી તેમાં કલાકારો બેસાડયા હોય. પરંતુ જો કલાકારની મર્યાદાને સમજીને તે પ્રકારના નાટકો થાય તો હજુ વધુ સારૂ પિરણામ લાવી શકાય. જેમ કે ‘ હુકમ માલિક ’ કે 'ચોરસ દુનિયા ' નો પ્રવાહ મંચના અમુક જ સ્થળોએ મર્યાદિત રહે છે તે ‘બંધ દરવાજા' માં ઘટના મંચના દરેક સ્થળે ઘુમે છે, ઝીણુવક સાથે ઘુમે છે. કલાકારોને તે મુજબની તાલિમ આપવી એ પણ નોંધનીય છે.
મોટાભાગના નાટકો વાચાળ હતાં. તેમાં હલનચલનની મર્યાદા સ્વીકારી લેવાઈ હતી. પાત્ર અમુક જ સ્થળાએ રહી ભજવણી કરતા હતા. જ્યાં આ મર્યાદાને ઉવેખીને પ્રયત્નો થયા ત્યાં સફળતા વરી. જેમકે દિષ્ટ વગરના કલાકારોને મંચની રૃપર હલનચલન વખતે મંચ પરના અત્યંત જરૂરી રાચરચીલાના જ ઉપયોગ કરવો. તેમને એવી રીતે ગોઠવવા કે જેથી તે દિશાસૂચક બની શકે, આ માટેની સૂઝ નાટકને ઉગારી શકે, અધ કલાકારોને પોતાના હાવભાવ સર્વાંગ સુંદર રીતે મુખ પર કે શરીર દ્વારા રજી કરવામાં મુશ્કેલી નડે છે. જેમને જન્મથી દૃષ્ટિ નથી તેમને માટે આ કલ્પનાને વિષય છે. તેમના અભિનયમાં રોજિંદા વ્યવહારની અસર વધુ રહે છે. એના ઉપાય તરીકે આંગિક કરતા વાચિક અભિનય પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યુ. પોતાના કલાકારાને છે તેમાં જ રજુ કરવામાં તેમણે છોછ ન અનુભવી, કેટલાંકે વેશભૂષાનો સહારે લીધો તો કોઇકે મંચની ગોઠવણ સુઝ ભરી રીતે કરી પોતાનુ કામ પાર પાડયું.
અંધ કલાકારો માટે વિશિષ્ટ નાટકો લખાવા જોઇએ કે કેમ એ ચર્ચાના વિષય છે. તેમની ખામીએ જ ખૂબી બનાવતી વાત કે ટેનિકના પ્રયાગે સુખદ નીવડી શકે. તે તે માત્ર અંધ છે માટે જ સહાનુભૂતિ કે દયાપાત્ર છે અને આ સમાજ તેના પર સિતમ કરે છે એવી ઘસીપીટી વાત ભલે જરૂરી હાય પણ તેની નજાકત સાથે આડકતરી રીતે ચાટ લાગી શકે, જેમકે અંગ્રેજી નાટક ‘વેઇટ અટીલ ડાર્ક' માં નાયિકાનુ પાત્ર એ થાત નીચે લીટી દોરે છે કે અંધો પણ દેખતાના સમોવડીયા છે.
આ કલાકારાને જોઇને એટલા વિશ્વાસ બેઠો કે અધજનોએ વધુને વધુ નાટક કરવાં જોઇએ. ખાસ કરીને તેમણે દેખતા પાત્રો ભજવવા જ જોઇએ તેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે.
તેઓ કઠોર જીવનને કુણું બનાવવામાં વધુ સજજ થઇ શકશે . સ્વાભાવિક રીતે દર્શકો પણ ભૂલ વગર દેખતા જેવા જ અભિનય કરતા અધ કલાકારને નવાજશે .
અંધજન નાટય પ્રવૃત્તિનો વિકાસ કઇ રીતે કરી શકાય એ વિશે આ હિન્ફાઇના આયેજ કે તમામ દિગ્દર્શકો મેનેજર્સ સાથે ચર્ચાસભા ચેાજીને ઉપકારક કાર્ય પ્રયેાજી શક્યા હોત . છતાં અંધજન રંગભૂમિ સતત પ્રવૃત્ત રાખવામાં આવે તે તે આપેઆપ વિકાસ તરફ ગતિ કરશે એમ સ્વીકારી શકાય .