ભાસ્કર એટલે સૂર્ય સૂર્ય સમાન કાંતિવાળા પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતા મૂળ ભાવનગરી નાગર અમદાવાદામાં
જન્મેલા તથા ઉછરેલા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એક મહાન વિભૂતિ છે. 22 સપ્ટે. 2010 ના રોજ 60 વર્ષ પૂરાં કરી 23 સપ્ટે, 2010 ના રોજ એકસઠમા વર્ષમાં પ્રવેશે છે. ત્યારે શુભેચ્છા સંદેશ રુપે હાલ
સાબરકાંઠામાં જળહળત તેજપુંજરાશિને ઓળખીએ.
સાબરકાંઠાના વિકલાંગોના મસીહા પ્રો. ભાસકરભાઇ મહેતા 1975-76ના વર્ષે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ
- પ્રાંતિજ માં નોકરીએ લાગ્યા ત્યારથી જ તેમણે સાબરકાંઠાના વિકલાંગોની દુર્દશા જોઇ હૃદય દ્રવી ઉઠ્યું. ઇડર કોલેજમાં અધ્યાપકની નોકરી સ્વીકાર્યા પછી ઇડર ખાતે જ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ-રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જીલ્લા શાખાની શરુઆત થઈ. 1985 થી આ શાખાના માનદ્ સામાન્ય મંત્રી તરીકે માનદ્ સેવા આપીરહ્યા છે. ભાસ્કરના આગમનથી જ અંધજનો (વિકલાંગો) ના કલ્યાણની પ્રવૃત્તિઓના ભાસ્કરનો ઉદય થયો. સૂર્યોદય થતાંજ અંધકારનો નાશ થાય તેમવિકલાંગોના જીવનમાંથી એક પછી એક અંતરાયો દૂર થતા ગયા. સંકલિત શિક્ષણ યોજના અંતરગત જીલ્લાનાં બાળકો પોતાના વતનમાંજ માબાપ સાથે રહી સામાન્ય બાળકોની સાથે રહી સામાન્ય શાળામાં અભ્યાસ કરવા લાગ્યાં તથા તેમને જરુરી સાધન સામગ્રી તથા ખાસતાલીમી શિક્ષકોની મદદથી બ્રેલ, બેલગણિત તથા અન્ય શૈક્ષણિક સાધનો બ્રેલ-પાટી-પેન, બ્રેલ ટાઇપરાઇટર વગેરેની મદદથી અભ્યાસ કરવા લાગ્યાં. રાષ્ટ્રિય અંધજન મંડળ ની આ સાબરકાંઠા શાખાના વિકાસમાં પાયાની ઇંટનું કામપ્રો. શ્રી મહેતાએ કર્યું છે. તથા આ સંસ્થાના બીજરોપી, સિંચનકરી એક વટવૃક્ષ બનાવવામાં એમણે દિલથી મહેનત કરી લોહી-પસીનો એક કરી આ સેવાયજ્ઞમાં સતત પરિશ્રમકરી અંગત જીવન આનંદનો પણ ભોગ આપેલ છે.
શ્રી પ્રો. ભાસ્કર યોગેન્દ્ર મહેતાનો કારકિર્દી વિષયક ટૂંકી માહિતી નીચે મુજબ રજૂ કરું છું.
નામ -શ્રી ભાસ્કર યોગેન્દ્ર મહેતા
જન્મસ્થળ -અમદાવાદ
જન્મતારીખ -23-09-1950
મૂળવતન –ભાવનાર
માતાનું નામ –રંભાબેન
પિતાનું નામ -યોગેન્દ્રભાઈ
પત્નીનું નામ –શ્રીમતી પ્રવિણાબેન મહેતા (સદ્રષ્ટિ)
પુત્રો -1.મનન 2.હર્ષ
પુત્રવધુ -1.દિશા
પૌત્રી -1.ફલક
પુત્રી -ઝરમર જમાઈ-કૌંશલભાઈ
ભાણી -1.માહી
ભાઈઓ -1.શ્રી વિરાતાભાઈ મહેતા
2.શ્રી મસ્તરામભાઈ મહેતા
૩.શ્રી ગગનભાઈ મહેતા (દ્રષ્ટિહીન)
નૈક્ષણિક કારકિર્દી –
એસ.એસ.સી. 1969 70 ટકા ગુજરાતના અંધ વિદ્યાર્થીઓમાં પ્રથમ
બી.એ. 1973 70 ટકા કોલેજ સંસ્કૃત વિભાગમાં પ્રથમ
એસ.એ. 1975 70.50 ટકા ગુજ. યુનિ. માં તૃતિય રેન્ક
બી.એડ્. 1976 70.50 ટકા ગુજ. યુનિ. માં પ્રથમ
એલ.એલ.બી. 1979 64 ટકામુખ્ય વિષય લેબર લો હિંદી વિનીત, સંસ્કૃત ભૂષણ, સ્પોકન ઇંગ્લીશ પરીક્ષા પાસ.
કારકિર્દી-અનુભવઃ
1975-76 ની સાલમાં આર્ટ્સ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે ગુજરાતના પ્રથમબંધ લેકચરર તરીકે નિમણૂંક મેળવી 1 વર્ષ સુધી સેવા આપી.
સેન્ટઝેવિયર્સ કોલેજ, અમદાવાદ માં લેકચરર તરીકે 1 વર્ષ નોકરી.
૩. સરસ્વતી વિદ્યા મંદીર, મણિનગર (1977 થી 1983) સુધી ધો. 11-12 માં શિક્ષક.
1983 થી આર્ટ્સ કોમર્સ કોલેજ, ઇડર ખાતે સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે.
પી. જી. ટીચર તરીકે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ. માં પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, મોડાસા કોલેજમાં પ્રાધ્યાપક તરીકેની સેવા.
સરકારશ્રીના નિયમાનુસાર ગુજરાત રાજ્ય ના વિકલાંગો- Blind-D.D. Ortho. પૈકી વિકલાંગ કમિશ્નર તરીકે ની જગ્યા માટે પસંદગી પામી ગુજરાત રાજ્ય સરકારના “અશકતતા આયુક્ત” તરીકે નિયુક્તી પામી સફળ કારકિર્દી પુરી કરી. પુનઃ આર્ટસ કોલેજ ઇડર ખાતે હાલ સંસ્કૃતના પ્રાધ્યાપક તીરકેની સેવા બજાવે છે.
સિદ્ધિઓ (Achivements):
ઉ.ગુ.યુનિ. ની સ્થાપનાથી 1992 સુધી યુનિ. સેનેટ મેમ્બર તરીકે ચુંટાયા.
ગુજરાતના શિક્ષકોના પ્રતિનિધિ, અધ્યાપક મંડળ, સ્ટાફઇન્ચાર્જ, કર્મચારી ધિરાણ મંડળીના સેક્રેટરી (1983
થી 1999).
કો-ઓર્ડિનેટર-ગુજરાત સંસ્કૃત અધ્યાપક સંમેલન 1986 ઇડર, સ્વાતંત્ર્યોત્તર પરિસંવાદ-ઇડર (1997) ‘રઘુવંશ’ ‘મૃચ્છકટિકમ્’ જેવી સંસ્કૃત કૃતિઓનું સંકલન-પ્રકાશન.
રાજ્ય સ્તરનાં તથા રાષ્ટ્રિય સંસ્કૃત સંમેલનો પરિષદો માં સક્રિયપણે રસ લીધો.
સામાજિક ક્ષેત્રે પ્રદાનઃ
રાષ્ટ્રિય અંધજન મંડળ, સાબરકાંઠા જીલ્લા શાખાની ઇડર ખાતે સ્થાપના (1985) કરી. માનદ્ સામાન્ય મંત્રી
તરીકે સેવા આપી શાખાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી સંસ્થાને વટવૃક્ષ જેટલી વિકસાવવામાં
સિંહફાળો.
1996 થી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ફોર ધ બ્લાઇન્ડના પ્રમુખ તરીકે રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રિય અને આંતર-રાષ્ટ્રિય ક્રિકેટ મેચોનું આયોજન કર્યું.
૩. રાજ્યસ્તરે તથા રાષ્ટ્રિય કક્ષાએ કવિ સંમેલન તથા સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્મોનું નું આયોજન કર્યું.
અખિલ ગુજરાત બ્લાઇન્ડ ટિચર્સ એસોસીએશનની રાજકોટમાં (1983-1995) સ્થાપના તથા પ્રમુખ.
નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ (NAB) નવી દિલ્હીના ઉપ-પ્રમુખ (1976-1982)
જગદીશ ષષ્ઠિપૂર્તિ સમિતિ, અમદાવાદ, બાબવાણી ષષ્ઠિપૂર્તિ સમિતિ અમરેલી તથા કાનાબાર ષષ્ઠિપૂર્તિ
સમિતિ રાજકોટના સક્રિય સભ્ય.
NAB ગુજરાત શાખા શૈક્ષણિક સમિતિના કમિશ્નર તરીકે (1983-1999)
ગ્રામીણ અંધજનોના પુનઃવસન કાર્યક્રમના સેક્રેટરી.
‘લૂઇ-બ્રેલ’ મેમોરેબલ ટ્રસ્ટ, અમરેલીના ઉપ-પ્રમુખ.
આંતરરાષ્ટ્રિયક્ષેત્રે યોજાયેલ વિવિધ સેમિનારોમાં ભાગ લઇ પેપર રજુ કર્યાં.-જર્મની-1974, ઢાકા-
1997, બેંગકોક-સિંગાપોર-1995.
“આશા-ઉષા મિરર”, “જીવન-શિક્ષણ” જેવાં મેગેઝિન તથા ષષ્ઠિપૂર્તિ મહોત્તસવ વોલ્યુમમાં લેખ રજૂ કર્યાં.
NAB-India મુંબઇ, AICB દિલ્હી ભીખાભાઇ મેમોરિયલ ફંડ એવોર્ડ કમિટી માં એક્ઝિક્યુટીવ મેમ્બર.
જિલ્લા તથા રાજ્યસ્તરની એજ્યુકેશન કમિટીના નોમીનેટડ સભ્ય.
લાયન્સ કબલ ઓફ વસાપુરના ઓફિસબેરર (1976-1983)
ક્રિકેટ કોમેન્ટોટર-ફર્સ્ટ કનિષ્ક વર્લ્ડકપ ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ-નવી દિલ્હી-નવે. 1998.
ન્યુઝ રિડર-ગુજરાતી સમાચાર દૂરદર્શન અમદાવાદ તા. 04-01-1998
આનંદનગર હાઉસીંગ સોસાયટી ઇડરના પ્રમુખ પદે. (1998 થી 2001) 104 બ્લોકની સોસાયટીના
પ્રથમઅંધ પ્રમુખ.
AICB નવી દિલ્હીના પ્રમુખ તથા મંત્રી (1999-2002)
નામદાર ગુજરાત સરકારના નિયુક્ત સભ્ય તરીકે વિકલાંગ દ્વારા અમલીકરણ સલાહકાર સમિતિ.
ઇનામ-એવોર્ડસ:
શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન અનેક સ્પર્ધાઓમાં અનેક ઇનામો-શિલ્ડ-ટ્રોફી મેળવેલ છે. ખાસ કરીને 1955 માં આર.એમ. અલ્પાઇવાલા એવોર્ડથી સન્માનિત કરાયા છે. ઘણાં મેગેજીન તથા દૈનિક વર્તમાનપત્રોએ
તેમના જીવન વિશેના લેખ પ્રકાશિત થયા છે.
બે વિકલાંગ બાળકોના વાલી તરીકે મને આ સંસ્થા તથા શ્રી ભાસ્કરભાઇ સાથે ખૂબજ નિકટનો પરિચય છે.
1987થી મારો પુત્ર પૂર્વેશ જન્મથી જ અંધ હોઇ આ સંસ્થા દ્વારા ચાલતી ‘સંકલિત શિક્ષણ યોજના’ અંતર્ગત અરોડા પ્રાથમિક શાળાથી શૈક્ષણિક કારકિર્દી શરુ કરી જે. એમ.એ., એમ.એડ્., પીએચ.ડી. સુધી અવિરતપણે ચાલી જેમાં રાષ્ટ્રિય અંધજન મંડળ, સાબરકાંઠા જીલ્લા શાખા, ઇડર ના માનદ્ સામાન્ય મંત્રી-પદાધિકારીઓ-પ્રવાસી શિક્ષકો, ઓફિસ સ્ટાફ તથા અરોડા પ્રા.શાળા, અરોડા તથા જાદર હાઇસ્કૂલ તથા આર્ટ્સ કોલેજ-ઇડર તથા હેમચંદ્રાચાર્ય નોર્થ
ગુજરાત યુનિ. પાટણનો સુંદર સહયોગ તથા માર્ગદર્શન મળેલ છે. તથા આ અભ્યાસ યાત્રામાં અમે પણ વાલી તરીકે સતત સહભાગી થયા છીએ આ છેલ્લા 25 વર્ષના અનુભવો પરથી ભાસ્કરભાઇ સાથે સતત સાથે રહેવાનું થતાં તેમની કાર્યપ્રણાલી, સ્વભાવ, કામલેવાની-કઢાવવાની આવડત માહિતીની સચોટ રજૂઆત વગેરે બાબતો ખાસ ધ્યાનાકર્ષિત રહી છે.
વ્યક્તિત્વઃ
શ્રી ભાસ્કરભાઈનું વ્યક્તિત્વ ઉડીને આંખે વળગે તેવું છે. એક જ મુલાકાત પછી વ્યક્તિ તેમને વર્ષોથી ઓળખતી હોય તથા વર્ષો જુના મિત્ર-વડીલ કે આપ્તજન હોય તેવી લાગણી ઉદ્ભવે છે. સ્પષ્ટવક્તા, નિર્ભય, સચોટ તથા ધારદાર રજૂઆત, સંસ્કૃત સાહિત્યની છાંટવાળી તેમની અસ્ખલિત વાણી-પ્રવચન માં જરુરી આંકડાકિય માહિતીની ચોકસાઇપૂર્વકની રજુઆત તથા સામેની વ્યક્તિ ક્યાં કન્ફ્યુજ થઇ શકશે તેવી બાબતોની પહેલેથી જ સ્પષ્ટતા કરી લેવાની તેમની આવડત, વહીવટમાં તદ્ન પારદર્શકતા, નિઃસ્વાર્થભાવ તથા જરુર પડયે પોતાના અંગતધનનો ઉપયોગ કરતાં પણ ખચકાટ ન અનુભવનાર વ્યક્તિત્વ ઉપસી આવે છે.
કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ-તદ્ન વ્યવહારુ છે. કોઇની પણ શેહ શરમઅનુભવ્યા વિના જે તે વ્યક્તિની ત્રુટિઓ ધ્યાન પર લાવી, શિસ્તના આગ્રહી તથા એકાદવાર ની ભૂલને ક્ષમ્યગણી સામેની વ્યક્તિને સુધરવાની તકો પણ પુરી પાડી તેમાં કોઇ જ સુધાર ન જણાય તો ત્રિનેત્ર ખોલીને સાન ઠેકાણે પણ લાવી શકે એવા કુશળ વહીવટકાર છે.
વિકલાંગો/વાલીઓ/કર્મચારીઓ પ્રત્યેના અભિગમાં ખુબજ સ્પષ્ટ છેઃ
કોઇપણ વિકલાંગનું અહિત ચલાવી લે તેમનથી. વાલીઓ તે તથા કર્મચારીઓને પણ બાળક-વિદ્યાર્થી પ્રત્યે શું ફરજો છે. તેનું ભાન કરાવી શકે છે. સિદ્ધાંત ખાતર કે સત્ય ખાતર એકલે હાથે ઝઝુમવા પણ તૈયાર છે પછી પરિણામગમે તે આવે તેની પરવા કરવી નહીં તેવો સિદ્ધાંત ધરાવે છે.
સંસ્થાના કાર્ય/વિકાસમાં દિલોદિમાગથી મચી પડે છે. આ સંસ્થાને ખૂબજ ટૂંકા સમયમાં બીજ માંથીવટવૃક્ષ સુધી તૈયાર કરી શક્યા છે.
દેશભરની તથા આંતરરાષ્ટ્રિય સંસ્થાઓમાં પણ ચાવીરુપ સ્થાન હાંસલ કરી બહોળા અનુભવનો લાભ દરેકને મળે તેવો જેતે સંસ્થાઓનો તથા પદાધિકારીઓનો પણ આગ્રહ જોઇ શકાય છે. તથા જે સંસ્થામાં જોડાય ત્યાં જરુરી સુધારા-સૂચનો માર્ગદર્શન કરી સંસ્થા સતત પ્રગતિ કરે તેવા દ્રષ્ટા છે.
સંસ્થાના વિકાસ માટે તથા સંચાલનની સમાંતર પાંખ ઊભી થાય તે માટેના (ટેલેન્ટેડ વિઝનરી) વ્યક્તિઓને શોધી-પ્રોત્સાહિત કરી જરુરી માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવી જ્યાં ભૂલ કરે ત્યાં ઠપકારીને સુધારી લેવાની આવડત પણ ધરાવે છે.
દરેકની સાથે અંગત સંબંધી પણ જાળવી રાખે છે તે માટે દરેકના ધેર સારા-ખોટા પ્રસંગે તેમની હાજરી અવશ્ય હોય જ. વ્યહવાર સાચવવા અંગત ઘસારો પણ વેઠવો પડે છે તથા નાની મોટી દરેક સિદ્ધિને બિરદાવી સતત પ્રોત્સાહિત કર્યા કરે છે.
ભાસ્કરભાઈના આટલામોટા વ્યક્તિવિકાસમાં તેમનાં અર્ધાંગની શ્રીમતી પ્રવિણાબેન પણ એટલા જ સહભાગી છે. તેઓ પણ સામાજિક કાર્યકરની અદાથી આ સેવા યજ્ઞમાં તેમનાં સતત સહભાગી બની રહ્યાં છે. તથા તેમને દરેક ક્ષેત્રે પ્રોત્સાહિત કરી ઉદ્દીપકનું કાર્ય કરી રહ્યાં છે જેને પણ બિરદાવવું જ રહ્યું.