शिक्षकस्य गुणाः सप्त सचेतस्वं प्रसन्नता " ॥
શિક્ષક અધ્યાપકના આવશ્યક સાત ગણો 1. વિદ્વતા 2. ક્ષતા - સુસજ્જતા 3. શીલ (ચારિત્ર) 4. સક્રાંતિ- જ્ઞાનનો સંચાર 5. અનુશીલનમ્ - અધ્યયન 6. સચેતવ્ - જાગૃતતા 7. પ્રસન્નતા આ તમામ ગુણો ઠાંસી ઠાંસીને ભર્યો હોય એવો પ્રથમ જ મુલાકાતમાં અનુભવ થયો.
આ વાત પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા જેવો નવાસવા આર્ટસ કોલેજ ઇડરમાં સંસ્કૃત વિષયના | પ્રોફેસર તરીકે નિમણૂંક પામ્યા હતા. મળવાનું પ્રયોજન હતું મારા 7 વર્ષના દીકરાનું પ્રાથમિક શિક્ષણ સાત સાત વર્ષ સુધીની જટિલ વૈદિકીય તપાસના અંતે અમદાવાદના ખ્યાતનામ ડોકટરે મારા પુત્ર પૂર્વેશને રેટીનાઇટીઝ પિગ્મેન્ટોસાની અસાધ્ય બીમારીને કારણે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ જાહેર કર્યો હતો. અમારા નજીકના સગા પ્રોફેસર ડોક્ટર યોગેન્દ્રભાઈ અગ્નિહોત્રીએ તેમના સહકર્મી ભાસ્કરભાઈ સાહેબને મળી આનો હલ લાવવા સૂચવ્યું હતું. સમય હતો જૂન જુલાઈ 1987.
ભાસ્કરભાઈ સાહેબ સાથેની બે કલાકની અમારી એ પ્રથમ મુલાકાતમાં જ જાણે અમને અમારી સમસ્યાનું સમાધાન મળી ગયું. પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી પણ સ્વીકાર કર્યા વિના કોઈ રસ્તો ન હતો. ભાસ્કરભાઈ સાહેબ સાથેની એ મુલાકાતથી આજ દિન પર્યંત એમની આ સંસ્થા સાથેના સંબંધો ખૂબ જ ઘનિષ્ઠ બની ચૂક્યા છે, લાગણીસભર થયા છે પછી તો અમે અવાર નવાર મળતા રહ્યા મારા ધ્યાને આવ્યું કે 24-9-1985 થી સાબરકાંઠાના નેત્રહીનોના શિક્ષણ તાલીમ પુનર્વસનના ઉદ્દેશથી રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખાની સ્થાપના કરી. જેનું મુખ્ય મથક ઇડર હતું. અંધજન મંડળ વસ્ત્રાપુર તથા એન.એ. બી. ઇન્ડિયા ના સંકલન અને સહયોગથી આ સંસ્થા શરૂ થઈ 1995 માં પી.ડબ્લ્યુ. ડી. એક્ટ અમલમાં આવ્યો 2016 માં 21 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કર્યો, મુખ્યત્વે નેત્રહીનો માટેની આપણી સંસ્થાએ આ તમામ શ્રેણીના દિવ્યાંગો માટે કામ કરવાનું શરૂ કર્યું.
શરૂઆતથી જ સાહેબ માનદ્ સામાન્ય મંત્રી તરીકે માનવસેવા આપવા લાગ્યા અને સંસ્થાના વિકાસની હરણફાળમાં મોટું યોગદાન આપ્યું છે. સંચાલનના સિદ્ધાંતો મુજબ તમામ પ્રકારની યોગ્યતા અને ગુણોનું મે સાહેબની કાર્યશૈલીમાં અનુભવ્યું છે. –
સ્વ. જાગૃતિ ટીમ પાસેથી શું ઈચ્છો છો તેનું જ્ઞાન
રિસ્પેક્ટ - અન્ય માટે આદર
કરુણાઃ- અન્ય પ્રત્યેસંવેદના
લોકશાહી અભિગમઃ- દરેકના અભિપ્રાયોને મહત્વ આપવું
વિઝન - કંઈક અલગ કરી બતાવવાનું જુસ્સો
ગુડકોમ્યુનિકેશન : - શબ્દ દ્વારા પ્રભાવિત કરવાની ક્ષમતા
નીડરતા - જોખમ લેવાની ક્ષમતા
કૃતજ્ઞતા: - સફળતામાં દરેકને સમાવિષ્ટ કરવા
ટીમ સ્પિરિટ - હોદેદારો કર્મચારીઓલાભાર્થીઓને સાથે લઈને ચાલવાની કળા ઉપરોક્ત ગુણો તેમને એક કુશળ વહીવટ કરતા પુરવાર કરે છે.
બાલ્યકારથી શૈશવકાળ, યુવાવસ્થા સુધી ખૂબ જ કાચા સાધનો અને હાડમારીઓ વચ્ચે તેજસ્વી કારકિર્દીનું ઘડતર કર્યું, બ્રેલ લેખન વાંચન, નિબંધ, વકૃત્વ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ અવ્વલ રહેતા. એમ.એ.બીએ, એલ.એલ.બી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી પ્રોફેસરની નોકરી મેળવી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી સંસ્થાના કાર્યનું સુચારું આયોજન કર્યું. ગુજરાત સરકારમાં વિકલાંગ કમિશનર તરીકે કાર્યકાળ સફળતાપૂર્વક પૂરો કર્યો. કૌટુંબિક જીવનમાં પણ સૌના લાડલા પુરવાર થયા, સદ્રષ્ટિ પત્ની પ્રવિણાબેન પણ તેમની તથા સંસ્થાની પ્રગતિમાં સહભાગી થયા. પુત્રો -પુત્રવધુઓ દીકરી, જમાઈ, બાળકો સૌનો પ્રેમ સંપાદન કર્યો.
અમારા અંગત જીવનમાં તેમનો ખૂબ જ સાથ સહકાર સોપડ્યો મારો પુત્ર પૂર્વેશએ એમ.એ. બીએડ્ પીએચડી સુધી અભ્યાસ કરી કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી કરે છે તેનો સઘળો યશ સંસ્થા તથા સાહેબને જાય છે. અમે અંગત રીતે તેમના ઋણી છીએ.
સાહેબ સાથે સંસ્થાના કામે વિવિધ સ્થળોએ સાથે જવાનું થતું ઈડર, હિંમતનગર, અમદાવાદ, દાહોદ, મુંબઈ, પુના, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, વારાણસી, જામનગર, જુનાગઢ, રાજકોટ જેવા શહેરોમાં મીટીંગો સેમીનાર તથા કાર્યશાળામાં ભાગ લીધો. સર્વત્ર તેમની વિદ્વતા અને લોકચાહના ઊડીને આંખે વળગે, મારા એક પરમ મિત્ર અને શુભચિંતક હોવાની સાથે સાચા અર્થમાં મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડની ભૂમિકા ભજવી છે.
આજના પ્રસંગે તેમને નિરામય દિર્ધાયુની પ્રાર્થના સહ તથા સંસ્થા ઉત્તરો ઉત્તર પ્રગતિના શિખરો સોપાન સર કરી રહે એવી શુભેચ્છાઓ તથા સંસ્થા જ્યારે પોતાના વિચાર સંકુલમાં કાર્યરત થઈછે ત્યારે તેની વિશાળતાનો મહત્તમ ફળદાયી ઉપયોગથતો રહે એવી શુભકામનાઓ.
ભરતકુમાર બી. પંડ્યા