મિત્રો, નેત્રહીનોનાં શિક્ષણની શરૂઆત ગુજરાતમાં આજથી વર્ષો પૂર્વે થઈ એમ માની શકાય. જ્યારે તેમનાં પુનવર્સન અને રોજગારની દિશામાં વિચારવાની શરૂઆત વર્ષો પૂર્વ થઈ પરંતુ શિક્ષણ પ્રાપ્તી બાદ અને શિક્ષણ ક્ષેત્રે રોજગારી મેળવ્યા બાદ નેત્રહીન શિક્ષકોની વ્યવસાયીક મુશ્કેલીઓની દિશામાં હજુ ઘણું બધું કાર્ય કરવું બાકી હતું. આ સમયગાળા દરમ્યાન ઉચ્ચ શિક્ષણ મેળવી, રોજગાર ક્ષેત્રે કેટલાક નેત્રહીન શિક્ષકો પુનઃસ્થાપીત થઈ ચુક્યા હતા. પરંતુ તેઓ સંગઠીત નહોતા. રોજગારી મળી, જીવનસ્તર થોડું સુધાર્યું પરંતુ વ્યવસાયિક અડચણો તો જેમની તેમ હતી. નોકરીનાં રચને તેઓનાં ભણાવવાનાં વિષયોના તાસનાં કાર્યભારનાં પ્રશ્નો, નોકરી માટે તેઓ સરળતાથી આવ-જા કરી શકે તેવું સ્થળ કે ગામ મેળવવું, બદલીના પ્રશ્નો, સેટ-અપ અને ઓવર સેટ-અપ પ્રશ્નો ઇત્યાદી. આ અને આવા અન્ય ઘણાં પ્રશ્નોથી પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ઘેરાયેલો હતો.
આ પરિસ્થિતિ થી અકળાય કેટલાક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રો આજ થી ત્રિસેક વર્ષ અગાઉ પ્રા. શ્રી ભાસ્કરભાઈને મળ્યા અને આ દિશામાં કંઈક રચનાત્મક કાર્ય કરવાની અને તેનું સુકાન સંભાળવાની તેઓને વિનંતી કરી જેનો શ્રી ભાસ્કરભાઈએ તેનો સ્વભાવ મુજબ સ્વીકાર કરી આ ક્ષેત્રે આજ પર્યંત નેત્રહીન શિક્ષકોએ તેમનાં પર મુકેલા વિશ્વાસને પાળી બતાયો છે. થોડો સમય મિત્રોને ઘેર આ સંદર્ભે મિટીંગો મળતી રહી અને આખરે ભાસ્કરભાઈના વડ પણ હેઠળ 1983-84માં “શ્રી અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘ” ની સ્થાપનાં શક્ય બની.
સંઘની સ્થાપનાનાં શરૂઆતનાં સતત 12 વર્ષ સુધી તેઓએ પ્રમુખ તરીકે કુશળ નેતૃત્વ પુરૂં પાડયું. આ સમયગાળા દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની કાર્યદક્ષતા અને કાર્યસજ્જતામાં ઉપયોગી એવાં અનેક બ્રેઈલ પુસ્તકો તૈયાર કરાવી તેઓ એ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને વિનામુલ્યે પુરાં પાડયાં છે. પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની નોકરીને લગતા વ્યકિતગત અને સામુદયિક પ્રશ્નોની સરકાર રમણ યોગ્ય રજુઆત કરી, તેનું સુખદ અને ગ્રાહ્ય સમાધાન મેળવવામાં પણ તેમનાં સફળ અને કુશળ નેતૃત્વની આગવી ભૂમિકા રહી છે. નેત્રહીન શિક્ષક સનેત્ર શિક્ષક કરતાં જરાં પણ નિમ્નકોટીનો નથી તે માટે તેઓ હર હંમેશ ચિંતિત રહ્યા છે. જ્યાં ક્યાંય પણ સરકાર, સમાજ કે જાહેર સંસ્થા નેત્રહીન શિક્ષકને લાયકાત અને આવડત હોવા છતાં, સ્વીકારવા તૈયાર ન હોય ત્યાં તેઓ પોતાની નોકરી, કુટુંબ, તબિયતની પ્રતિકુળતા ઈત્યાદીનાં ભોગે પણ દોડયા છે અને સંબંધીત નેત્રહીન શિક્ષકને ન્યાય અપાવીને જ ઝંપ્યા છે. નેત્રહીન શિક્ષકની બદલી ઓવર-સેટ-અપ કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેઓ જાતે સંબંધીત અધિકારીને મળ્યા છે. અને સંબંધીત પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને ન્યાય અપાવ્યો છે.
આજે ભલે તેઓ પોતાની અન્ય જવાબદારીઓ અને ફરજોને કારણે “શ્રી અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘ” ના કોઇપણ હોદા પર નથી, પરંતુ તેમનું યોગ્ય માર્ગદર્શન અને નેતૃત્વ તો સંઘ ને અવિરત મળતું જ રહે છે. જે સંઘનું પરમ સૌભાગ્ય એ સંઘ પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવે છે. તેમના યોગ્ય માર્ગદર્શન અને સફળ નેતૃત્વને કારણે “શ્રી અખિલ ગુજરાત બંધ શિક્ષક સંઘ” ઉતરોતર દિન પ્રતિદિન ઉચ્ચ સિધ્ધિનાં સોપાન સર કરી રહ્યો છે. અને પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની પ્રશંસા મેળવી રહ્યો છે.
આવા એક સફળ નેતા તરીકેનાં ઉમદા ગુણો ધરાવનાર પ્રો. શ્રી ભારકરભાઈ મહેતાને તેમની ષષ્ઠીપૂર્તિ ઉજવણી નિમિતે “શ્રી અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘ” તરફથી અંતરનાં ઉમળકાભેર લાગણી ભિની કોટી- કોટી શુભેચ્છાઓ.
આ તબક્કે પ્રો. શ્રી ભાસ્કરભાઈએ પોતાનાં સાંઇઠ વર્ષે પૂર્ણ કર્યા તેમ આગામી વર્ષો પણ સુખમય રીતે પસાર કરી અને નેત્રહીન સમાજ ને પ્રેરણા પુરી પાડે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના શ્રી ભાસ્કરભાઈનાં સુખદ અને દિર્ઘાયુષની શુભકામના સાથે...