સાબર પ્રભા

આપણે સૌ પ્રજ્ઞાચક્ષુ પ્રા. ભાસ્કરભાઇ મહેતા વિશે ઘણું બધુ જાણીએ છીએ, માત્ર પ્રજ્ઞાચક્ષુ જ નહીં સમગ્ર વિકલાંગ બંધુ - ભગિનીઓ માટે તેઓએ જીવન સર્મપિત કર્યું. તેઓ વિશે ઘણું બધુ સાંભળવા મળે છે, લખાયું છે, અનેકોએ તેઓને નજીકથી જોયા છે - અનુભવ્યા છે. તેઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો વિકલાંગોને પગભર બનાવ્યા છે, તથા સામાજિક રીતે પ્રતિષ્ઠા પણ અપાવી છે તેઓના વિકલાંગોના કામ માટે દેશ - વિદેશમાં ફર્યા છે. પ્રાધ્યાપક હોવા છતાં તેમજ પરિવારની જવાબદારી પણ મોટે ભાગે બાજુ પર મુકી રાત - દિવસ અહર્નિશ પરિશ્રમ કરે છે. તેમની આ સફળ કામગીરીના કારણે જ ગુજરાત સરકારે તેઓને વિકલાંગ કમિશનર પણ બનાવેલ અનેકો એવોર્ડો પણ તેઓને પ્રાપ્ત થયા છે. તેઓના આજ કાર્યાની 40 વર્ષની યાત્રામાં મહત્ત્વના પડાવમાં થોડાંક વર્ષોથી આ સંસ્થા (રાષ્ટ્રીય અંધજન મંડળ, ઇડર) ની બધીજ પ્રવૃત્તિઓ તેઓની સેવાના કાયમી સ્મરણરૂપે સંસ્થાના પરિવાર કર્તાઓએ ઋણ સ્વીકાર પૂર્તિ કરી છે.

આ બધું શક્ય કેમ બન્યું? ભાસ્કરભાઇની સાથે કદમ મિલાવીને કોણ ઉભું રહ્યું? ભાસ્કરભાઇએ જે સફળતા મેળવી તેમાં આ ‘ પણ’નું બહુમુલ્ય યોગદાન રહ્યું છે. આપણે તુલના તો ન કરી શકીએ આમ છતાં ભાસ્કરભાઇથી એક ડગલું આગળ કહીએ તો અતિશયોકિત નહીં ગણાય. આ ‘ પણ ’ એટલે નારી ગૌરવને એનેકો ઘણું ઉંચુ કરનાર સાબરની પ્રભા (પ્રવિણાબેન ભાસ્કરભાઇ મહેતા)

મહાભારતમાં એક નારી હતાં ગાંધારી. ગાંધારી એ તો આંખે પાટા બાંધીને પતિ ધર્મ

નિભાવ્યો, અને સમાજમાં આદરનું સ્થાન પામ્યાં પણ સમાજ કાર્ય શું? આપણા સાબરની આ પ્રભા એટલે પ્રવિણાબેન ભાસ્કરભાઇ એ તો એથીય આગળ વધ્યાં. જીવન સાથી તરીકે પ્રજ્ઞાચક્ષુની પસંદગી કરી આંખે પાટો બાંઘ્યા સિવાય પોતાના જીવન સાથે સહિત હજારો પ્રજ્ઞાચક્ષુની દૃષ્ટિ બન્યા. પતિના પગલે દિવ્યાંગજનોની સેવા માટે જીવન સર્મપિત કરી દીધું.

જરા ઘડીપણ વિચાર કરીએ તો આ પ્રભા માટે સમર્પણ શબ્દય નાનો પડે. પોતાના માતા- પિતા ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામમાં શિશુ અવસ્થામાં જ માતા દ્વારા જે સંસ્કારબીજ રોપા કે વિકલાંગ વ્યકિતઓ પ્રત્યે વિશેષ સહાનુભૂતિ રાખવી અને પ્રેમ આપવો. તે આજ પર્યન્ત પૂર્ણ | મનોભાવ થી આ ધર્મ નિભાવી રહ્યા છે. કારણ કે … વતન ટાકાટુકમાં દર વર્ષે બે - ત્રણ મહિના માટે કોઇક સુરદાસ આવતા. આ સુરદાસનું ભોજન ક્યારેક કયારેક પ્રવિણાબેનના માતાના ઘરે થતું. માતાના હરખથી તેઓને ખવડાવતા, એટલું જ નહીં સુરદાસજીને કહે કે આ રીતે ભોજન માટે આવતા રહેવું. તેમજ માતા દીકરી પ્રવિણાને પરિવારજનોને તથા અડોશ - પડોશમાં પણ કહેતા કે જો જો આ સુરદાસજીને કોઇ હેરાન ન કરે. અને મદદ પણ કરજો આ માતૃ સંસ્કારનું પરિણામ જ

આપણે જોઇ શકીએ છીએ. પ્રવિણાબેનની ઉંમર દશેક વર્ષની હતી ત્યારે કોઇક રોગના કારણે તેઓની આંખોમાંથી પાણી પડવા લાગ્યું, તેમજ આંખાનું તેજ ઓછું થયા લાગ્યું સૌ પરિવારજનો ગભરાઇ ગયા. પોતે દૃષ્ટિવિહિન થશે તો શું થશે તેની કલ્પના કરતાંજ તેઓને ધ્રુજારી છૂટવા લાગતી. ડૉકટરને બતાવ્યું તો કહેવાયું કે તેઓની આંખો નબળી પડી રહી છે. તેથી ઘ્યાન રાખવું પડશે. માતા- તો અત્યંત ચિંતાતુર રહેતાં, પ્રાથમિક અભ્યાસ પછી હવે પરિવાર કાયમ માટે અમદાવાદ રહેવા આવી ગયો હતો. મેટ્રિકની પરિક્ષામાં ખુબ વાંચવું પડે પણ પ્રવિણાબેનની આંખો વધુ નબળી ન પડે તેથી માતાએ વાંચવાની સદંતર ના પાડી દીધી. ઉપાય તરીકે પ્રવિણાબેનની બહેનપણી દિપ્તિકા મોટેથી વાંચે, તે સાંભળીને યાદ રાખીને પ્રવિણાબેન મેટ્રિકના પેપરો લખતાં, મેટ્રીનું પરિણામ આવ્યું 67 % (ફસ્ટ ક્લાસ) સૌ ખુશ થઇ ગયાં. પોતાની આંખો માટેની આ સંવેદના જીવનમાં વિકલાંગનોની | સેવા મનને અસર કરતી ગઇ. પરિણામે થડાક સમય પછી પરિવાર મેમનગર (અમદાવાદ) માં મકાનમાં રેહવા આવ્યું. ઘરની નજીક જ અંધ કન્યા પ્રકાશગૃહ હતું. પ્રવિણાબેન પોતાના માતા સાથે અહીં વારંવાર આવતાં. યોગ્ય સાર સંભાળના પરિણામે પોતાની આંખો તો સારી થઇ ગઇ પણ, પોતાની જાતને પૂછતાં કે મને તો ભગવાને બચાવી લીધી પરંતુ જો આ અંધ કન્યાગૃહની અનેકો દિકરીઓની જેમ મારી પણ આંખો ચાલી જાત તો શું થાત? આમ દરેકમાં તેઓને પ્રવિણા દેખાતી. આજ કારણે તેઓનું મન ધીરે ધીરે વિકલાંગો તરફ વધુ સંવેદનશીલ થતું ગયું. હવે તેઓ નિયમિત રીતે રીતે આ અંધ કન્યા પ્રકાશ ગૃહમાં આવવા લાગ્યા. અહીંરીડર તરીકે, શોપિંગ, પ્રિન્સિંગ તેમજ રસોઇ જેવા કામોમાં સહયોગી થવા લાગ્યાં.

બાલ્યકાળમાં માતા દ્વારા રોપાયેલું સસ્કારબીજ... તેમજ પોતાની સાથે બનેલ ઘટના તથા ત્યાર બાદ અંધ કન્યા ગૃહની બાળાઓની સાથેના સતત સહવાસને કારણે પોતાનું મન ધીરે ધીરે દિવ્યાંગજનોની સેવા માટે મક્કમ થતું ગયું. અને જ્યારે યુવા વસ્થામાં જીવન સાથી પસંદ કરવાની વેળાએ આ મક્કમતા દેઢ થવા લાગી. વળી આ કન્યાગૃહ એક રંભાબેન નામના સન્નારી અંધ કન્યાઓ માટે વાંચન કરે તેમની સારસંભાળ લે.. અરે થેલો ભરીને તેમના તૂટેલા ચંપલો રીપેર કરાવવા સાથે લઇ જાય. પ્રવિણાબેન પૂછપરછમાં જાળવા મળ્યું કે આ રંભાબેનનો અંધ દીકરો Bed માં યુનિર્વસિટી Frist આવ્યો છે. આનંદ થયો અને વિચાર પણ આવ્યો કે આ યુવાનને માત્ર આંખોજ નથી, પણ બુદ્ધિમત્તામાં તો શ્રેષ્ઠ છે તો તેને ‘ આંખ ’ મળી જાય તો? આ વિચારે હવે મન- હૃદય - આત્માથી સંકલ્પીત થયો કે હવે લગ્ન કરીશ તો પ્રજ્ઞાચક્ષુ સાથે જ, અને જીવનભર આ જ સેવાક્ષેત્રમાં કામ કરીશ.

અત્યારે આપણને વિચાર આવે કે ગુજરાતમાં છેલ્લાં દસ પંદર વર્ષોથી એવું જોવા મળે છે કે સ્વયં ઓછું ભણેલી હોય, ગામડામાં રહેતી હોય, વિશેષ દેખાવડા કે ખાસ બુદ્ધિક્ષમતા પણ ન હોય છતાં જીવનસાથી એવો પસંદ કરવો કે જે મોટા શહેરમાં રહેતો હોય, ખૂબ ભણેલો કે સરકારી નોકરી

કરતો હોય, ગાડી - બંગલો શહેરમાં હોય છેત્યારે...

ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના, સારુ ભણેલા, અત્યંત દેખાવડાં તથા શ્રેષ્ઠ બુધ્ધિધન ધરાવતાં પ્રવિણાબેનને શું સારુ ભણેલો, ઉચ્ચ પદ ધરાવતી નોકરી કરતો કે મોટા બીજનેશમેન ન મળતા... પરંતુ તેઓની પસંદગી હતી પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન કરી આંખુ જીવન સેવા કરવાનો આ સંકલ્પ જ્યારે લીધો અને પૂર્ણ મક્કમતાથી તેવા જ જીવનસાથી પસંદ કરી અમલમાં પણ મુક્યો.. ત્યારે ઘડીભરતો વિચાર આવે કે શું કળયુગમાં આવુંબને ખરું? શુંભારતમાં આવા શ્રેષ્ઠરત્નો હજુ હોય ખરા?

તેઓનાં માતા - પિતાએ દીકરી સમક્ષ જીવનસાથી પસંદ કરવાની વાત કરી ત્યારે શરૂઆતમાં હા - ના કરી પણ પછી પોતાના પ્રજ્ઞાચક્ષુ સાથે જ લગ્ન કરવા છે તેવી વાત કરતાં શરૂઆતમાં માતા - પિતા અને પરિવારજનોને ધરાર ના પાડી દીધી, સંબંધીઓ સમજાવવા લાગ્યા, જીવનની વાસ્તવિકતાઓથી અવગત કરાવવા લાગ્યા. આજ સમયમાં પેલા રંભાબેનના પ્રજ્ઞાચક્ષુ દિકરા અંગે તેઓએ વધુ જાખ્યું. અને માતાને જાણ કરીને તેઓ તો એકલાજ રંભાબેનના દીકરા ભાસ્કરભાઇ પાસે પહોંચી ગયાં. અને પ્રથમ જ મુલાકાતમાં ભાસ્કરભાઇ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકી દીધો. ખુદ ભાસ્કરભાઇ પણ અચંબીત રહી ગયા. અને સમજાવવા લાગ્યા કે આવું ન કરાય, પરંતુ પ્રવિણાબેને ભાસ્કરભાઇને કહી દીધું કે તમોના કહેશો તો હું બીજા પ્રજ્ઞાચક્ષુને જ પરણીશ પરંતુ પ્રવિણાબેનની મક્કમતા સમક્ષ સૌને ઝુંકવું પડ્યું. છેલ્લે લગ્ના થોડાક દિવસો પૂર્વે જ રંભાબેને કહ્યું કે આ ખૂબ જ અઘરો નિર્ણય છે, હજુ પણ પુનઃવિચાર કરવો જોઇએ, પાછળથી પછતાવવાથી બે વ્યક્તિ જ નહીં બે પરિવારો મુશ્કેલમાં મુકાશે. છેવટે પ્રવિણાબેન જીદ સમક્ષ સૌ ઝુંકયાં. બન્ને પરિવારજનોની હાજરીમાં લગ્ન પણ થઇગયાં.

જરા વિચાર કરીએ.... આવા દૈઢ નિર્ધાર કરીને કોણ અમલમાં મુકે. આ પ્રેરણા તો કોઇ નિયતિનો પુણ્ય સંકેત જ હોઇ શકે. ધન્ય છે આ ભારતીય નારીને, પરંતુ જીવનની વાસ્તવિક્તાને બીજો અઘ્યાય હવે શરૂ થયો હતો. સૌ કહેતા પ્રવિણા ખૂબ પછતાશે. સાસરિયા મોટું કુટુંબ, દિયર પણ પ્રજ્ઞાચક્ષુ, પ્રવિણાબેન લગ્નના સમયગાળામાં GEB માં નોકરી કરતા હતાં, છતાં ધીરે - ધીરે પરિવારની સઘળી જવાબદારીઓ પણ સ્વીકારવા લાગ્યા, પરંતુ નોકરીના કારણે પતિ અને દિયરને પડતી મુશ્કેલીઓને કારણે તેમજ કૌટુબિક જવાબદારીઓ વધતી જતી હોઇ પૂરતા સમય ન આપતાં નોકરી છોડી દીધી આ પણ એક મોટું સમર્પણ જ હતું.

હવે શ્રી ભાસ્કરભાઇ ને ઇડર કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાયમી નોકરી મળી ગઇ તથા બે દીકરા અને એક દીકરીનું પણ સુખ મળ્યું. હવે પ્રવિણાબેન અને ભાસ્કરભાઇએ ઇડરને પોતાની કર્મભૂમિ - સેવાભૂમિ બનાવી દીધી. થોડાક જ સમયમાં પોતાના ઘરમાં રાષ્ટ્રીય અંધજન મંડળ - ઇડર શાખાની શરૂઆત કરીને પોતાના બાળકોની પણ ઓછી ચિંતા કરીને બન્ને વિકલાંગોની સેવા માટે લાગી ગયા. હવે પ્રવિણાબેન ઉપર તો બાળકોના ઉછેરની જવાબદારી તો હતી જ પરંતુ કૌટુબિક,

સામાજિક જવાબદારીઓ, તેમજ ભાસ્કરભાઇના જાહેર જીવનને કારણે તેઓના મિત્રો, વિવિધ સામાજીક રાજકીય આગેવાનોની પણ આગતા - સ્વાગતા કરવાની ભાસ્કરભાઇને તો પ્રાઘ્યાપક હોવાના કારણે કોલેજમાં કામગીરી તો ખરી પણ રવિવાર કે રજાના દિવસોમાં પણ વિકલાંગોના અનેકો કાર્ય માટે પ્રવાસ કરવાનું થયું. વળી ગુજરાત સકરકારે ભાસ્કરભાઇને વિકલાંગ કમીશનર બનાવ્યા ત્યારે સૌને આનંદ તો હતો જ પરંતુ હવે તેઓને ગુજરાત અને દેશના અનેક સ્થળોએ અને કયારેક વિદેશોમાં પણ જવાનું થતું. પરિણામે પ્રવિણાબેનનો પણ મહત્તમ સમય રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડરની તમામ પ્રવૃત્તિઓ પર રહેતો. પોતાના બાળકોને જે પ્રેમ - હૂંફ લાગણીઓ આપવાની હોય તેવોજ પ્રેમ હૂંફ અને લાગણીભર્યો વ્યવહાર પ્રવિણાબેનમાં આ વિકલાંગ બાળકો સાથે જોવા મળે. પરિણામે આ સંસ્થાના બાળકોએ ગુજરાત અને દેશ અને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ નામના મેળવી છે.

રાષ્ટ્રીય અંધજન મંડળની 40 વર્ષની યાત્રાની સફળતા માટે ભાસ્કરભાઇ કરતાં સહેજેય ઓછું યોગદાન પ્રવિણાબેનનું નથી. ઉલટાનું તેમના કરતાંય વધુ છે. તેમ કહેવું અતિશયોકિત નથી. અને તેઓના પરિવારનું સમપર્ણ પણ ખૂબજ રહ્યુંઆપણે કહી શકીએ કે વિકલાંગજનો માટે પરિવારે બલિદાન આપ્યું છે.

હવે.. છેલ્લાં થોડાં વર્ષોથી ભાસ્કરભાઇ બીમાર રહેતાં સંસ્થાની સંપૂર્ણ જવાબદારી શ્રીમતી પ્રવિણાબેને સ્વયં સ્વીકારી લીધી છે. ભાસ્કરભાઇ તથા પ્રવિણાબેન સાથે છેલ્લાં બે વર્ષથી નિકટતા આવવાને કારણે અનુભવાયું કે આવા સમર્પિત વ્યક્તિઓ આપણા જીવનમાં દુર્લભ જોવા મળે છે.

શ્રી ભાસ્કરભાઇ અત્યંત બુદ્ધિશાળી - ચકોર તથાં પરિક્ષમની ખરા... પણ સ્વભાવ થોડો આકરો કયારેક હઠાગ્રહી, સોંપાયેલા કામ ત્વરિત પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખે. પરંતુ પ્રવિણાબેનની અકલ્પનીય સહનશીલતા, સૌમ્યતા, મૃદુતા..

ભાસ્કરભાઇ જાહેર જીવનમાં આટલા મોટા થયા પણ પોતાને કે સંસ્થાને કારણે બાળકોને પ્રસિઘ્ધિ ન મળે તેનું ખૂબજ ઘ્યાન રાખે. જો કે સંસ્થામાં પરિવારનો મોટો આર્થિક સહયોગ તો ખરો જ

હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે બાલ્યકાળથી જ જોડાયેલ છું. સેવા - સમરસતા - સાદગી- સમપર્ણ અને અનુશાસન જેવા ગુણો એ સંઘની કાર્ય પદ્ધતિનો એક ભાગ છે. આ ગુણો સંઘ કાર્યકર્તાઓમાં સહજતાથી વિકસતા હોય છે. પણ આ પરિવારને નજીકથી જોયા પછી લાગે છે કે આ બધાજ ગુણો ભાસ્કરભાઇ અને પ્રવિણાબેનના જીવનમાં જોઇ શકાય. પ્રવિણાબેન સાથે અનૌપચારિક રીતે વાતો સાંભળવાનો હવે વારંવાર મોકો મળે છે ત્યારે થાય છે કે ખરેખર આપણે કોઇકાલ્પનિક વાતો સાંભળીએ છીએ કે.. પણ આ હકીકતો છે

અત્યારે બોતેર વર્ષની ઉંમરે સવારે પરિવારનું કામ સંભાળીને ભાસ્કરભાઇને છાપાની સઘળી વિગતો વાંચી સંભળાવીને કોઇ કંપનીના મેનેજર / CEO ચિંતા કરે તે પ્રકારે સંસ્થામાં નિયમિત આવીને સવાર થી સાંજ સતત કાર્યરત રહેવાનુ, સંસ્થાની બધીજ ગતિવિધીઓમાં પણ પૂર્ણ નજર અને સક્રિયતા.

જાહેર જીવનમાં કોઇ વ્યકિત બે - ચાર વર્ષ કામ કરે કે તરતજ પદ - પ્રતિષ્ઠાની અપેક્ષા રાખતો થઇ જાય, કોઇ સંસ્થામાં હોદ્દા મેળવવા માટે પ્રયત્નો કરતાં અનેકો જોયાં છે. કેટલાક શ્રેષ્ઠ અને સમર્પિત વ્યકિતઓ પણ જીવનમાં જોવા મળ્યા છે. પણ પ્રવિણાબેન - ભાસ્કરભાઇ (પ્રભા) એક ડગલું આગળ હોય તેવો અનુભવ થાય છે.

ઇડર - સાબરકાંઠામાં આટલાં વર્ષો વિકલાંગજનો માટે કામ કર્યું, સંપૂર્ણ સુવિધાયુકત ભાસ્કર ભવન બનાવ્યું, ભાસ્કરભાઇએ પ્રાઘ્યાપક જગતમાં મોટી નામના મેળવી, અનેકો લેખકો, કવિઓ, સાહિત્યકારો, રાજકીય - સામાજિક અગ્રણીઓ સાથે કામ કર્યું. પણ પ્રસિધ્ધિથી જોજનો દૂર રહીને પૂર્ણ સમર્પણ ભાવથી કામ કર્યું. અને આ પ્રસિદ્ધિથી દૂર રહેવાના કારણે જ ઇડર કે જિલ્લાના સામાન્ય જનને આ મુઠ્ઠી ઉંચેરા પરિવાર વિશે ખાસ ખબર કે જાણકારી નથી. આ જ છે પ્રવિણાબેન તથા ભાસ્કરભાઇની મહાનતા, ભાસ્કરભાઇને અમૃત પર્વ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયથી વંદન, તેમના પરિવારજનોના બલિદાનને વંદન તેમજ શ્રીમતી પ્રવિણાબેન ભાસ્કરભાઇ એટલે કે સાબરની પ્રભાને કોટિ કોટિ વંદન.....

પ્રકાશ પરમાર

પૂર્વ મેનેજર,
ઇડર નાગરિક સહકારી બેંક લી.