મધ્યમ વર્ગમાં જન્મેલ પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર મહેતાએ પરિવારની મુશ્કેલીઓનો સામનો નકરીને એમ.એ.બી.એડ. એલ. એલ. બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે ક્યારેય પણ પોતાનું હિત વિચાર્યુ નથી અને પ્રાધ્યાપકની નોકરી મળ્યા બાદ તેમણે નક્કી કર્યું કે સાબરકાંઠા જેવા આદિવાસી વિસ્તારમાં દિવ્યાંગો માટે કાર્ય કરવું જોઈએ. તેમણે ૧૯૮૫ માં ઉપરોક્ત કાર્ય માટે રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખાની રૂપિયા ૫,000 / - ના દાનથી શરૂઆત કરી. આજે તેમની પ્રેરણાથી સંસ્થા પાસે રૂ. બે કરોડનું સુંદર મકાન છે. ઉપરોક્ત સંસ્થાની સ્થાપના કર્યા પૂર્વે તેઓ અન્ય સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કાર્ય કરી ચૂક્યા છે. તેમનાં અથાગ પ્રયત્નોથી બહુવિકલાંગ બેચરભાઈ જેવા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી પોતાનું જીવન જીવી રહ્યા છે.
તેમણે અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પ્રતિનિધિત્વ કરી પોતાની આગવી છટાથી અનેક શોધપત્રરજૂ કર્યા છે.
તેમને ગુજરાત સરકાર તરફથી ૩ વર્ષ માટે દિવ્યાંગ કમિશનર તરીકેની પણ નિમણૂંક આપવામાં આવી હતી. તેમણે આપેલા ચૂકાદા આજે પણ સુપ્રિમ કોર્ટ યાદ કરે છે.
મારી અંગત જિંદગીમાં ભાસ્કરભાઈ મારા માર્ગદર્શક અને પથદર્શક રહ્યા છે જે હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. ૨૦૧૧ માં જ્યારે તેઓ લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરમાં પ્રમુખ હતા ત્યારે તેમણે મને ક્લબમાં સભ્ય તરીકે લીધો હતો. તેમની પ્રેરણાથી હું ૨૦૧૩ માં ક્લબ સેક્રેટરી, ૨૦૧૭ માં ક્લબ પ્રમુખ તેમજ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી પાંચ વખત ડિસ્ટ્રીક્ટમાં કેબિનેટ ઓફીસર તરીકે કામ કરી શક્યો છું. તેમની જ પ્રેરણાથી લાયન્સ ક્લબ વસ્ત્રાપુર ૫૦ માં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે ક્લબની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનું કામ મને સોંપવામાં આવેલ છે.
ભાસ્કરભાઈ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ૭૫ વર્ષ પૂરા કરનાર છે ત્યારે તેમને તેમજ સંસ્થાને અને પરિવારને શુભેચ્છા પાઠવું છું અને તેમની તબિયત ૧00 ટકા સારી રહે તેમજ 100 વર્ષ સુધી તેમનું આયુષ્ય ટકે અને દિવ્યાંગોને તેમની પ્રેરણા મળતી રહે તેવી શુભેચ્છા પાઠવું છું.
ચંદ્રકાંત સોલંકી