મુઠી ઊંચેરો માનવ પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા

સાચુ જ કહેવાયું છે કે બહુ રત્ના વસુંધરા - વસુંધરાનું એક રત્ન ગુર્જર ધારામાં બી.વાય. મહેતાના નામથી વિકલાંગજનોના પુનર્વસન કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરી ચૂક્યાં છે તેમના સ્વપ્નો હતા અંધ અપંગ બહેરામુંગા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને સમાજની ઉપેક્ષામાંથી મુક્ત બનાવવા યોગ્ય શિક્ષણ તાલીમ કૌશલ આપી સમાજમાં ઉન્નત મસ્તકે જીવન જીવતા કરવા. આ સ્વપ્નો સાકાર પણ થયા.

આ મુઠ્ઠી ઉંચેરો માનવે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા આવા ક્ષતિગ્રસ્ત બાળકો માટે રાષ્ટ્રીય અંધજન મંડળની એક શાખા 1986 માં ઇડરમાં પોતાના નિવાસ્થાનના એક ઓરડાથી શરૂ કરી આજે ૪૦ વર્ષમા અંદાજે 12000 કુટુંબોમાં આત્મસન્માનથી જીવતા પોતાના કૌશલ્યથી ઉચ્ચ સ્થાને સેવા આપતા ખુશાલ સમાજ સન્માનિત વ્યક્તિઓ સર્જ્યો છે તેમના જીવન સંગીની શ્રીમતી પ્રવિણાબેન મહેતા અને સંતાનોના પૂર્ણસહકારથી આ ભગવત કાર્ય સંપન્ન થયું છે.

પ્રોફેસર ભાસ્કર મહેતા નો આજે અમૃત મહોત્સવ તેમની ઉંમરના 75 માં વર્ષે ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમના જીવન કાર્યોથી પરિચિત સૌ ગૌરવ અને આનંદ અનુભવી રહ્યા છે.

તેઓ શ્રી ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં સંસ્કૃત વિષયના વિદ્વાન અધ્યાપક હતા જન્મથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આ સનિષ્ઠ મિલનસાર અને વિદ્યાર્થી વત્સલ અધ્યાપકને સંસ્કૃત સાહિત્યનું અગાધ જ્ઞાન હતું. અંગ્રેજી ભાષા પણ તેઓ શ્રી અસ્ખલિત રીતે બોલી શકે છે. વિદ્યા જગતમાં અધ્યયન શૈલીથી એમની વાક્યછટા પણ વિશિષ્ટ હતી. અમદાવાદમાં તારીખ 11- 11-2011 ના દિવસે સંસ્કૃતના એક પુસ્તક વીમોચન સમારોહમાં તેમના પ્રવચનથી પ્રભાવિત થઈ ત્યાં હોલમાં ઉપસ્થિત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજી અબ્દુલ કલામે સામે ચાલીને હસ્તધુનન કરી તેમને બિરદાવ્યા હતા.

ગુર્જરધરાના આ બહુમૂલ્ય રત્નની આભા જોવી છે? તેઓ તેમની એવોર્ડ અને પદ પ્રાપ્તિઓ 1974 માં તેમને IFB ઇન્ટરનેશનલ એવોર્ડ આંતરરાષ્ટ્રીયનિબંધસ્પર્ધામાં પ્રથમ સ્થાન માટે મળ્યો- 1995 માં અંધજન મંડળ સેવા ક્ષેત્રે માનદ્ સેવાઓ માટે આર.એમ. આલ્ફાવાળા એવોર્ડ મુંબઈ ખાતે મળ્યો. 2004 માં આ જ કામગીરી માટે નિલકંઠરાય છત્રપતિ એવોર્ડ મળ્યો હતો સાબરકાંઠાની આ સંસ્થાના માનદ્ સામાન્ય મંત્રી તેઓ વર્ષો સુધી રહ્યા પણ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ NAB ના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ગુજરાતી પ્રમુખનો કાર્યભાર પણ

તેમને સફળતાપૂર્વક બજાવ્યો પદ પ્રાપ્તિ શિખર તો હવે આવે છે – તેઓ શ્રી ગુજરાત સરકારમાં 2005 થી 2008 ત્રણ વર્ષ વિકલાંગજનો ના કમિશનર પદે રહ્યા અને વિકલાંગોના અધિકાર માટે ઉચિત પગલા લીધા

સતત સેવા કાર્યો સતત મુસાફરીથી અતિશ્રમે તેમને ધીમે ધીમે ના તંદુરસ્ત બનાવ્યા કમને પણ સ્વેચ્છાએ સેવાપદ સ્થાનો એમને છોડ્યા- તેમના જીવન સંગીની શ્રીમતી પ્રવિણાબેનને વટવૃક્ષ બનેલ ઈડરની આ સંસ્થામાં સહમંત્રી રહી સેવા કાર્યો સંભાર્યા. સંસ્થાની ગતિવિધિ ચાલુ રાખી આ સંસ્થા 36 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહી વિકલાંગજનોના શિક્ષણ અને તાલીમના કાર્યો કરતી રહી અંતે છેલ્લે ચાર વર્ષથી સંસ્થા પોતાના સગવડ યુક્ત મકાનમાં વધુ વેગ અને વધુ ધગશથી સેવા કાર્યો બજાવે છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ ગાંધીએ ઇડર શાખાના આ ભવનનું નામ ’ ભાસ્કર ભવન ’ નક્કી કર્યું અને પ્રોફેસર ભાસ્કર મહેતાના જીવન સમર્પણને મૂર્તિ સ્વરૂપ આપ્યું છે વિકલાંગજન સેવાઓ અને એમને કરેલા નિઃસ્વાર્થ કાર્યો માટે આ ઉચ્ચતમ સન્માન છે પ્રોફેસર ભાસ્કર મહેતાનું ષષ્ઠિપૂર્તિ મહોત્સવ એમના કાર્યોના પરિચિતો અને લાભાન્વિતોના સ્વયંભૂ હૃદય ઉમળકાની નીપજ હતી. તેમના જીવન સમર્પણ અને વિકલાંગજનો તરફથી તેમની સમર્પિતા માટે અસંખ્ય લેખો જ દર્શાવે છે કે આ સેવાશ્રમનોપ્રોફેસર ભાસ્કર મહેતા ઈશ્વરદત્ત દેવદૂત છે આ લેખોને પુસ્તકનું શીર્ષક છે વ્યોમે વિહરે ભાસ્કર.વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કરી સંસ્થાને મજબૂત બનાવી સમાજમાંથી હમદર્દ વ્યક્તિઓનો સાથ મેળવ્યો સમાજ અને સરકારને જાગૃત કરી આ સંસ્થા દ્વારા વિકલાંગજન શિક્ષણ તાલીમના અવિરતકાર્યો કર્યા. સામે પ્રવાહે તરી મંજીલ પ્રાપ્ત કરી સંસ્થાને આગવું અસ્તિત્વ મેળવી આપ્યું. વર્તમાનમાં સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ તરીકે માર્ગદર્શન પુરુ પાડે છે. અમૃત મહોત્સવ પ્રસંગે પ્રભુને પ્રાર્થના છે કે પ્રો. ભાસ્કર મહેતાને સુંદર સ્વાસ્થ્ય અને દિર્ઘ આયુષ્ય અર્પે.

પ્રો. જે. બી. દવે, ઈડર