બહુવિકલાંગતા એટલે કોઇપણ વ્યક્તિને ઇન્દ્રિયોને લગતી બે કે તેથી વધુ પ્રમાણિત અપંગતા હોય અને જે
અપંગતાનાં પરિણામે કોઇપણ એક શિક્ષણના પ્રકારમાં બાળક સેટ થઇ ન શકે અને તેની જરુરિયાત અલગ હોય તેનો પ્રોગામઅલગ હોય છે. આવા બાળખને બહુવિકલાંગ કહી શકાય.
બહુવિકલાંગતાનાં ઉદાહરણોઃ
દૃષ્ટિખામી + શ્રવણ ખામી
દૃષ્ટિખામી + શ્રવણ ખામી + માનસિક મંદતા
દષ્ટિ ખામી + માનસિક મંદતા
સેરેબલ પાલ્સી + માનસિક મંદતા-શ્રવણ-દૃષ્ટિની તકલીફો.
બહુવિકલાંગ બાળકોની સમસ્યાઓ ઓળખવી, તેને ક્રમબદ્ધ રીતે સમજવી, મુખ્ય કારણો શોધવા જટીલ પ્રક્રિયા છે. કારણ કે વાતાવરણ, સામાજિક, આર્થિક પરિસ્થિતિ વગેરેને અનુલક્ષીને સમસ્યાઓમાં પરિવર્તન જોવા મળે છે. છતાં ઈન્દ્રિયોની ક્ષતિને કારણે કેટલીક સમસ્યાઓ અલગતરી આવે છે.
જેવી કે બે સંયુક્ત ક્ષતિનાં કારણે પરસ્પર વાણી વ્યવહારમાં મુશ્કેલીઓ.
-ગતિશીલતાનો અભાવ
- મૂર્તિ-અમૂર્ત સંકલ્પના ઘડવામાં સમજવામાં પણ મુશ્કેલી પડે.
-પોતાની વાત, લાગણી રજૂકરવામાં પણ તકલીફ પડે.
-રોજીંદા દૈનિક ક્રિયાની બાબતોમાં મર્યાદા.
સામાન્ય રીતે બાળકનો વિકાસ અનુકરણથી થતો હોય છે. જ્યારે બહુવિકલાંગ બાળકોમાં અનુકરણ અને
અનુકૂલન ન થવાથી વિકાસ ધીમો થાય છે.
માનસિક ક્ષતિ અને સેરેબલ પાલ્સી (મગજનો લકવો) ધરાવતા બાળકોમાં બૌદ્ધિક ક્ષમતા ઓછી હોવાને કારણે વ્યવહારમાં અનુકૂલન જલ્દી સાધી શક્તા નથી.
ક્ષતિગ્રસ્ત જ્ઞાનેન્દ્રિયોની અસર હેઠળ અન્ય જ્ઞાનેન્દ્રિયોનો જોઇએ તેટલો સક્રિય ઉપયોગ થઇ શકતો નથી.
અસુરક્ષા તથા પરાવલંબનની સતત અસર થતી હોવાથી નિષ્કીયતા ઉદ્ભવે છે.
સામાજકિ, માનસિક, બૌદ્ધિક, શૈક્ષણિક તથા આર્થિક ક્ષેત્રોમાં સમસ્યા ઊભી થાય છે. સામાન્ય વ્યક્તિની
જેમપોતાની જાતને સતત પ્રવૃત્તિશીલ રાખી શકતા નથી.
પ્રો. ભાસ્કરભાઇ મહેતા સાહેબની ષષ્ઠીપૂર્તિની ઉજવણી નિમીત્તે જે પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે. જેમાં મારો
શુભ આશય કે ‘બહુ વિકલાંગ’ લોકો પ્રત્યે સમાજ વધુ જાગૃત બને તેમનાં હૃદય સુધી પહોંચે તેમની ક્ષતિને, ક્ષમતાને, તેમનામાં રહેલ વિશિષ્ટ કૌશલ્યને પારખી તક આપી યોગ્ય દિશામાં પ્રગતીનાં પંથે આગળ વધે તેવો પ્રયાસ કરીએ.
શ્રીમહેતા સાહેબએ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વિકલાંગોની કામગીરી શરુ કરી. ત્યારે પણ બહુવિકલાંગ
સાથે કાર્ય થતું હતું. આજે પણ અવિરતપણે ચાલી રહ્યું છે.
જાન્યુઆરી 2001 થી સંસ્થાએ અંકુર ડેફબ્લાઇન્ડ સેન્ટરની શરુઆત અંધજન મંડળ, વસ્ત્રાપુર તથા સેન્સ ઇન્ટર નેશનલ (ઇન્ડિયા) ના સહયોગથી કરી. સેન્ટર શરુ કરવા પાછળ તેમનો ધ્યેય એ હતો કે સાબરકાંઠા જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારનાં બહુવિકલાંગ લોકો સુધી પહોંચી તેમની સાથે પ્રવૃત્તિ થાય તેમનું પુનર્વસન થઇ શકે.
શ્રીમહેતા સાહેબ જ્યારે ગુજરાત રાજ્યમાં વિકલાંગો માટેનાં કમિશ્નરશ્રીની સેવા બજાવી રહ્યા હતા તે દરમ્યાન પણ તેમણે ગુજરાતમાં સુરત, દાહોદમાં બહુ વિકલાંગ બાળકો માટેની નિવાસી શાળા માટે સરકારશ્રીના અનુદાન દ્વારા શરુ કરાવવાની પહેલ કરી હતી.
વિધાન સભામાં બહુવિકલાંગો માટે પુનર્વસન, સાધન સહાય, ટીચર ટ્રેનીંગ જેવા પ્રશ્નોની રજૂઆત કરી સંચાલકો, કર્મચારીઓ, લાભાર્થીઓના તજ્જ્ઞ તરીકે હાજર રહેવાની સાથે બીજા લોકોને પણ હાજર રાખી રજૂઆત કરી.
બહુ વિકલાંગો માટેનું કામસંસ્થા શરુઆતથી કરતી હતી. કિન્તુ જ્યારે તેઓ કમિશ્નરશ્રીનાં હોદ્દા પર રહ્ય ત્યારે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ તજજ્ઞ તરીકે વ્યક્તવ્ય રજૂ કર્યા અને ધારદાર રજૂઆતો કરી. બહુવિકલાંગ બધિરાંધ વ્યક્તિઓનાં સાચાઅર્થમાં બેલી બન્યા.
બધિરાંધ-બહુવિકલાંગ મહિલાઓનાં શિક્ષણ પ્રશિક્ષણ તથા પુનર્વસનનાં ક્ષેત્રે અગ્રીમતા આપી નારી જાગૃતિની દિશામાં પણ તેમણે સેવા આપેલ છે. તેઓશ્રી પી.ડબલ્યુ.ડી. એકટમાં પણ બધિરાંધ-બહુવિકલાંગતા ધરાવતા લોકોનો સમાવેશ થાય અને કાયદાકીય રીતે લાભ મળે તેવા સ્પષ્ટ ઉલ્લેખ કરતા હિમાયતી છે.
સંસ્થામાંથી સાબરકાંઠા જિલ્લાનાં રાજ્ય તથા રાષ્ટ્રીયકક્ષાનાં નેટવર્કમાં પ્રયાસ (વાલીઓ) અભિપ્રેરણા
(શિક્ષકો) ઉડ્ડાન (બધિરાંધ-બહુવિકલાંગ લોકો) સભ્ય બની દિન-પ્રતિદિન, શૈક્ષણિક, વ્યાવસાયિક તાલીમતથા
જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે જે શ્રી મહેતા સાહેબને આભારી છે.
બહુવિકલાંગોનાં કાર્યમાં સતત પ્રવૃત્તીમય બની શિક્ષકો, વાલીઓ, બાળકોને પ્રોત્સાહન તથા જરુરી માર્ગદર્શન થકી આજે બધિરાઁધ બહુવિકલાંગ બાળકોએ રાજ્ય તથા રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થાનું નામરોશન કરેલ છે. જેવાકે સંજય મિસ્ત્રી, અશોક, સંજય મકવાણા, જિજ્ઞાબેન રાવળ, બાબુભાઇ, મનુભાઇ, રાજેશ વણકર, હસમુખ અંગારી સૌ સંસ્થામાં તાલીમપામી પોતાનું જીવન આનંદમય રીતે જીવે છે.
મહેતા સાહેબશ્રીએ પોતાનું સમગ્ર જીવન વિકલાંગોનાં કાર્યમાં પસાર કર્યું. કોઇપણ બધિરાંધ બહુવિકલાંગ
તેમની પાસે આવે તેમની સાથે સરળ ભાષામાં વાતચીત કરી માર્ગદર્શન પુરું પાડી યોગ્ય દિશામાં તેનું પુનર્વસન કરવા હંમેશા તત્પર રહેતા હોય છે તેથી જ તો તેઓ આજે પણ “વિકલાંગોના બેલી” કહેવાય છે.
ષષ્ઠીપૂર્તિ પ્રસંગે શ્રી મહેતા સાહેબને તેમના પરિવારને સ્વસ્થ, સફળ સમાજ સેવા યુક્ત દિર્ઘાયુષ્યની
પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે સૌ વિકલાંગો, કાર્યકરો અને વાલીઓ તરફથી હાર્દિક શુભકામના.