ભાસ્કરભાઇ એક બહુમુખી પ્રતિભા છે. તેમની વાત નિકળેતો તેમના વિષે ઘણુ બધું કહેવાનું મન થાય છે. પણ મારા જીવનમાં અને અમારા સમાજમાં ભાસ્કરભાઈએ બિરબલપણું ભલ્લી રીતે સાર્થક કર્યું એ કહેવું મને ગમશે.
કાના માતર વિનાનું ‘ઇડર’ મારું ગામ (મારું સાસુર) અમારો બ્રાહ્મણોનો મોટો સમાજ, બાલની ખાલ અને
પાણી પરથી પોળી કાઢવામાં માહીર લોકો.
સુશિક્ષિત, હોશીયાર, કાબેલ, સ્વરુપવાન, જ્ઞાતિનાને મારી સાસરીના સગામાં ઘણા છોકરાઓને નાપસંદ
કરી ચુકેલી મારી પ્રવિણાબેને એક પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન કર્યાં. એ વાત અમારો સમાજ પચાવી શક્યો નહી, ને પછી તો સમાજમાં જેમબનતુ આવ્યું છે તેમજેને જેમસુઝ પડે તેમલોકો મોકો મળતાં મને મહેણાં મારવાનો લ્હાવો લેવાનું ચુકતા નહી.
મારી પ્રવિણાબેને ભાસ્કરભાઇ સાથે લગ્ન કર્યા તે વખતે તેઓ ગાંધીનગરમાં રહેતા ને અમદાવાદમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા પછી વખત જતાં ભાસ્કરભાઈની ઇડર કોલેજમાં પ્રોફેસર તરીકે નિમંણુક થઇ. સાથે સાથે અંધજન મંડળના સંચાલક તરીકે ની કામગીરી ખૂબજ જવાબદારી અને સમર્પણપૂર્વક નિભાવવા લાગ્યા. ઇડરમાં આનંદનગર સોસાયટીમાં ઘર બનાવી આનંદથી રહેવા લાગ્યા.
ધીરેધીરે મારા સાસરીયા અને જ્ઞાતિના લોકોનો સંપર્ક થતો ગયો. ભાસ્કરભાઇનું વ્યક્તિત્વ કાર્યદક્ષતા,
બુદ્ધિચાતુર્ય, કોઇપણ ખુદગર્જીની પરવા કર્યા વિના સમય અને સંજોગો પ્રમાણે સત્ય અને સ્પષ્ટ વક્તા તરીકેની એમની હિંમત વિ. થી લોકો પ્રભાવિત થયા. જે લોકો મને મહેણા મારવાનું ચુકતા નહી તે લોકો મારી પ્રવિણાબેનની પસંદગીના વખાણ કરવા લાગ્યા.
ઘણાનેતો પોતાનું કામકઢાવવા ભાસ્કરભાઇને મળવા માટે મારો સંપર્ક કરવો પડતો. આમમહેણા મારનારની
તો બોલી જ બદલાઇ ગઇ. આમભાસ્કરભાઇએ મારા સામે થતા સવાલોનો બિરબલની અદાથી જડબાતોડ જવાબ આપી બિરબલ અમારા બનેવી શિર્ષકને સાર્થક કરી મને મારી સાસરીમાં ગૌરવ અપાવ્યું.
તુમબેસહારા હો તો કિસીકા સહારા બનો
તુમકો અપને આપહી સહારા મીલ જાએગા
કિસ્તી કોઇ ડૂબતી પહોંચા દો, કિનારે તો
તુમકો અપને આપહી કીનારા મીલ જાયેગા
આ ગીતકારે ગીતમાં વ્યક્ત કરેલો ભાવ ભાસ્કરભાઇના જીવનમાં વણાઇ ગયી. ઇડર પંથકના ઉંડાણના ગામડાના લોકોપણ ભાસ્કરભાઇ અને પ્રવિન્નાબેનનું નામલેતાં ભાવવિભોર થઇ જાય છે.
મારી પ્રવિણાબેને ત્રણ સંતાનોનો એક આદર્શ મા તરીકે ઉછેર કરવાની સાથે સાથે ભાસ્કરભાઈને એક આદર્શ
પત્નિ તરીકે પુરેપુરો સાથ સહકાર આપ્યો છે ને હવેતો એક કદમઆગળ રહીને કામકરે છે. એમકહું તો ખોટું નથી.
પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ઇડર અંધજન મંડળના સંચાલક તરીકે સાચી સેવાની ભાવનાથી આંખવાળાને પણ આંજી દે એવુ કાર્ય કરી ભાસ્કરભાઇ આજના આ સન્માન, બહુમાનના અધિકારી બન્યા છે.
પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં લાચારી એમનામાં ગોતી ના મળે. કોઇ દયાભાવથી એમને સગવડ કે મહત્વ આપે એ ભાસ્કરભાઇને ના ખપે.
એકવાર અમારું સાઢુ, સાળા અને બહેનોનું ગૃપ સજોડે ફરવા નિકળેલુ આબુપર્વતથી પાછા ફરતાં જીપમાં
બેસતી વખતે મારા અરવિંદભાઇએ, ભાસ્કરભાઇ ને ઉદ્દેશીને કહ્યુ કે તમો પહેલાં બેસી જાઓ પછી અમે બધા ગોઠવાઈ જઇશું. ભાસ્કરભાઇને આ ના ગમ્યુ તેઓએ બધાને બેસાડી, જીપના પાછળના દરવાજાની પારી પર બે જણે બેસવુ પડે તેમહતું. ત્યાં સીટ લીધી પહાડ ઉતરતી વખતે આંચકા આવતા હાથ છટકે તો તકલીફ થશે એમઅમને બધાંને ચીંતા થતી પણ માનેતો ભાસ્કારભાઈ શાના! એમણેતો એમજ મુસાફરી પુરી કરી.
આબુમાં અમારી હોટલના રુમમાં ભાસ્કરભાઇ આરામકરતા સુતેલા હતા મને પર્સની જરુર પડતાં હું ધીમા
પગલે રુમમાં ગઇ. પર્સ લઇ પાછી ફરી, ત્યાંજ ભાસ્કરભાઇ બોલ્યા, “કોણ મંજુબેન છે ને?” મને તો ખૂબજ નવાઇ લાગી. કારણ કે પડખુ ફરીને સુતેલા ભાસ્કરભાઈને પાછળ આંખો ફૂટી કે શું?
એમણે મને પગલાંની આહટથી ઓળખી પણ આટલા માણસો સાથે ને ટૂંકા સહવાસમાં મારા પગલાની
આહટનો અભ્યાસ એમને કયારે અને કંઇ રીતે થયો એ મને આજે પણ સમજાતુ નથી.
ત્યાં કુદરતની કૃપાની યાદ તાજી થઇ જાય છે. કુદરત માઇબાપને હંમેશાં આપણી ફીકર રહે છે. કંઇક ખોટ આપે કે છીનવી લેતો તેની ખોટ પૂરવા ખૂબી પણ આપે છે. આમ મારી દૃષ્ટિએ તો પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઇ પૂંઠ પાછળતો શુંભીંત પાછળ પણ જોઇ શકે છે.
પ્રવિણાબેનને ઘરમાં કલર કરાવવો હતો મારી બેને અલગ-અલગ રુમમાં એની પસંદગી પ્રમાણે અલગ- અલગ લાઇટ શેડથી ઘર રંગાવવા ઇચ્છતા હતા. પણ ભાસ્કરભાઇનો તો ઓફવ્હાઇટ કલરનોજ આગ્રહ હતો ને છેવટે ઉપર નીચે આખા ઘરમાં ઓફવ્હાઇટ કલર કરાવ્યો.
ઇડર સ્ટેશનેથી અંધજન મંડળે જવા માટે ભાસ્કરભાઇ રીક્ષામાં બેઠા રીક્ષાવાળો નવો હતો એને અંધજન મંડળનો ખ્યાલ ન હતો. આથી ભાસ્કરભાઇ ટાવરોડે રીક્ષા લઇ લેવા કહ્યું. થોડે આગળ જતાં ભાસ્કરભાઇ એ રીક્ષા થોભાવી ત્યાં અંધજન મંડળનું મોટુ બોર્ડ જોતાં રીક્ષાવાળો પ્રભાવિત થઇ ગયો. એણે કહ્યું સાહેબ ભાડું નહી આપોતો ચાલશે. પણ આટલી ભીડ અને અવાજમાં બજાર વચ્ચે અંધજન મંડળ આગળ રીક્ષા થોભાવવાનું રાજ મને કહેવું પડશે. છેને મુદ્દાનો સવાલ? ભાસ્કરભાઇનો જવાબ હતો લોખંડના કારખાનાની ઉપર અંધજન મંડળની ઓફિસ છે. અવાજ સાંભળતાંજ મેં રીક્ષા થોભાવી.
શરુઆતમાં મારા બેન બનેવી ઇડરમાં ભાડાના મકાનમાં રહેતા નીચે મકાનમાલિક રહે અને ઉપરના ભાગમાં
બીજામાળે તેઓ રહે. એકવાર ભાસ્કરભાઇ એમના કામઅંગે 4 દિવસ માટે અને પ્રવિણાબેન અમદાવાદ એમબંને મકાન માલીકને ચાવી આપીને બહાર ગામગયા. પછી બન્યુ એવુ કે ભાસ્કરભાઈનું કાપવહેલું પતી ગયું ને તેઓ બીજ દિવસે સાંજે ઇડર પાછા ફર્યા. ઘરે આવીને જોયું તો મકાન માલિકના ઘરે તાળુ લટકે તેમણે મકાન માલિકની થોડી રાહ જોઈ. શિયાળાની રાતનો અગીયારવાગ્યાનો સમય, સ્ટેશન વિસ્તારના છૂટાછવાયા મકાનોમાં સોંપો પડી ગયેલો. ભાસ્કરભાઈ બારી બારણાં, પાળી અને પાઈપના સહારે ઉપર એમના મકાનની પાછળની ગેલેરીમાં ચડી ઉતર્યા. બારણાની વચ્ચેની તારાડમાંથી હાથથી સાંકળ ખોલી ઘરમાં ગયા પછીથી ભાસ્કરભાઇના સાહસની વાત એમના મકાન માલિકે સૌને આગ્રહપૂર્વક કહેતાં થાકતા નહી.
આમઅનેકવાર ભાસ્કરભાઇ એક આમમાણસ કરતાં વિશેષ પુરવાર થઇ સૌને પ્રભાવિત કર્યા છે. લખવા
બેસુતો એમની વાતો, પ્રસંગો ખૂટે એમનથી. મારી દષ્ટિએ તો આ મૂઠી ઉંચેરા માણસના જીવનમાં ક્યાંય અંધારુ નથી.
ભાસ્કરભાઈના માતુશ્રી રંભામાએ એમના સંતાનોના ઉછેરમાં વિપરીત સંજેગો વચ્ચે મા તે માના બિરુદને
સાર્થક કરતો સફળ સંઘર્ષ કર્યો, સમજો કે કસોટીમાંથી પાર ઉતર્યાં. આજે કુદરતે એમને ઉદાર હાથે બદલો આપી નવાજયા છે.
સંતોમાં રામદેવની જેમરાજકારણીઓમાં અલગ તરી આવતા ગુજરાતના ગૌરવ સમા આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ અગર ભાસ્કરભાઇના સંપર્કમાં આવેતો એમને સાચો સલાહકાર ‘બિરબલ’ ભાસ્કરભાઇના રુપમાં મળી રહે.