અમારા સંસ્મરણોમાં ભાસ્કરભાઇ એટલે વડીલ બંધુ તેમની સાથે બે દસકાથી પણ બધુ વિકલાંગજનોનાં કાર્યોર્થે શૈક્ષણિક સેમીનારમાં અવાર-નવાર મળવાનું થયું છે. તેમની સાથે પહેલી વખત મુલાકાત થઇ ત્યારે તળપદી ભાષામાં વાત કરતાં વડીલબંધુ જેવી અનુભૂતિ થઇ. તેઓ શિક્ષણના સાંનિધ્યમાં કોઇપણ વ્યક્તિને માતૃભાષા ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત ભાષાના શુદ્ધોચ્ચારથી પ્રભાવિત કરી દે તેવી તેમની વાકછટા, ભાષાશૈલીના દર્શન થયા વગર રહેતાં નથી. સાચા અર્થમાં તેમની વહીવટી કુશળતા નાનામાં નાની વ્યક્તિને પણ નગણ્ય ગણ્યા વગરની રહી છે. તેઓ કોઇપણ સેમીનારમાં જતાં પહેલાં જે તે વિષયની સુચારુ તૈયારી કરીલે છે. જે તેમની ધગશ, કુશળતા, પ્રમાણિકતાની એક અમીટ છાપ ઊભી કરે છે.
તેઓએ વિકલાંગજનોના ક્ષેત્રમાં શિક્ષણ સાથે સંકળાયેલ અનેક શિક્ષણકારોને વિવિધ પ્રકારની વિકલાંગતા
ધરાવતા બાળકોને કેવી રીતે ઉત્તમશિક્ષણ અર્પી શકાય તેની હરહંમેશ રીતે સરળતાથી કઠિન પ્રશ્નોમાં પોતાની આગવી પદ્ધતિઓથી માર્ગદર્શન, સલાહ-સૂચનો ઉદાહરણો સહ સમજાવતા અનેક વખત ઇષ્ટગોચર થયા છે. તેમાં પણ દ્રષ્ટહીનો શિક્ષણ-તાલીમપુનવર્સન ક્ષેત્રે તો હંમેશાં અગ્રેસર રહી સૌના પ્રેરણા સ્ત્રોત બની રહ્યાં છે. વિકલાંગતા કમિશ્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે વિકલાંગજનોને સમાનતક, હક્કો માટે એક ઉમદા કાનૂની ભૂમિકા અદા કરી હતી. તેઓ કોઇપણ રીતે વિકલાંગજનોના હક્કોનું રક્ષણ કરવા હરહમેશ તત્પર રહેતા હતા. તેમણે બી.એડ્ કક્ષાએ દ્રષ્ટિહીન વિદ્યાર્થીને પ્રવેશના મળે તેવું જાણતા કુલપતિશ્રી સાથે ખૂબજ સહજ, ધીરજ પૂર્વક કામગીરી હાથધરીને દષ્ટિહીન વિદ્યાર્થીનીને સહુપ્રથમબી.એડ્ કોલેજમાં પ્રવેશ અપાવવામાં-હક્કોનું રક્ષણ કરવામાં તેમનો કદી ન વિસરાય તેવી અમૂલ્ય ફાળો હતો. જે સહર્ષ સ્વીકારવો જ રહ્યો.
તેમણે ઘણા વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે પોતાનો આર્થિક સહયોગ પણ આપ્યો છે. તેઓ હરહંમેશં વિકલાંગજનોના વિશેષાધિકાર માટે અગ્રેસર રહી ક્યારેક ઉગ્ર બનીને પણ ધારદાર રજૂઆતો
સરકારશ્રીમાં કરતા જોવા મળ્યાં છે.
તેમની એક વાતતો આજે પણ મનના સ્મૃતિપટ ઉપરથી જતી નથી. તેઓની સાથે જ્યારે એક સેમિનારમાં અમો સાથે જતા હતાં ત્યારે રસ્તામાં હાઇવે ઉપર તેમણે ગાડી ચલાવતા ડ્રાઇવરને કહ્યું કે, ભાઇ હું તો જો વિમાન ચલાવવાની પરવાનગી મને આપે તો વિમાન પણ ચલાવું. વિમાન જમીન પરથી ઉડાન ભરે પછી તો કોમ્પ્યુટરે જ આગળનું કાર્ય કરવાનું છે. મારે કશું કરવાનું રહેતું નથી.
આ નવાઇ પમાડે તેવી વાતને તેમની મહેચ્છાઓ, કાર્ય કરવાની ધગશ, ચોકસાઇ અંગેની વાત આજે પણ વિસરાતી નથી.
આપણા રાજ્યમાં ચાલતા વિવિધ વિશિષ્ઠ અભ્યાસક્રમો જેવા કે ડિપ્લોમા ઇન. સ્પે એજ્યુકેશન (વી.આઇ., એચ.આઇ., એમ.આર.) ડિપ્લોમા ઇન. સ્પે. એજ્યુકેશન ફોર વિઝયુઅલી ઇમ્પેર્ડ ચિલ્ડ્રન (સેકન્ડરી લેવલ) સ્પે. બી.એડ્. (વી.આઇ., એચ.આઇ., એમ.આર.) પી.જી.પી.ડી. (વી.આઇ., એચ.આઇ., એમ.આર.) ફાઉન્ડેશન કોર્ષ ફોર ઇન સર્વિસ ટીચર્સ ઇત્યિાદિ કોર્ષમાં તેઓનું પ્રદાન ગ્રાસરુટથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અભ્યાસક્રમની સંરચના, થીયરી, પ્રેકટીકલ, કામના કલાકો વિષયવસ્તુની ગોઠવણી જેવી બાબતોમાં રાષ્ટ્રીય સંસ્થાનકો યુનિવર્સિટીમાં અગ્રેસર રહીને અમૂલ્ય યોગદાન આપ્યું છે. જેનો હું સાક્ષી છું તેનો મને આ તબક્કે
આનંદ થાય છે.
વિકલાંગ બાળકને કે.જી. થી લઇને ઉચ્ચશિક્ષણ સુધી સમાન શિક્ષણની તક મળે તે બાબતના તેઓ પ્રખર
હિમાયતી રહ્યા છે. અને એટલે જ પ્રાથમિક શાળાના પ્રત્યેક શિક્ષકને વિકલાંગ બાળકોની વિશિષ્ઠ જરુરિયાતો,
વર્ગવ્યવહાર, સંશોધન સામગ્રીનું નિદર્શન વગેરે નાનામાં નાની બાબતોથી અવગત કરતા વિવિધ તાલીમોમાં જોયા છે.
તેમની કર્તવ્ય પરાયણતા, નિષ્ઠા, પ્રામાણિકતા બુદ્ધિચાતુર્ય, વિષય-વિષયાંગનો ઊંડો અભ્યાસ જોતાં અમો
તેમને સાષ્ટાંગ દંડવત્ કરીએ છીએ સમગ્રતયા કોઇપણ કાર્ય. બાબતમાં દૃષ્ટિની ખામી કદી બાધક બની હોય તેવું જણાયું નથી તે જ બાબત તેમની દરેક કાર્ય ક્ષેત્રે કુશળતા દર્શાવે છે. હજુ પણ વિકલાંગતા ક્ષેત્રે વધુને વધુ સેવા પ્રદાન કરે તેવી મહેચ્છા સહ.....