પ્રો. ભાસ્કરભાઇ યોગેન્દ્રરાય મહેતા, વિક્લાંગજનોના ક્ષેત્રમાં બહુ જાણીતું નામછે. માત્ર ગુજરાતમાં જ નહી પણ મુંબઈ, દિલ્હી તથા પડોશી રાજ્યો સુધી પણ તેમને જાણનારા અનેક મળી આવે.
જનસાધારામાં પ્રો. ભાસ્કર મહેતા તરીકે ઓળખાતા શ્રી મહેતા સાહેબ બહુભાષી અને બોલકા વ્યક્તિત્વના ધણી છે. ગુજરાતમાં વિકલાંગ બાળકોના સંકલિત શિક્ષણના પુરસ્કર્તા, સમર્થક અને પ્રચારક તરીકે તથા ગુજરાત રાજ્યના વિકલાંગો માટેના કમિશ્નર તરીકે બહુમાન મેળવનારા પ્રથમવિકલાંગ મહાનુભાવનું સન્માન પ્રાપ્ત આ વ્યક્તિ પોતે સંસ્કૃતના પ્રાધ્યાપક હોવા છતાં સ્વયત્ને આજીવન તરીકે ઓળખાવવામાં જ ગૌરવ અનુભવે છે.
મને તેમનો પહેલો પરિચય આજથી 27 વર્ષ પહેલાં લગભગ 1983માં વિસનગર ખાતે, ના. વિ. કન્યા વિદ્યાલયમાં યોજાયેલ સંકલિત શિક્ષણના બાળકો માટેના પ્રથમશિબિરમાં થયેલો.
શિબિરની રાત્રિ બેઠકમાં શ્રી મહેતા સાહેબ તેમના ધર્મપત્ની સાથે આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેલા અને બાળકોને તેમના પોતાના જ બાળપણ, વિદ્યાર્થી જીવન અને જીવન સંઘર્ષ સહિતની ઘણી પ્રેરક વાતો કરેલી સાથે-સાથે શિબિરના નવા અને નવયુવાન શિક્ષકોને પણ બહુમૂલ્ય માર્ગદર્શન કરેલું.
વિક્લાંગ બાળકોના શિક્ષણ અને તેની સમસ્યાઓના સમાધાન માટે જ ઝૂઝતા રહેવાનું જોમઆજે પણ તેમનામાં એકધાર્યુ અનુભવી શકાય છે. એક સંચાલક તરીકે તેઓ કદાચ કડક હોઇ શકે ખરા, પરંતુ વિકલાંગ
બાળકોના શિક્ષકો સાથે પણ વિચાર વિમર્શ, માર્ગદર્શન અને સમસ્યાઓમાં સતત સાથે ઉભા રહેવાની તથા તેના ઉકેલ માટે તન, મન, ધન ઉપરાંત સહાનુભૂતિભર્યા માનવીય અભિગમનો અહેસાસ કરાવતા રહે છે. પછી એ ભૂતકાળના પ્રવાસી શિક્ષક સ્વ. શ્રી કાન્તિભાઇ રાવળનો કીડની ટ્રાન્સપ્લાન્ટનો ગંભીર પ્રસંગ હોય કે પછી શિક્ષકો દ્વારા “કરકિર્દી બચાવ”ના સંઘર્ષ માટે કાઢવામાં આવેલી રેલીનો સમય હોય શ્રી મહેતા સાહેબ સહકાર અને માર્ગદર્શનમાં મોખરે રહેતા જોવા મળ્યા છે.
આમવિકલાંગ બાળકોના શિક્ષણ, વિકલાંગ યુવાનોની કારકિર્દી તથા તેમના શિક્ષકોના સળગતા પ્રશ્નો માં શ્રી
મહેતા સાહેબનું યોગદાન હંમેશથી ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડનું રહ્યું છે અને આ વાતનો કોઇ ઇન્કાર કરી શકે તેમનથી.
શ્રી મહેતા સાહેબની આટલી વાત કર્યા પછી જો તેમના જીવનસંગીનીની વાત ન થાય તો આખી વાત અધૂરી રહી ગઈ ગણાય. કેમકે પ્રવિણાબેન ભાસ્કરભાઇ મહેતા પોતે સુંદર, સહજ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે તથા મહેતા સાહેબની ષષ્ઠીપૂર્તિ સુધીની જિંદગીની સફરના તેઓ સાથી અને સાક્ષી રહ્યા છે.
શ્રી ભાસ્કરભાઈ મહેતા જેમ સૌના છે તેમતેમના પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડનું ત્રિવિધ કાર્ય શ્રીમતી પ્રવિણાબેન આગળ ઉપરાંત પણ બજાવતા રહેવાના છે.... દંપતિને હાર્દિક શુભકામના.....