કૉલેજના પ્રથમ વર્ષના શરુઆતના દીવસો હતા. સંસ્કૃત વિષયનો વર્ગ હતો અને અધ્યાપકની રાહ જોવાતી હતી. ત્યાં એક પ્રજ્ઞાચક્ષુ અધ્યાપકનો પ્રવેશ થયો. સહુના વિસ્મય અને વિસ્પરીંગની વચ્ચે તેમણે અધ્યાપન શરૂ કર્યું. તેમની છટાદાર શૈલી, પ્રભાવક ભાષા અને કંટેટ પરની પકડને કારણે પાંચ જ મિનિટમાં અમે સૌ તલ્લિન થઈ ભણવા લાગ્યા. હું વાત કરું છું પ્રાધ્યાપક ભાસ્કર મહેતાની. એક પ્રાધ્યાપક તરીકે મારા જીવન માં આવ્યા અને 50 વર્ષની અમારી યાત્રા શરૂ થઈ.આજે મને તેમના નાના ભાઈ ની પણ યાદ આવી રહી છે કારણકે મેં ભાસ્કરભાઈના નાના ભાઈ ગગનભાઈના પરીક્ષાના પેપર લખ્યા હતા.
૧૯૮૧ માં આ ક્ષેત્રમાં જોડાયા પછી તો આજ દીન સુધી ભાસ્કરભાઈના અનેક ઉમદા કાર્યોના સાક્ષી બનવાના અને આ મિશનમાં સહભાગી થવાના ઘણા અવસર પ્રાપ્ત થયા છે.એન. એ. બી સાબરકાંઠાની સ્થાપનાના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય મને સાંપડ્યું એનો આનંદ છે. ૧૯૮૭ માં OXFAM ના સહયોગથી ભાસ્કરભાઈની સંસ્થામાં CBR યોજના દ્વારા તે વિસ્તારના દૂર દૂરના ગામો સુધી વિક્લાંગ વ્યક્તિને શિક્ષણ, તાલીમ, રોજગાર, પુનર્વસન જેવી સુવિધાઓ પહોંચાડવાની હામ ભીડીતેમણે આ વિસ્તારની કાયાપલટ કરવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. તેમના નેતૃત્વ હેઠળ સંકલિત શિક્ષણ યોજના પણ શરૂ કરાઈ. ભાસ્કરભાઈ અને પ્રવિણાબેન બન્નેઅનેક | વખતબાળકોના ઘર સુધી જઈ તેમને શાળામાં ભણવા સમજાવતા. શાળા સુધી પહોંચવાની અને અન્ય અગવડો દૂર કરી તેમને ભણવા પ્રેરિત કરતા. પરીણામે આ વિસ્તારના બાળકોના બ્રેલ, શિક્ષણ, અને તાલીમનું સ્તર ઉત્તરોત્તર બહેતર થતું રહ્યું છે તેના આપણે સહુ સાક્ષી છીએ. તેમની અપ્રતિમ | સેવાભાવના અને દ્રષ્ટિહિન વ્યક્તિઓ માટેના અનહદ પ્રેમને જોઈ સહજ ગાઈ ઊઠીએ,
વડલા સમ છાયા દેતા રહો,
કોઈની તપતી બપોરમાં
શિત મંદ સમિર સમ વહેતા રહો
અર્ધી સદી જેટલા લાંબા સમય પછી પણ કેટલીક લાક્ષણિકતાઓ જે મેં તેમનામાં સાતત્યપૂર્ણ રીતે જોઈ છે તે અહીં ઉલ્લેખવી જોઈએ. જ્યારે દ્રષ્ટિહીન વ્યક્તિઓની સમસ્યા નિવારવાનો પડકાર હોય ત્યારે સ્વાસ્થ્યની દરકાર કર્યા વિના અધિકારીઓની ઉપેક્ષા અને વિરોધ સહન કરીને પણ તેમણે પ્રાથમિકતા તો દ્રષ્ટિહિન વ્યક્તિને જ આપી છે અને તેને તક મળે અને તેનો હક મળે તે માટે અવાજ ઉઠાવ્યો છે.
તેમના ઉચ્ચ નૈતિક ધોરણો, અને નિષ્કામ સેવા ધર્મ એ તેમની ઓળખ, તેમનો સ્વભાવ, અને તેમનું જીવનદર્શન રહ્યાં છે. તેઓ સામાજિક કાર્ય માટે પ્રવાસ કરતા હોય તો પણ સંસ્થામાંથી એક પણ
પૈસો લીધો નથી અને વ્યાવહારુ દ્રષ્ટિએ જેને ગાંઠનું ગોપીચંદન કહેવાય તેવી રીતે પોતાને ખર્ચે આ પ્રવાસો કર્યા છે. એન એ બી સાબરકાંઠા સિવાય કોઈ અન્ય સંસ્થા શરૂ નહીં કરીને પણ તેમણે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટેના સમર્પણ અને નિસ્વાર્થસેવાકર્મનું પ્રમાણ આપ્યું છે.
એન એ બી ઇડિયાના પ્રેસીડેંટ તરીકેની વરણી હોય કે ગુજરાત રાજ્યના વિકલાંગો માટેના મિશનર તરીકે વરણી થઈ હોય તેમની સાદગી, તેમનો દ્રષ્ટિહીન મિત્રો સાથેનો સંપર્કસેતુ અને નાનામાં નાના વ્યક્તિને સરળતાથી મળી શકવાની તેમની સુલભતા ક્યારેયઓસર્યાનથી. ઉચ્ચ હોદ્દાઓ કે જ્વલંત સિદ્ધિઓ, કોઈતેમના આ સ્વભાવને લેશમાત્ર પણ બદલી શક્યું નથી એવું હું સ્પષ્ટ માનુંછું.
અનેક અગવડો અને અભાવોથી આરંભાયેલી ભાસ્કરભાઈની સંઘર્ષયાત્રા આજે સફળતાના જે મુકામ પર પહોંચી છે તેના જેટલા યશભાગી ભાસ્કરભાઈ છે તેટલા જ યશભાગી પ્રવીણાબેન પણ છે જ અને રહેશે જ. નહિવત્ સુવિધાઓ ધરાવતા ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં એક સફળ અને વિદ્યાર્થી પ્રિય અધ્યાપક થઈ શક્યા તેમાં, કે પછી એક સાવ નાના ઓરડાથી શરૂ કરાયેલી એન એ બી સાબરકાંઠા જિલ્લા શાખા ગણતરીના વર્ષોમાં રાજ્યની એક સમર્થ અને ઉદાહરણરૂપ જિલ્લાશાખાની આગવી ઓળખ ઊભી કરી શકી તેમાં, કે પછી, સહુજન હિતાય સહુજન સુખાય કાર્ય કરનારા ભેખધારીઓમાં ભાસ્કરભાઈનો નામોલ્લેખ થાય તેમાં, ભાસ્કરભાઈને મળેલી પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠામાં પ્રવિણાબેનનું યોગદાન અમુલ્ય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભાસ્કરભાઈના કથળેલા સ્વાસ્થ્યને કારણે ઊભી થતી સમસ્યાઓ
પિડાકારક અને પડકારરૂપ રહી છે. આ વિષમ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા, અને પુન પ્રવૃત્ત
થવાની ભાસ્કરભાઈની નેમ તેમના મનોબળ અને નિશ્ચયશક્તીની દ્યોતક છે. આજે ભાસ્કરભાઈ સ્વસ્થ રીતે વાત કરી શકે છે, આવશ્યક માર્ગદર્શન પણ આપી શકે છે તે માટે તબિબી વિજ્ઞાન અને ભાસ્કરભાઈના મનોબળ ઉપરાંત પ્રવિણાબેનના અથાક પ્રયાસ, અનહદ પ્રેમ અને અદ્વિતિય સારસંભાળ પણ મહત્વના કારણો રહ્યા છે તે હકિકત છે. જીવનના અનેક તડકા છાંયામાં એક બીજાનો સાથ નિભાવનાર આ દંપતીને જોઈએ ત્યારે સહજ શબ્દો સરી પડે
હું શ્વાસ છોડું ને તું ઝીલી લે તો એ પ્રીત કહેવાય.
ભાસ્કરભાઈના અમૃતમહોત્સવની આ અમૃત ક્ષણે ભાસ્કરભાઈને સ્વસ્થ, દિર્ઘ અને પ્રવૃત્તિસભર જીવનની મારી અંતકરણપૂર્વકની શુભેચ્છાઓ.
નંદિની રાવલ,
એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર,