‘ સરળ સ્વભાવ ન મનમાં કપટાઇ સદા સંતોષી ’

ઉપરોક્ત પંક્તિઓને જીવનમાં ચરિતાર્થ કરનાર ભાઈ શ્રી ભાસ્કરભાઈ મહેતા અંધ સમાજના સનિષ્ઠ સક્રિય કાર્યકર છે બાલ્ય અવસ્થામાં તેમના નેત્રના નૂર ગુમાવી અંધશાળા નવરંગપુરા અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ હાઈસ્કૂલ અને કોલેજમાં સાતઠ ની ઉપાધિ મેળવી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપકની નોકરી મેળવી ઇડર કોલેજમાં પ્રાધ્યાપક નું કાર્ય કરતા કરતા ગરીબ અંધ ભાઈ બહેનોની મુશ્કેલીઓ જાણી તેઓના જીવન ઉત્કર્ષના કાર્ય કરવા માટે નેટનો એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સાબરકાંઠા જિલ્લા શાખા ની સ્થાપના કરી

આ સંસ્થા મારા પર દ્રષ્ટિ બંધિતત્વ વ્યક્તિઓની અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ શરૂ કરી જેના દ્વારા જિલ્લાના હજારો પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનને તાલીમ આપવી સમાજમાં પૂર્ણ વર્તિત કર્યા.

પ્રાધ્યાપકની સેવા આપતા આપતા ગુજરાત સાહિત્યના વિકલાંગ કમિશનર તરીકેના ઇન્ટરવ્યુમાં ઉતરણીય થયા 58 વર્ષ સુધી વિકલાંગ કમિશનર તરીકે રાજ્યમાં અનેક ભાઈ બહેનોની સમસ્યા નિવારણમાં સંકુલ થયા વિકલાંગ કમિશનર તરીકે યશસ્વી કારકિર્દી મેળવી વયમર્યાદાને કારણે નિવૃત થઈ પૂર્ણ પ્રત્યક્ષ તરીકેનું કાર્ય શરૂ કર્યું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના મેળવેલ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન્ડિયા ના પ્રમુખ તરીકે રહ્યા અને ગુજરાત રાજ્ય એક નહીં પરંતુ સમગ્ર ભારત દેશના ચક્ષુહીન મિત્રો માટે કામ કર્યું જીવન દરમિયાન અનેકવિધ પારિતોષિત મેળવી સેવાનું કાર્ય સતત ચાલુ રાખ્યું 75 વર્ષની વયે પણ અંધ સમાજની પ્રવૃત્તિઓ સાથે કાર્યરત રહ્યા છે.

અને તેમના આજે જે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે તે માટે વ્યક્તિત્વનું મારા વતી અને અંધ સમાજવતી ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને સંપૂર્ણ દીર્ઘ આયુષ ભોગવે તેવી પરમાત્માન પ્રાર્થના કરું છું

શ્રી જી. જે. વાછાણી સાહેબ