સંઘર્ષ અને સિદ્ધિ એટલે ભાસ્કરભાઈ

1978 ની સાલ હતી તેમાં નવરંગપુરા કોમર્સ કોલેજમાં ક્રિકેટગ્રાઉન્ડની પાસે આવેલા ભાટિયા બિલ્ડીગમાં

એક રુપ અને ભોયંરામાં આવેલાં રસોડાના બ્લોકમાં એક પત્ર આવ્યો. પત્ર જર્મનીથી આવ્યો હતો. બ્રેઇલમાં

લખાયેલો હતો. આજે પણ મામાનું ઘર ત્યાં જ છે. પત્ર ભાસ્કરનો હતો. ગગને આંગળીનાં ટેરવાં હેઠળ વાંચી

સંભળાવ્યો. સૌની આંખોમાંથી શબ્દે શબ્દે અશ્રુ ટપકતાં હતાં. હર્ષનાં, વીતેલાં વર્ષોની વેદનાઓની યાદનાં.

કુટુંબનો ઇતિહાસ કરવટ બદલી રહ્યો હતો.

ભાસ્કર તો મારા મામાનો પુત્ર છે તેના વિષે લખવામાં લાગણીથી ખેંચાઇ જાઊંતો ક્ષમા કરશો. પરંતુ તે સાથે હું 19 મી સદીના મહાન ઇતિહાસકાર લીઓપોલ્ડ હૉનરેન્કનું તે સૂત્ર Wrote as it happned પણ સતત સ્મરણાં રાખી લખી રહ્યો છું.

ભાઇ ભાસ્કર વિષે લખુ તે પૂર્વે મારાં મોસાળનો થોડો પરિચય આપીશ તો જ સમજાશે કે તે કઇ માટીમાંથી

ઘડાયો છે, કે જેનાં કણ કણમાં સતત સંઘર્ષ અને સંઘર્ષ વચ્ચે પણ અણનમરહી, સિદ્ધિ પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે.

મારું મોસાળ એટલે ભાવનગરનું દાસ-કુટુંબ. આ કુટુંબે ભાવનગર રાજ્યને બબ્બે દિવાનો, શામળદાસ

(જેમનાં નામઉપરથી ‘શામળદાસ કોલેજ છે') અને વિઠ્ઠલ દાસ આપ્યા. વિઠ્ઠલદાસના લઘુબંધુ સર લલ્લુભાઇ

શામળદાસ ભાવનગરના નાયબ દીવાન હતા. તેમન્ને અને વિઠ્ઠલકાકાએ, બંને એ પોતાના પદેથી ત્યાગપત્ર આપ્યા પછી વિઠ્ઠલકાકા તો વયના લિધે ભાવનગરમાં જ રહ્યા પરંતુ સર લ્લુભાઈ એ બેન્ક ઓફ બરોડાની અને નીરાવેલી સુગર ફેક્ટરીની સ્થાપના કરી. તાતા-સ્ટીલ તેમજ ધી સિંધિયા નેવીગેશનના ફાઉન્ડર ડાયરેકટર બન્યા. આટલું તો ઠીક પરંતુ 1932 માં પૂ.ગાંધીજીને રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સમજાવામાં અને ગાંધી-ઈરવી-પોર કરવામાં પણ અમૂલ્ય પ્રદાન આપ્યું તેઓ ના પુત્ર ગગન વિહારી લલ્લુભાઈ, ટેરીક બોર્ડના અધ્યક્ષ પદે હતા. ભારતની આઝાદી પછી અમેરીકામાં સ્વતંત્ર ભારતના સર્વપ્રથમરાજદૂત બન્યા. મારા માતામહ અને ભાઇ ભાસ્કરના તેઓ સીધા પિત્રાઇઓ થાય.

હિંમતરાય -દોલતરાય-પ્રભુદાસ-પરમાણંદ દાસ

વિઠ્ઠલદાસ -શામળદાસ -પ્રભુદાસ-પરમાણંદ દાસ

લલ્લુભાઈ -શામળદાસ-પ્રભુદાસ-પરમાણંદ દાસ

વ્રજદાસ-પ્રભુદાસ-પરમાણંદ દાસ

રતિલાલ –પ્રભુદાસ-પરમાણંદ દાસ

આમત્રીજી પેઢીએ જ તેઓ સર્વે એક મૂળમાં મળે છે. ભાવનગરમાં નાગરપોળમાં આવેલો મારાં મોસાળનો ડેલો હજીયે ઊભો છે. જેની બહારની બાજુએ, શામળદાસ કાકાનું મૂળ મકાન છે. અંદર તે ડેલાથી શરુ કરી. પાછળ ભગાનમાળ સુધી 110-120સુધી મારાં મોસાળનાં જ મકાનો હતાં.

મારા માતામહ હિંમતરાય અને તેમના લઘુબંધુ પુંડરિકરાયની રાધનપુરી બજારમાં કાપડની ધમધતી દુકાન

હતી. આ કુટુમ્બ પાસે કેટલું સોનું હશે તેનો ખ્યાલ તઓને માત્ર એક જ ઉદાહરણથી આવી જશે કે મોસાળના ડેલાની બાજુમાં જ આવેલાં હિમજી-માતાનાં મંદિરમાં, માતાજીને સવાપાંચશેર સોનાનાં આભુષણો ચઢાવ્યાં હતાં (હિમજી માતા મોસાળનાં કુળદેવી છે.)

1929-30-31 ની વિશ્વ વ્યાપી મંદીએ કાળો કરે કરી દીધો બજારો કડડ ભૂસ થઇ ગયા મોસળની બે બારણાની દુકાન ઉપર તાળાં લાગી ગયાં. તે સમયે મારા માતામહ (હિંમતભાઇ) ને, કેટલાકે સલાહ આપી કે

હિંમતભાઇ શેઠ ચાર આની પ્રમાણે (25 ટકા લેખે) ચૂકવણું કરશો તો ઘણું ઘણું બચી જશે. નહીં તો સાફ થઇ જશો. ત્યારે મારા માતામહનો જવાબ હતો, ગમે તે થાય હિંમતરાય પાઘડી નહીં ફેરવે (દેવાળું નહીં કાઢે) તેણે ઘરમાં વાલની વીટી પણ ન રહેતાં તેમણે દુધે ધોઇને ચૂકવણાં કર્યાં. માતાજીને સવાપાંચશેર સોનું ચઢાવનાર કુટુમ્બમાં વાલની વીંટી પણ ન રહી. પરંતુ નમતું ન જોખ્યું તે ન જ જોખ્યું.

બસ આ જ હિંમત આ કુટુમ્બને વારસામાં મળી છે. (બીજું તો મળવા જેવું રહ્યું જ ક્યાં હતું?)

આ જ હિંમતે જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર, ગગનને જીવન સંગ્રામાં વિજયી બનાવ્યા છે. તેમજ તેમના

મોટાભાઓ વીરાટને એરફોર્સમાં સ્થાન અપાવ્યું હતું અને આ જ હિંમતે તેને, 1971 નાં યુદ્ધ સમયે ઝઝૂમવાની શક્તિ આપી હતી. આ જ હિંમતે મૃગેન્દ્રને જીવનના અનેક આરોહ આવરોહો વચ્ચે પણ ટક્કર ઝીલવાની તાકાત આપી છે.

પ્રિયભાઇ ભાસ્કરનો ષષ્ઠી પૂર્તિ સમારોહ અમારાં કુટુમ્બનો સુવર્ણ અવસર છે.

તેવે સમયે મને ભાસ્કર-ગગનની તો ઠીક પરંતુ પૂજ્ય (હવે સ્વ.) મામા (યોગેન્દ્ર રાય) અને પૂ. મામી

(રંભાબેન) ની અજેય જીવન શક્તિ અને સંઘર્ષ જીગીષા યાદ આવે છે.

પૂજ્ય મામાએ પહેલાં સર અનુભાઇ માધવલાલની ધ ગોધરા ઇલેક્રિટ્રસીટી કાંમાં નોકરી લીધી હતી. આ પછી

થોડો સમય મુંબઇ હિન્દ સાયકલ્સમાં રહ્યા. 1942 માં અમદાવાદ આવ્યા. ત્યાં પહેલાં આ જ ભાટિયા-ભુવનમાં નાનો બ્લોક ભાડે લીધો. તે સમયે તો ત્યાં મોટે ભાગે બિન-ગુજરાતી પરિવારો જ રહેતા હતા. પરંતુ તેમની સાથે એવો સુમેળ સાધી લીધો કે યોગેન્દ્રભાઇ-રંભાબેન તેઓનાં કુટુમ્બીજનો બની રહ્યાં આ જે તો ચારે ભાઇઓને પોતાના ફ્લેટ્સ છે. છતાં હજી ભાટિયાનું મકાન (બ્લોક) છે જ હજુયે સૌ સાથે તેવો જ સુમેળ છે.

મામા પણ કેવા? નરસિંહ મહેતા જેવા. રાત્રે 8.30 વાગે ઘેર આવે અને કહે દેવી, સાથે ચાર મૂર્તિઓ છે,

પ્રસાદ આપણી સાથે લેશે. (મામીને ગુસ્સો તો આવેજ. કારણ કે ઘરમાં, દાળ, ભાત લોટ તો હોય પરંતુ આજથી 50 વર્ષ પૂર્વે નવરંગપુરાના છેડે, શાક ક્યાંથી લાવે?) મામી, ઘરમાં જે કૈં શાક હોય, તેમાં પાડોશીઓ પાસેથી શાક ભેગુ કરી પંચકુટિયું રસાવાળું શાક બનાવી સૌને જમાડે પાછાં સવારે અંધ કન્યાશાળામાં જિ, સેવા (શુલ્ક સાથેની) સાથે અને બપોરે તડતડતા તડકે સવારે ચાલતાં ગયાં હતાં તેમજ, પાછાં ફરતાં મધ્યાહનો તાપસહન કરીને.

ગમે તે કહો. પૂજ્ય મામાની આ પુન્યાઇ અને પૂજ્ય મામીનાં આ તપ ચારેભાઇઓને કૃપામાં મળ્યા છે. તે પણ નિર્વિવાદ છે.

માતા-પિતાનો આ સંઘર્ષ જાણે કે સમજી ગયા હોય તેમ ભાસ્કર અને ગગને, (બંને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં)

અસામાન્ય પ્રયત્નો કર્યાં. અભ્યાસમાં જે લગનીથી કામકર્યું તેથી તો ભાસ્કર દરેક વર્ષે શિષ્યવૃત્તિ જ મેળવતો ગયો અને શિક્ષકોનો તથા અધ્યાપકોનો પ્રીતિ પ્રાપ્ત બની રહ્યો.

મામા-મામીની તો વાત છોડો તેમનો તો તે પુત્ર હતો. તેને માટે જે કૈં ભોગ આપવો પડે તે ઓછો જ હતો, પરંતુ ભાસ્કરની આ સિદ્ધિઓ માટે, તેનાં ધર્મપત્ની પ્રવિણાને ધન્યાવાદ આપીએ તેટલા ઓછા છે.

પૂ. મામી. જે અંધકન્યા શાળામાં અશુલ્ક સેવા આપતાં હતાં, તેજ કન્યાશાળામાં પ્રવિણા નિઃશુલ્ક સેવા આપતાં હતાં. ત્યારે જ, તેમણે નિશ્ચય કર્યો હશે કે તે લગ્ન કરશે તો કોઇ પ્રજ્ઞાચક્ષુ સાથે જ લગ્ન કરશે. દરમિયાન તેમણે ભાસ્કરની સિદ્ધિઓ વર્તમાન પત્રોમાં વાંચી હતી. તે વિષે તેમને પૂ. મામી સાથે સહજ રીતે જ વાત થઇ ત્યારે મામીએ કહ્યુ કે તે તો મારો દીકરો જ છે. બસ પ્રવિણાંએ દ્રઢ-નિશ્ચય કરી લીધો કે લગ્ન તેની સાથે જ કરવાં. આટલી હોશિયાર વ્યક્તિ જો દેખથી હોત તો કેટલી આગળ આવી શકે. (જો કે પછી તો ભાસ્કર વિકલાંગો માટેના સરકારી વિભાગનો નિર્દેશક (કમિશ્નર) પણ બન્યો પરંતુ, તે તો ઘણાં વર્ષો પછી હજી હમણઆં જ ત્રણ વર્ષ પૂર્વે બન્યું.)

આ દ્રઢ નિશ્ચય સાથે તેઓ (પ્રવિણા) એકા એક ભાટિયા-બિલ્ડીંગ પહોંચ્યાં અને ભાસ્કર સમક્ષ જ સીધો લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ક્ષણભર તો, ભાસ્કર સાચું જ માની ન શક્યો. છેવટે લગ્ન કરીને જ રહ્યાં (1979) Ha ts are off for htis large hearted lady. તેઓનાં હૃદયની વિશાળતાનો અનુભવ ભાસ્કરને તો હોય જ. પરંતુ સમગ્ર કુટુમ્બને પણ છે. ભાસ્કરના ઉત્કર્ષમાં તેમનું જે પ્રદાન છે તે ભૂલી શકાય તેમનથી.

હવે ભાસ્કરની વાત લઇએ, તે હુશિયાર તો છે જ, તે તો સૌકોઇ જાણતા હતા. પરંતુ સૌથી મહત્વનું પગલું તો

તેણે કરંટ એજ્યુકેશન સિસ્ટમપસંદ કરવાનું લીધું. પ્રજ્ઞાચક્ષુઓ માટેની કોઇ કાર્યશાળામાં જોડાવાને બદલે એકેડેમિક કેરિયર જ પસંદ કરી. 1969 માં (70 ટકા માર્કસ સાથે તે ગુજરાતમાં અંધજનોમાં એસ.એસ.સી.માં સર્વ પ્રથમ આવ્યો. તે પછી તેણે પાછું વાળીને જોયું જ નથી. પુસ્તકો-કોલેજમાં કૈં બ્રેઇલમાં ન હોય. કોઇ વાંચે અને પોતે સ્મરણમાં રાખે આરીતે તેણે મેઘાનાં બળે જ આગળ વધવાનું ચાલુ રાખ્યું અને તે પણ તેટલે સુધી કે એમ.એ. અને બી.એડ્. સુધી 70 ટકા થી ઓછા માર્કસ તેના આવ્યા નથી. 1973 બી.એ. 70 ટકા (સંસ્કૃત વિષયમાં કોલેજમાં પ્રથમ) એમ. એ. સંસ્કૃત (1975) 70.5 ટકા ગુજરાત યુનિમાં તૃતીય, બી.એડ્. 1976 માં 70.5 ટકા ગુજ. યુનિ.માં પ્રથમ) ત્યાર પછી અધ્યાપક પદે રહીને પણ લો-ગ્રેજ્યુએટ થયો ત્યારે નોકરી અને કુટુમ્બની જવાબદારીને લીધે 64 ટકા માકર્સ આવ્યા. ફસ્ટકલાસ તો આવ્યો જ પરંતુ ડીસ્ટીન્કશન ન મળી શક્યાનું તેને રંજ રહ્યો.

આ ઉપરાંત હિન્દી, વિનીત અને બનારસ વિદ્યાપીઠની સંસ્કૃત ભૂષણની પણ પરીક્ષાઓ પસાર કરી. લેન્ગ્વેજ

લેબોરેટરી અમદાવાદમાં અંગ્રેજી સંભાષણનો અભ્યાસ કર્યો. આમ “विद्याया व्यसनम्” તેનો જીવનમંત્ર બની રહ્યો.

સહજ રીતે જ આવા તેજસ્વી વિદ્યાર્થીને આર્ટસ

એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજે વ્યાખ્યાતા તરીકે લીધો. (1975)

સંસ્કૃત તેનો વિષય હતો. તે સમયે તે પ્રથમપ્રજ્ઞા-ચક્ષુ અધ્યાપક બની રહ્યો. આ પછી તેની માતૃ-સંસ્થા સેન્ટ ઝેવીયર્સ કોલેજ અમદાવાદમાં 1975-77 દરમિયાન વ્યાખ્યાતા (સંસ્કૃત) તરીકે સેવાઓ આપી. પછી મણિનગરમાં સરસ્વતી વિદ્યામંદિરમાં 1977 થી 1983 સુધી અને 12 જેટલા વિષયો સંભાળ્યા. 1983 થી આજ સુધી ઇડરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંસ્કૃતનાં વ્યાખ્યાતા તરીકે (અને હવે વાઇસ-પ્રિન્સીપલા તરીકે) સેવાઓ આપી રહ્યો છે.

ઇડરમાં ભાસ્કરનો પ્રકાશ પૂર્ણતઃ પ્રકાશ્યો છે. તેણે સાબરકાંઠા જિલ્લાના તમામતાલુકાઓમાં ફરીને

પ્રજ્ઞાચક્ષુઓ માટે જે કામકર્યું છે તે તો તે મંડળોનાં મકાનોમાં જઇને રુબરુમાં જોઇએ તો જ સમજી શકાય.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીયો માટેની ઇડરમાં તેમનાં મંડળનાં મકાન સાથે જ રહેલ હોસ્ટેલ જોઇને આશ્ચર્ય જ થઇ

જય છે. તેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા તો અસામાન્ય છે જ પરંતુ આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પોતાના હાથે જ પોતાનું ભોજન બનાવે છે તે જોઇ દિગ્મૂઢ બની જવાય છે. આ વિદ્યાર્થીનીઓને મન તો ભાસ્કર પિતા-તુલ્ય છે.

ભાસ્કરનાં આ કાર્યો વર્તમાન પત્રોની નજરે પણ પડયાં અને ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જેવાં વર્તમાન પત્રે પણ ‘Disabled but not defacted’ નાં શિર્ષકનીચે ભાસ્કરના બે કોલમના ફોટોગ્રાહ સાથે સમાચારો પણ પ્રસિદ્ધ કર્યા છે.

આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ક્રિકેટ રમવાની પણ વ્યવસ્થા છે જેમાં પ્લાસ્ટિકના બોલમાં ઝણી લોખંડની ગોળીઓ ભરી, બોલીંગ અન્ડર હેન્ડ કરાય છે. આ ગોળીઓના અવાજ પરથી બોલનું અંત જાણી બેટ્સબેન ફટકો મારી શકે છે. આ ઉપરાંત ચેસ સહિત અનેક રમતોની પણ વ્યવસ્થા છે.

આટલી સિદ્ધિઓ છતાં તેની અને તેનાં કુટુમ્બીજનોની સરળતા આશ્ચર્ય જનક છે. તેની સંસ્થાના અન્ય

કર્મચારીઓ તો ઠીક પટાવાળા સુદ્ધાંને ભાસ્કરનું ઘર પોતાનું જ ઘર લાગે છે. આ માટે તેનાં ધર્મપત્ની પ્રવિણાબેન અને પુત્રવધુ દિશા નો સહકાર સૌથી વધુ પ્રશંસનીય છે.

આ કુટુમ્બની દ્રઢ નિશ્ચયતા, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે બ્રિટનના વડા પ્રધાન વિન્સેટ ચર્ચીલે આપેલાં “Dictum”

ને પૂરેપૂરી બંધ બેસે છે. Battle of Britain પૂર જોશમાં ચાલતુ હતુ તેવે સમયે ચર્ચીલે કહ્યું હતું.

In war resolution;

In defeat defiance;

In victory magnanimit...... and

In peace goodwill.

આ સાથે ધૂમકેતુનાં તણખા મંડળની અવિરામયુદ્ધની એક નવલિકા પણ યાદ આવે છે. તેમાં એક માછીમાર

સમુદ્રનાં તોફાનમાં ખેંચાઇ જાય છે. પરંતુ માત્ર થોડાં જ વર્ષો પછી તેનો પુત્ર હોડી લઇને સાગરમાં ઝંપલાવે છે.

જીવન તે એક અવિરામયુદ્ધ છે. તેમાં જે હિંમત હારી જાય છે, તે કદી ઉપર આવી જ શકે નહીં, પરંતુ જે

વિપત્તિઓને પણ સામું આહ્વાન આપે છે. તે જ આખરે વિજયી થાય છે.

ભાઇ ભાસ્કરનું જીવન પણ આવું એક અવિરામયુદ્ધ બની રહ્યું છે, ત્યારે આ ષષ્ઠીપૂર્તિ સમયે તેને વિજયની

અનેકાનેક શુભેચ્છાઓ.

ભાસ્કર અને પૂ.મામાનાં સમગ્ર કુટુમ્બે સતત સંઘર્ષ કર્યો છે, પરંતુ કદી નમતું નથી જોખ્યું નમતું નિશાન પણ

નથી રાખ્યું. સંઘર્ષથી જ સિદ્ધિ છે. તે જીવનનો મંત્ર બની રહ્યો છે. તેમાં ભાસ્કરનાં ધર્મપત્ની નો ખુબ મોટો સાથે પણ છે. તેઓ હોસ્ટેલની વિદ્યાર્થીની ઓને સપ્તાહમાં બે થી ત્રણ વખત મળી તેમના ખબર અંતર પૂછે

છે, તેમના પ્રશ્નો સમજે છે અને તેનો ઉકેલ પણ લાવે છે.

આ ઉપરાતં આ દંપતિ અન્ય અનેક સંસ્થાઓને માનદ્ સેવાઓ પણ આપે છે.

ભાઈ ભાસ્કર અત્યારે અખિલ ભારત પ્રજ્ઞાચક્ષુ મહામંડળના ઉપપ્રમુખપદે છે. તેણે રઘુવંશ અને મૃચ્છકટિક

જેવાં પાઠ્ય પુસ્તકોનાં સંપાદનમાં મહત્વનું યોગદાન પણ આપ્યું છે. રાષ્ટ્રીય પ્રાચ્ય વિદ્યા પરિષદ, રાજ્ય સંસ્કૃત અધ્યાપક સંમેલનો તથા સંસ્કૃત પરિષદોમાં પણ યોગદાન આપ્યું છે.

જર્મની (1970) બેંગકોક (1995), સિંગાપુર (1995) અને ઢાકા (1997) માં યોજાયેલ આંતર રાષ્ટ્રીય

પરિષદોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેવી જ રીતે 2006 માં મલેશિયામાં યોજાયેલી પરિષદમાં ભારતના સત્તાવાર ડેલીગેટ તરીકે ભાગ લીધો છે.

આવા વિદ્વાન અને આટલી સમર્પિત મહિલાનાં સંતાનો પણ તેજસ્વી હોય તે સહજ છે. મોટો પુત્ર મનન

આઇ.ટી. એક્સપર્ટ છે. પુત્રી ઝરમર એમ.એ. (ઇંગ્લીશ લિટરેચર) અત્યારે ઇંગ્લેન્ડમાં છે. તથા પુત્ર હર્ષ, ચંડીગઢમાં એમ.બી.એ.નો અભ્યાસ કરે છે.

ભાસ્કરનું કબાટ તેને મળેલા એવોર્ડનાં પ્રતીકોથી ભરેલું છે તેવીજ રીતે હર્ષનું કબાટ પણ તેને મળેલાં પદકોથી સભર છે.

ભાસ્કરને મળેલા એવોર્ડઝની નોંધ આ પુસ્તકમાં અન્ય સ્થેલ જોઇ શકાશે.

ભાસ્કરનાં ગુણગાન તો ગાયાં હવે તેની થોડી વિચિત્રતાઓ પણ જણવું તે તેની દોડાદોડીને લીધે, પોતાનાં

આરોગ્યનું ધ્યાન જ રાખતો નથી. તે ક્યાં ક્યારે અને કેટાલ વાગે નિકળી પડશે, તે નક્કી જ ન હોય. રાતો રાત મુદ્રાહરી ખેંચે, સહજ રીતે જ આરોગ્ય ઉપર અસર થાય જ.

વળી, કપડાં અંગે તો તદ્ન બેદરકાર છે. તેને એવોર્ડ મળવાનો હોય તે સમારંભમાં પણ તે સાદા પેન્ટ બુશશર્ટમાં જહોય પ્રવિણા ઘરેથી કપડાં લઇ જાય પણ બદલવાની દરકાર જ ન કરે.

વિશેષતઃ તેની દોડા દોડી તો ચિંતા ઉપજાવે જ તેથી પ્રવિણા તેને કહે પણ ખરાં, સાચું કહું કહેવું જ જોઇએ.

પરંતુ સાંભળે કોણ?

જેને મન લગન લાગી છે તે જ તરે છે. એમર્જને કહ્યું છે કે “Blessed is the man who has gotamission in

his life.”

“Let us all wish Bhasker many many a visctories.”

-દિનેશ પી. દેસાઈ