પટેલ નિરૂપાબેન અંબાલાલ (દિવ્યાંગ)ની સંવેદના

(વતી, પટેલ કમલેશકુમાર નટવરલાલ)

ઉં. શિ. જૂના ઉંટરડા પ્રાથમિક શાળા,

તા.- બાયડ, જિલ્લો- અરવલ્લી.

તારીખ- ૦૬/૦૯/૨૦૨૫

પ્રતિશ્રી,

પ્રો. ભાસ્કરભાઈ મહેતા,

અને, રાષ્ટ્રીય અંધજન મંડળ,

સાબરકાંઠા જિલ્લા શાખા,

‘ ભાસ્કર ભવન ’ પોસ્ટ ઓફિસ નજીક

દલજીતનગર, ઈડર, સાબરકાંઠા.

વિષય- ૭૫ મા જન્મદિવસ અને રાષ્ટ્રીય અંધજન મંડળને ૪૦ વર્ષ પૂર્ણ થતાં હોવા નિમિત્તે આપને શુભકામનાઓ

જય ભારત સાથે આપને જણાવવાનું કે મારા અને મારા પત્ની વતી આપ સાહેબશ્રીને

આપણા ૭૫ મા જન્મદિવસની શુભકામનાઓ, સાથે તમારું જીવન નીરોગી અને નિરામય રહે

તેવી ભગવાનને પ્રાર્થના. સાથે સાથે તમારા અથાગ પ્રયત્નોથી ચાલુ કરવામાં આવેલ સંસ્થા

રાષ્ટ્રીય અંધજન મંડળ ' ઈડર શાખાને ૪૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી સંસ્થાને પણ અભિનંદન.

આપ સાહેબશ્રી પહેલા દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરી, ગાંધીનગરમાં કમિશનર

પણ રહી ચૂક્યા છો. જે સમય દરમિયાન આપશ્રી એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સારી એવી સેવા

પણ આપેલ છે અને તેમને તમામ પ્રકારની કાનૂની મદદ પણ કરેલ છે.

વધુમાં હું મારા પોતાનો અનુભવ જણાવું કે મારા પત્ની નામે પટેલ નિરૂપાબેન

અંબાલાલ (દિવ્યાંગ) પોતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ પહેલા એક સામાન્ય

શિક્ષિકાની જેમ ફરજ બજાવતા હતા. તેમને એકવાર માર્ગ અકસ્માત થતાં ધીરે ધીરે સમય જતા

તેમની માનસિક સ્થિતિ બગડતી ગઈ અને તેમને માનસિક દિવ્યાંગતા આવી ગઈ જેનાથી

તેઓને નોકરીમાં બહુ બધી તકલીફો થવા લાગી ના છુટકે નોકરી છોડવી પડે તેવી પરિસ્થિતિ

ઊભી થવા લાગી જેનાથી અમે અને અમારો પરિવાર બધા હેરાન થવા લાગ્યા. જે દરમિયાન

અમને જાણવા મળેલ કે જો કોઈપણ વ્યક્તિને ચાલુ નોકરી દરમિયાન દિવ્યાંગતા આવે તો તેણે

નોકરીમાંથી દૂર કરી શકાય નહિ. આ બાબતે અમને કંઈપણ ખ્યાલ ન હતો. તેવામાં કોઈકે

અમને જણાવેલ કે તમે પ્રો. ભાસ્કરભાઈ મહેતા કે જેઓ ઇડરમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ચલાવે

છે. તે પોતે વ્યવસાયે ઇડર કૉલેજમાં પ્રોફેસર છે અને પોતે દિવ્યાંગ છે. જે બાબતની જાણ અમને

થતાં અમે તેમનો સંપર્ક કરેલ. તેમનો સંપર્ક કરતાં તેમણે જણાવેલ કે જો તમને તમારી ચાલુ

નોકરી દરમિયાન કોઈ કારણસર દિવ્યાંગતા આવે તો તેને લીધે તમને નોકરીમાંથી કોઈ બરતરફ કરી શકે નહી.

તેમના માર્ગદર્શનના આધારે અમે દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરી, ગાંધીનગરમાં અરજી કરતાં મારા પત્નીને ફરીથી ફરજ પર હાજર કરવામાં આવ્યાં અને સાથે સાથે તેમના માટે સુપરન્યુમરી જગ્યા મંજૂર કરી તેમને ફરી ફરજ પર મુકવામાં આવ્યા. જેથી આજે પણ મારા પત્ની દિવ્યાંગ શિક્ષિકા તરીકે સારી રીતે ફરજ બજાવે છે અને તેમને બીજા શિક્ષકોની જેમ તમામ પ્રકારના લાભો મળે છે.

ઉપરોક્ત બાબતે સાહેબે અમને પૂરેપૂરું માર્ગદર્શન આપેલ અને તેમના થકી જ આજે અમે અમારી નોકરી સારી રીતે કરી શકીએ છીએ. આ રીતે તેઓએ અમારા પરિવારની ડૂબતી

નાવને કિનારે પહોંચાડી છે જેના માટેસાહેબને બે હાથ જોડી તેમના ચરણોમાં વંદન.

વધુમાં કઈ ન કહેતા સાહેબે અમારા જેવા કેટલાય પરિવારની ડૂબતી નાવને કિનારે પહોંચાડી છે. તેમને પોતાના કમિશનર તરીકેના સમય ગાળા દરમિયાન જે પણ ચુકાદા આપ્યા છે તેના થકી આજે કેટલાય દિવ્યાંગ વ્યક્તિઓના ઘર બચ્યાં છે. સાહેબ તમે ભવિષ્યમાં પણ આ પ્રકારે દિવ્યાંગોની સેવા કરવા માટે તત્પર રહો અને ભગવાન તમને તેના માટે લાંબુ જીવન આપે તેવી મારા અને મારા પરિવારવતી પ્રાર્થના.

આભાર, જય હિંદ, જય ભારત.

આપની વિશ્વાસુ

(નિરૂપાબેન એ. પટેલ)

વતી, પટેલ કમલેશકુમાર નટવરલાલ (પતિ)